- અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફનું બૂમરેંગ
- પ્રસંગપટ
- ટ્રમ્પે લાદેલા 50 ટકા ટેરિફના કારણે નિકાસકારોને મોટો ફટકો પડયો હતો. કેટલીય કંપનીઓના શેર તૂટયા હતા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના નેતાઓમાં એકલા પડી રહ્યા છે. રેસિપ્રોકલ ટેરિફનું બૂમરેંગ તેમને વૈશ્વિક સંબંધોથ દૂર હડસેલી શકે છે. તેમની કમનસીબી એ છેકે તેમના દેશમાં જ તેમનો વિરોધ થઇ રહ્યો છે. વિશ્વના દેશો પણ સમજી ગયા છે કે ટ્રમ્પ ગમે ત્યારે ગમે તે નિર્ણય લઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઊંઘ હરામ કરી નાખતા ટેરિફના ચુકાદા બાદ ટ્રમ્પની દશા હાર્યો જુગારી બમણું રમે એવી હતી. પોતાનો અહમ સંતોષવા તેમણે વિશ્વભરના દેશો પર ૧૫ ટકા ટેરિફની જાહેરાત કરી દીધી હતી. જે ૧૫૦ દિવસ માટે ચાલશે, પછી તેને લંબાવવા સરકારની મંજૂરી લેવી પડે.
ટ્રમ્પ હવે ગમે એટલા ધમપછાડા કરે પણ હવે તેમના નિર્ણયો પાછળના હેતુની વિશ્વના દેશોના વડાઓને ખબર પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની તરફેણ કરીને ત્યાં મીનરલ્સ માટે રોકાણની જાહેરાત કરી ત્યાર ેજ વિશ્વના ત્રાસવાદ વિરોધી દેશો સમજી ગયા ગયા હતા કે અમેરિકાને બિઝનેસમાં રસ છે, નહીં કે ત્રાસવાદનો સફાયો કરવામાં.
૫૦ ટકા ટેરિફ લાદીને ભારતની કંપનીઓની ઊઘ હરામ કરનાર ટ્રમ્પ હવે પોતે જ ઉંઘી શકતા નથી અને હવે ચીન સાથે હાથ મિલાવવા તૈયારી કરી રહ્યા છે. ચીનની ત્રણ દિવસની પોતાની મુલાકાત ઐતિહાસિક હશે એવા ગાણા તે અત્યારથી જ ગાઇ રહ્યા છે, પરંતુ ચીનના અતિ શાણા શાસકો તાઇવાનનો મુદ્દો આગળ ધરીને પોતાની સુપ્રીમસી ઊભી કરવા પ્રયાસ કરે છે.
ભારતમાં છૈં ઇમ્પેક્ટ સમિટ યોજાઇ તેમાં વિશ્વભરના કંઈકટેલાય ટોેચના રાજકીય વડાઓ હાજર રહ્યા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ સમુદાયને ઉત્થાન માટે વપરાય તે ઠરાવમાં જ્યારે અનેક દેશોના વડાઓેએ સહી કરી ત્યારે તેમાં અમેરિકા નહોતું. વિશ્વની ટોચની કંપનીઓ ખાસકરીને અમેરિકાની કંપનીઓના સીઇઓએ સમિટમાં સક્રીય હાજરી આપી હતી. સૌએ છૈંને ભારતની પ્રગતિ સાથે સરખાવ્યું હતું, જેના કારણે ભારત વધુ સમૃધ્ધ બનશે એમ પણ કહ્યું હતું.
આશ્ચર્ય એ વાતનું થયું હતું કે ટ્રમ્પે લાદેલી ટેરિફની ચર્ચા કોઇ વિદેશી ડેલિગેટે કરી નહોતી. સમિટમાં કોઇ ગુ્રપ ડિસ્ક્શન પણ ટેરિફ પર થયું નહોતુ. એમ લાગતું હતું કે દરેક દેશ ટ્રમ્પના ટેરિફનાં પગલાંથી નારાજ છે. વૈશ્વિક રાજકારણના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના ટેરિફ ફિયાસ્કાનો સૌથી વધુ લાભ ભારત અને ચીનને થવાનો છે. ભારત અને ચીનના નિકાસકારો કોર્ટના આદેશ અનુસાર ટેરિફ પાછી ખેંચાતા ખુશ છે. ટ્રમ્પે નવેસરથી લાદેલી ૧૫ ટકા ટેરિફથી પણ ભારત અને ચીનના નિકાસકારો આનંદિત છે, કેમ કે દરેક પર એક સરખો ટેરિફ લાગતો હોવાથી ભાવની સ્પર્ધામાં ઉભા રહી શકાશે.
ભારતે બતાવેલી ધીરજ પણ મહત્ત્વની સાબિત થઇ હતી. અમેેરિકાએ પચાસ ટકા ટેરિફ લગાડી પછી ભારતની સરકારે બહુ પ્રતિભાવ આપવાના બદલે અન્ય દેશો સાથે વેપાર વધારવા પ્રયાસો કર્યા હતા. નિકાસકારો બિઝનેસ માટે નવા દેશો ખૂંદતા થયા હતા. અમેરિકા સાથેના બિઝનેસના કારણે નિકાસકારો નાના દેશો તરફ બહુ નજર ઠેરવતા નહોતા.
ભારતે યરોપિયન યુનિયન સાથે વ્યાપાર કરાર કરીને નિકાસકારો માટે નવી બારી ખોલી આપી હતી. ટ્રમ્પે લાદેલી ૫૦ ટકા ટેરિફના કારણે નિકાસકારોને મોટો ફટકો પડયો હતો. કેટલીક કંપનીઓના શેરના ભાવ તૂટયા હતા, તો કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડવું પડયું હતું. વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રોકાણો પાછા ખેંચવા શરૂ કર્યા હતા જેના કારણે બજારો સ્થિર રહી શકતા નહોતા. હવે જ્યારે ટેરિફનો ફિયાસ્કો થયો છે ત્યારે શેરબજારમાં તેજીનો કરંટ જાવા મળી રહ્યો છે. વિદેશના રોકાણકારો પણ ફરી રોકાણ કરવા આવી રહ્યા છે.
મંગળવાર તારીખ ૨૩ના બજારો પર નજર કરીએ તો ફરી તેજીવાળા જોવા મળે છે. ટ્રમ્પને તેમના સાથીઓએ ચેતવ્યા હતા કે અતિરેક કરવામાં મજા નથી, પરંતુ પોતે સુપ્રીમો છે એવું બતાવવાની લ્હાયમાં તે ગુમાનમાં આવી ગયા હતા. તેમના માથા પર કોર્ટ છે એવું તે ભૂલી ગયા હતા. અંતે અપામનાજનક કડવો ઘૂંટ પીવાનો વારો આવ્યો હતો.


