રોજનો 700 ટન મેડિકલ વેસ્ટ નિકાલ માટેની સિસ્ટમના ધાંધીયા
- કોલક્તાના ડો.સંદિપ ધોષનો વધુ એક ભ્રષ્ટાચાર
- પ્રસંગપટ
- કેટલીક ગેરકાયદે હેરાફેરીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્રત્યે દાખવેલી બેદરકારી પણ વિવાદાસ્પદ બની છે
કોલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં મેડિકલ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. ડો. સંદીપ ધોષે કરેલી કેટલીક ગેરકાયદે હેરાફેરીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્રત્યે દાખવેલી બેદરકારી પણ વિવાદાસ્પદ બની છે. આ બાયો મેડિકલ વેસ્ટ લોકોના આરોગ્યમાટે બહુ નુકશાનકારક હોવા છતાં તે બાબતે કોઇ કડક પગલાં લેવાયા નહોતા. હવે ડો. સંદિપ ધોષની હકાલપટ્ટી કરી દેવાઇ છે પરંતુ તેથી બાયોમેડિકલ વેસ્ટ કૌભાંડ ઢંકાઇ નથી જવાનું. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે પૈસા ચૂકવાય છે પરંતુ કૌભાંડી એજંસીઓ કેટલોક બાયોમેડિકલ વેસ્ટ શહેરના જાહેર ઉકરડામાં પધરાવી દે છે. બાયોમેડીકલ વેસ્ટને લાલ, ભૂરો અને સફેદ એમ ત્રણ કેટેગરીમાં છૂટો પાડવામાં આવે છે. આવો વેસ્ટ બહુ જોખમી હોવા છતાં કૌભાંડીઓ કેટલોક વેસ્ટ ફરી ગામડાની હોસ્પિટલોમાં વપરાશ માટે મોકલી આપે છે, કેટલોક શહેરના ઉકરડામાં પધરાવી દે છે અને કેટલોક દાટી દે છે.
બાયોમેડિકલ વેસ્ટ લઇ જવા માટે અને તેના નિકાલ માટે કેટલાક મહત્વની પ્રોસેસ કરવાની હોય છે અને તેના પૈસા ચૂકવાતા હોય છે. પરંતુ કોલકત્તાની હોસ્પિટલોમાં ચાલતી લાલીયાવાડી જેવું દેશની અન્ય હોસ્પિટલોમાં હોઇ શકે છે. બળાત્કારના કેસમાં ડો. સંદિપ ધોષની ભૂમિકા શંકાસ્પદ છે તેવા આક્ષેપો વચ્ચે તેમની વહિવટી સિસ્ટમ પણ ભ્રષ્ટાચારથી ભરેલી હોવાની જોવા મળી છે. હોસ્પિટલ સાથે ખરીદી અને વેચાણની તમામ સિસ્ટમને હવે શંકાથી જોવાઇ રહી છે. ભારતમાં રોજનો ૭૦૦ ટન મેડિકલ વેસ્ટ જોવા મળે છે. તેમાંથી ૬૪૦ ટન વેસ્ટ ઓટોક્લેવમાં સખત ગરમી આપીને નાશ કરવામાં આવે છે. હોસ્પિટલમાં લેબોરેટરી,રાસર્ચ સેન્ટર,ઓટોપ્સી, શબઘર,બ્લડ બેંક,ઓપરેશન થિયેટર વગેરમાંથી બાયો મેડિકલ વેસ્ટ નીકળતો હોય છે.લોહી સાથે સંપર્કમાં રહેલો વેસ્ટ, શરીરના અંગો સાથેનો વેસ્ટ, લેબોરેટરીમાંથી આવતો વેસ્ટ વગેરે ચેપી હોય છે. એવીજ રીતે સફાઇ માટે વપરાતા ડીસઇન્ફેક્ટન્ટ વગેરે પણ જોખમી હોય છે.
સાયટો ટોક્સિક પ્રકારના વેસ્ટમાં કેન્સરની સારવાર દરમ્યાન વપારતી દવાઓ રેડીયોએક્ટીવ વેસ્ટ રેડીયો એક્ટીવ ડાયગ્નોસ્ટીક મટીરીયલ વગેરેનો સમાવેશ થાય છે. કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલીટી (CBWTF) દરેક હેલ્થ કેર યુનિટ માટે સત્તાવાળાઓએ ફરજીયાત બનાવી છે. મોટી હોસ્પિટલોએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરશે તે દર્શાવવાનું હોય છે. ગામડાની હોસ્પિટલો દુર ઉકરડામાં મેડિકલ વેસ્ટ નાખી દેતી હોય છે. કેટલાક હેલ્થ યુનિટો બાયોમેડિકલ વેસ્ટના ઢગલાને સળગાવી મારતા હોય છે.
કેટલોક પ્લાસ્ટીકનો બાયોમેડિકલ વેસ્ટ ઓટોક્લેવીંગ કે સ્ટરીલાઇઝેશન દ્વારા નાશ કરવામાં આવે છે. યલો વેસ્ટની યાદીમાં જેને સૌથી જોખમી અને ઝેરી કહી શકાય એવો મેડિકલ વેસ્ટ માનવ અંગો અને માનવ ટીસ્યુઓનો હોય છે. જેમાં બ્લ્ડ બેગ્સ, ફોઇટસ, એક્સપાયર્ર્ડે થયેલી દવાઓ, લોહીવાળી ચાદરો વગેરેનો તેમાં સમાવેશ થાય છે. તેને ચોક્કસ જગ્યાઓ પર જમીનમાં ઉંડે સુધી દાટી દેવાની સિસ્ટમ છે. લાલ કલરના વેસ્ટની યાદીમાં રીસાઇકલ થઇ શકે એવા પ્લાસ્ટીક વેસ્ટ , ઇન્ટ્રાવેનસ ટયૂબ,કેથેટર્સ, યુરીન બેગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે વ્હાઇટ કલરના વેસ્ટમાં નીડલ,સીરીંજ, સ્કાલપેલ વગેરેનો સમાવેશ થાય છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ તરફ જોઇતું ધ્યાન અપાતું નથી તે જોખમી કહી શકાય.