શેરીના કૂતરાંને ક્યાં ખવડાવવું? વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો


- મુંબઇ હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે

-પ્રસંગપટ

-શેરી ડોગને ખવડાવનારાઓેએ પહેલાંતો તેમને એડોપ્ટ કરવા જોઇએઃ નાગપુરના વિવાદ પર ડોગ લવર્સની નજર

શેરીના કૂતરાંને ક્યાં ખવડાવવું તે  વિવાદ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહેંચ્યો છે. શેરીના કૂતરા અને પાળેલા કૂતરા બંનેની દરકાર કરનારા હોય છે. પાળેલા કૂતરાં કરતાં શેરીના કૂતરાં વધુ સુખી એટલા માટે હોય છે કે તે આઝાદ હોય છે. પરંતુ આઝાદી સાથે શેરીને કૂતરાં અનેક સમસ્યાઓનો સામનો કરતા આવ્યા છે. 

શેરીના કૂતરાંને તે જ્યાં રહે છે તે વિસ્તારના લોકો ધ્યાન પણ રાખે છે અને તેને ખાવાનું પણ મળી રહે છે. તેના માટે લોકો કૂંડામાં પાણી પણ રાખતા હોય છે. શેરીના કૂતરાંના નસીબમાં એ.સીમાં સૂવાનું કે ઠંડીમાં ઓઢીને સૂવાનું નસીબમાં નથી હોતું પરંતુ ડોગ લવર્સ તેમના માટે કંતાન જેવા વ્યવસ્થા કરી આપતા હોય છે. 

તાજેતરમાં હાઇકોર્ટે શેરી ડોગને ખવડાવતાં પહેલાં તેને એડોપ્ટ કરવાનું ચુકાદામાં કહ્યું ત્યારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે આપીને શેરી ડોગને ખવડાવનારાની તરફેણમાં ચુકાદો આપ્યો હતા. અહીં તેની વિગતો સમાવી છે. 

શેરીના કૂતરાને ખવડાવતા ડોગ પ્રમીઓ માટે મુંબઇ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ એવો ચુકાદેા આપ્યો હતો કે શેરી ડોગને ખવડાવનારાઓેએ પહેલાંતો તેમને એડોપ્ટ કરવા જોઇએ (અપનાવવા જોઇએ ).એેટલેકે પોતાના ઘેર રાખવા જોઇએ. જ્યારે શેરી ડોગને ખવડાવો ત્યારે કોઇ ઉહાપોહ કે દોડધામ ના થવી જોઇએ (કૂતરા ખાવા માટે અંદરો અંદર ઝઘડવા ના જોઇએ)ે એમ પણ કહ્યું હતું. તેમની નજરે આ ન્યૂસંસ છે. ડોગ લવર્સનો વિશાળ સમુદાય છે. તેમની નજર આ કિસ્સા પર છે.

જોેકે મુબઇ હાઇકોર્ટના ઓર્ડર  સામે સુપ્રિમ કોર્ટે પોતાના અવલોકનોમાં લખ્યું હતું કે શું  શેરીના કૂતરાંનું કોઇ ઘર હોય છે ખરૂં? નાના બચ્ચાં માટેે કોઇ ઘર હોય છે ખરૂં?

શેરીના કૂતરાંને બાંધી  ના રાખી શકાય. તેને ખાવાનું આપનારને એમ ના કહી શકાય કે તેમને એડોપ્ટ કરે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને  જણાવ્યું હતું કે શેરીના કૂતરાઓ માટે ખાવાનું મુકવાની ચોક્કસ જગ્યા બનાવે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રજો કેવી રીતે શેેરી ડોગને ખાવાનું આપવું કે તે અંદરો અંદર ઝઘડી ના પડે. 

સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે શેરીના કૂતરાને ખવડાવતા લોકોની યાદી બનાવો અને તેમને કહો કે શેરીના  કૂતરાઓને નિયત કરેલી જગ્યા પર ખવડાવો. આવા લોકો પર ક્યારેય  કડક પગલાં ના લેવા જોઇએ એમ પણ કહ્યું હતું,. એનિમલ વેલફેેર બોર્ડે એવી રજૂઆત કરી હતી કે શેરીના કૂતરાને ખાવાનું ના મળે તો તે એગ્રેસીવ બની જાય છે.  શેરીના કૂતરા અને ગાય માટે જમતાં પહેલાં બે રોટલી કાઢવાનો રિવાજ આપણી  સંસ્કૃતિ સાથે વણાયેલો છે. પોળ અને સોસાયટીઓમાં ધરની બહાર એક પથ્થર એવો હોય છે કે જેમા પણ દરેક રોટલી મુકી જાય છે અને શેેરીના કૂતરાં ત્યાંથી ખાઇ લે છે.

અહીં એક આડ વાત. માનવ ઇતિહાસમાં પહેલીવાર 4000 જેટલા બીગલ્સ(નાની સાઇઝના કૂતરાની એક જાત) એકસાથે બચાવવામાં આવ્યા હતા. જે બહુ સંવેદનશીલ અહેવાલ હતા. વર્જીનીયાના ગામડામાંથી તેમને છોડાવાયા હતા. વર્જીનીયા ખાતે બ્રીડીંગનું કારખાનું હોય એવું જોવા મળ્યું હતું. જે સંસ્થાએ આ બીગલ્સને બચાવ્યા તેના પર ડોનેશનનો વરસાદ વરસ્યો હતો. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે 1000 ડોલરમાં બીગલ્સ વેચવામાં આવતા હતા અને તેમનો ઉપયોગ રિસર્ચ માટે કરાતો હતો.

મૂળ મુદ્દા પર પાછા ફરીએે તો  શેરીને કૂતરાં પર કેટલાક લોકો અત્યાચાર ગુજારતા હોય છે. તેમને લાકડી અને પથ્થરોથી મારવામાં આવે છે. બિચ્ચારાઓ પાણી અને ખોરાક માટે અહીં તહીં ભટકતા હોય છે. તેમને જ્યાં નિયમિત ખોરાક મળે ત્યાં નજીકમાં રહેવાનું રાખે છે. લોકો એવું માનતા થયા છે કે ડોગ પાળવું તેના બદલે શેરીના કૂતરાને નિયમિત ખવડાવીને રાખવા જોઇએ.

સોસાયટી વિસ્તારમાં સ્ટ્રીટ ડોગ બંગલાના કમ્પાઉન્ડમાં પોતાનું કાયમી ઘર બનાવી દે છે. સ્ટ્રીટ ડોગને ક્યાં ખવડાવવું તે વિવાદ કોર્ટે ચઢે ત્યારે એનિમલ લવર્સને દુખ થાય તે સ્વભાવિક છે.

City News

Sports

RECENT NEWS