Get The App

ડિજીટલ એરેસ્ટ રાષ્ટ્ર માટે ખતરો બે વર્ષમાં પ્રજાના 2500 કરોડ ડૂબ્યા

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ડિજીટલ એરેસ્ટ રાષ્ટ્ર માટે ખતરો બે વર્ષમાં પ્રજાના 2500 કરોડ ડૂબ્યા 1 - image

- ફ્રોડ કરનારા નવી ટ્રીક્સ અજમાવતા હોય છે 

- પ્રસંગપટ

- બેંગલુરૂ સ્થિત બેંકના કર્મચારીને એટલા માટે પકડયો હતો કે તે સાયબર ફ્રોડ કરનારાઓના એકાઉન્ટ ખોલી આપતો હતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સાયબર ફ્રોડ કરનારાઓને નાથવા કરેલા પ્રયાસોને કોઇ ખાસ પ્રતિભાવ મળતો હોય એમ લાગતું નથી. સરકાર અને સાયબર પોલીસતંત્ર પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરે છે પરંતુ ફ્રોડ કરનારા વારંવાર ચતુર સાબિત થઇ રહ્યા છે. આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ કરનારાને પકડવા માટેનું આયોજન કરાય તે પહેલાંતો AIનો ઉપયોગ કરીને ફ્રોડ કરનારાઓએેેે અનેકને લૂંટી લીધા હતા.

રિઝર્વ બેંકના પ્રયાસોમાં ડિજીટલ પેમેન્ટ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મનો (DPIP) સમાવેશ થાય છે  પરંતુ તેના કારણે ડિજીટલ એરેસ્ટ જેવી છેતરપીંડીમાં કોઇ ફરક પડયો હોય એમ લાગતું નથી. છાશવારે દેશના જુદા જુદા શહેરોમાં ડિજીટલ એરેસ્ટના નામે લોકો લૂંટાતા રહે છે. 

દેશની બેંકોને સૂટના આપવામાં આવી છે કે કોઇના ખાતામાંથી મોટી હેરફારી થાય તો ખાતેદારને તરતજ ચેતવણી આપવી. જોકે બેંકો સાયબર ફ્રોડ બાબતે ગ્રાહકોને ચેતવવામાં કોઇ ખાસ રસ બતાવતી હોય એમ લાગતું નથી.

બેંકો ધારે તો કડક પગલાં લઇ શકે છે. ભૂતિયા ખાતા ખોલાવતા લોકોએ કોની ઓળખાણથી ખાતા ખોલાવ્યા હતા તેમને પકડી લાવે કે તેમનો સંપર્ક કરીને ગુનેગારની વિગત મેળવી શકે છે. પોલીસ તંત્રજે ગાડિલાનિ આપે છે તે અનુસાર પણ બેંકો કામ કરતી નથી. સાયબરફ્રોડ કરનારા જ્યારે શિડયુલ બેંકના ખાતામાં પૈસા જમા કરવાનું કહે છે ત્યારે લોકોને તેમાં કૌભાંડની કોઇ ગંધ નથી આવતી. છેતરપીંડી કરનારા જેવા બંકમાં પૈસા જમા આવે છેકે તરતજ તેને અન્ય ખાતામાં શિફ્ટ કરાવી દે છે.

છેલ્લા બે વર્ષમાં ડિજીટલ એરેસ્ટમાં પ્રજાના ૨૫૦૦ કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે. ડિજીટલ એરેસ્ટ કોણ કરે છે કેવીરીતે થાય છે વગેરે બાબતે હવે પ્રજા સમજવા લાગી છે. સાયબર પોલીસ સતર્ક ભલે હોય પણ ફ્રોડ કરનારા સતત નવી ટ્રીક્સ અજમાવતા હોય છે. 

ફ્રોડ કરનારાઓની ચતુરાઇ સામે સાયબર પોલીસ થાપ ખાઇ જાય છે. ડિજીટલ એરેસ્ટ થનારાની આપવિતી સાંભળવા જેવી હોય છે. તે લોકો તેમના શિકારને ધમકાવે પણ છે અને તેનું સમાધાન પણ બતાવે છે. સમાધાનમાં તેમને પૈસા ચૂકવવાનું કહેવાય છે તેમજ સમાધાનની વાત કોઇને કહેવી નહીં તેવી શરત પણ મુકે છે.

બેંકોની ભૂમિકા સતત શંકાસ્પદ રહી છે. બેંકો ત્વરીત પગલાં લેતી નથી, સેવિંગ્સ ખાતામાં થઇ રહેલી મોટી ઉથલ પાથલ પાછળ પણ ધ્યાન નથી અપાતું કે સિનિયર સિટીઝનોને કોઇ ગાઇડ લાઇન્સ પણ નથી અપાતી. 

એકાદ બે કૌભાંડ થાય તે તો ઠીક છે પણ હવે ડિજીટલ એરેસ્ટના કૌભાંડોની લાંબી વણજાર જોવા મળે છે. નથી સાયબર પોલીસ બ્રેક મારી શકતી કે નથી બેંકોમાં અગમચેતીના પગલાં લઇ શકતી. સિનિયર સિટિઝનોને  ખંખેરી લેવાય ત્યારે આધાત લાગે છેે કેમકે તેમની પરસેવાની કમાણીમાંથી બચત કરીને બેંકમાં રાખી હોય છે.

ગુરૂગ્રામની એક મહિલાની આપવીતી એવી છે કે તેની ડિજીટલ એરેસ્ટ કરીને ૫.૯૫ કરોડ બેંકના ખાતામાંથી આંચકી લેવાયા હતા. તેણે કહ્યું કે મારા ખાતામાંથી આટલી મોટી રકમ ઉપાડી હોવા છતાં બેંકે મને કોઇ ચેતવણી આપી નહોતી.તેણે કહ્યું હતું કે મારી સમાન્ય રીતે વિથ્ડ્રો કરવાની લિમિટ કરતાં ૨૦૦ ગણા પૈસા મેં ટ્રાન્સફર કરાવ્યા છતાં બેંકે મને ચેતવી નહોતી. 

આગળ લખ્યું છે એમ બેંકનો સ્ટાફ પણ સાયબર ફ્રોડમાં સંડોવાયો હોય છે. બેંગલુરૂ સ્થિત એક બેંકના કર્મચારીને હૈદ્રાબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલા માટે પકડયો હતો કે તે સાયબર ફ્રોડ કરનારાઓના એકાઉન્ટ પણ ખોલી આપતો હતો અને તેમને અન્ય ખાતેદારોના એકાઉન્ટ પણ વોટ્સએપ પર મોકલતો હતો. ગૃહ મંત્રાલયે ડિજીટલ એરેસ્ટને રાષ્ટ્ર સામે ખતરો ગણાવ્યો છે.