Get The App

સસ્તા સ્ટીલની ઈમ્પોર્ટ વધતાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન રોળાયું

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
સસ્તા સ્ટીલની ઈમ્પોર્ટ વધતાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન રોળાયું 1 - image

- પ્રસંગપટ

- સ્ટીલના ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રદુષણ ઘટાડવાની ઝુંબેશ 

- ચીનના સ્ટીલની નેપાળ માર્ગે ભારતમાં આયાતમાં વૃદ્ધિઃ વિયેતનામથી આવતા સ્ટીલ પર સરકારે પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પીંગ ડયુટી લાદી

દેશમાં સ્ટીલ, લોખંડ પોલાદની બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. સામાન્યપણે દેશમાં ચોમાસા દરમિયાન બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર તરફથી સ્ટીલ બજારમાં આવતી માગ ઓછી રહેતી હોય છે તથા ચોમાસા પછી આવી માગ વધતી હોય છે. જો કે આ વર્ષે તાજેતરમાં છેક દિવાળી સુધી દેશમાં વરસાદ વરસોત જોવા મળ્યો હતો અને તેના પગલે સ્ટીલ બજારમાં માગ પર અસર જોવા મળી હતી. જો કે વરસાદે વિદાય લેતાં દેશમાં દિવાળી પછી સ્ટીલ બજારમાં ચહલ પહલ ફરી જોવા મલી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં સ્ટીલની આયાતનેો પ્રવાહ જળવાઈ રહેતાં ઘરઆંગણાના સ્ટીલ ઉત્પાદકોમાં તાજેતરમાં નારાજગી પણ જોવા મળી છે. આ પૂર્વ ભારતથી સ્ટીલની નોંધપાત્ર નિકાસ થતી હતી  પરંતુ તાજેતરના વર્ષોમાં આવી નિકાસ ઓછી તથા તેની સરખામણીએ આયાત વધુ થતાં ભારતની ગણના સ્ટીલના નેટ આયાતકાર દેશ તરીકે થવા માંડી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ચીનમાં બનતા સ્ટીલની નિકાસ ચીન દ્વારા નેપાળમાં કરાયા પછી ચીનનું આવું સ્ટીલ નેપાળ ખાતેથી ભારતમાં આવતું થઈ જવાની ભીતિ પણ તાજેતરમાં સ્ટીલ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. નેપાળમાં હકીકતમાં સ્ટીલનું વિશેષ ઉત્પાદન થતું નથી છતાં નેપાળ કઈ રીતે ભારત તરફ સ્ટીલની નિકાસ વધારે છે? આ પ્રશ્ને ઘરઆંગણાના જાણકારો આશ્ચર્ય રહ્યા હતા. નેપાળથી દેશમાં થતી સ્ટીલની આવી આયાત અટકાવવી જરૂરી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, તાજેતરમાં સરકારે વિયેતનામ ખાતેથી ભારતમાં થતી સ્ટીલની ઈમ્પોર્ટ પર પાંચ વર્ષ માટે એન્ટી -ડમ્પીંગ ડયુટી લાદવાનો નિર્ણય કર્યાના સમાચાર પણ દિલ્હીથી મળ્યા હતા. હવે નેપાળથી આવતાં સ્ટીલના પ્રશ્ને સરકાર કેવો વ્યુહ અપનાવે છે તેના પર સ્ટીલ બજાર તથા ઉદ્યોગની નજર રહી છે. ભારતમાં વિયેતનામથી સ્ટીલની આયાત તાજેતરમાં નોંધપાત્ર વધી જતાં ડાયરકેટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝે આવા સ્ટીલ પર અન્ટી-ડમ્પિંગ લાદવાની ભલામણ ફાઈનાન્સ મિનિસ્ટ્રીને કરી હતી  તથા ત્યારબાદ ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ આવી આયાત પર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદવાનો નિર્ણય કર્યાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા.

આ સમાચાર  મુજબ ભારત સરકારે વિયેતનામથી દેશમાં ઈમ્પોર્ટ થતાં હોટ-રોલ્ડ ફલેટ સમક્ષ ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે ટનદીઠ ૧૨૧.૫૫ ડોલરની એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવાનું નક્કી કર્યુ છે. દરમિયાન, ભારતમાં સ્ટીલના થતા મોટાભાગના ઉત્પાદનમાં બ્લાસ્ટ ફર્નેશ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તથા આ પ્રક્રિયામાં કોલસાનો વિશેષ વપરાશ થાય છે જેના પગલે પ્રદૂષણમાં વૃદ્ધી થતી હોય છે. આવા માહોલમાં હવે દેશમાં સ્ટીલના ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રદુષણ ઘટાડવાની ઝુંબેશ પણ શરૂ થયાના વાવડ મળ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં આગળ ઉપર લગ્રીન સ્ટીલનું ચલણ વેગ પકડશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. સ્ટીલના ઉત્પાદનમાં આગળ ઉપર કોલસાનો વપરાશ ઘટવાની તથા હાઈડ્રોજન પર આધારીત ઉત્પાદન વધવાની તથા ઈલેક્ટ્રીક આર્ક ફર્નેશીશનો વપરાશ સ્ટીલના ઉત્પાદનમાં વધવાની શક્યતા જાણકારો બતાવતા થયા છે.

દરમિયાન, સ્ટીલના આશરે ૫૪થી૫૫ ગ્રેડમાં સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશનમાં ક્વોલીટી કન્ટ્રોલના નિયમો સરકારે તાજેતરમાં હળવા બનાવવા વિચારણા શરૂ કર્યાના વાવડ દિલ્હીથી મળ્યા હતા. આના પગલે સ્ટીલ ઉત્પાદકોને કાચા માલો મેળવવા માટે સરળતા સર્જાશે એવી ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. સીઆઈએસના આવા આશરે પંચાવન સ્ટાન્ડર્ડ દૂર કરવામાં આવે એવી શક્યતા બતાવાઈ રહી છે. આ પૈકી આવા આશરે ૪૨ સ્ટાન્ડર્ડ ત્રણ ર્્ષ માટે તથા ૧૩ જેટલા સ્ટાન્ડર્ડ એક વર્ષ માટે દૂર કરવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આના પગલે ઓટોમોબાઈલ તથા ઈલેક્ટ્રિક ઈકવીપમેન્ટ ક્ષેત્રમાં સ્પેશિફાઈડ ગ્રેડના સ્ટીલની આયાત કરવા સરળતા સર્જાશે એવી ગણતરી સૂત્રો બતાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં સસ્તા સ્ટીલની આયાત વધતાં દેશને સ્ટીલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સરકારી યોજનાને ફડકો પડયો છે. ખાસ કરીને સ્ટીલના નાના તથા મધ્યમ કદના ઉત્પાદકો પર આની વિશેષ અસર દેખાઈ છે. આશરે ૧૫૦થી  ૨૦૦ આવા ઉત્પાદકોએ તો ઉત્પાદન બંધ કરી દીધાની ચર્ચા પણ લોખંડ બજારમાં તાજેતરમાં સંભળાઈ હતી. આયાત વધતાં તાજેતરમાં સ્ટીલના બજાર ભાવ ખાસ્સા દબાણ હેઠળ જોવા મળ્યા હતા.