Get The App

રજનીકાંતની અનુકરણીય પદયાત્રાઃ શાંતિની અનુભૂતિ

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
રજનીકાંતની અનુકરણીય પદયાત્રાઃ શાંતિની અનુભૂતિ 1 - image

- દિવાળીની રજાઓનો સદઉપયોગ જરૂરી

- પ્રસંગપટ

- ફિલ્મી દુનિયાની ઝાકઝમાળથી દૂર રહીને ઋષિકેશ, બદ્રીનાથ જેવાં ધાર્મિક સ્થળોની પદયાત્રા આરંભી

દિવાળીની રજાના દિવસોમાં ડિજીટલ ઉપકરણોના ઉપયોગથી દુર રહેવાની તક સામે ચાલીને આવી છે એમ કહી શકાય. જેને આધ્યાત્મિક સ્થિતિ સાથેનું જોડાણ કહી શકાય. આખું વર્ષ સોશ્યલ નેટવર્કમાં ડૂબેલા લોકો માટે તેને બાજુમાં મુકીને ફેમિલી સાથે કે પાડોશમાં કોણ રહે છે તેમને જાણવાની કે તેમની સમસ્યામાં રસ લેવાનો ચાન્સ ઉભો થયો છે. કેટલાક લોકોએ રજાના સમયમાં આધ્યાત્મિક યાત્રા કે ધાર્મિક યાત્રા કરવા માટે ઉપડી ગયા છે.

પ્રવાસના સ્થળોએ જવાનું તો હવે રૂટીન બની ગયું છે પરંતુ પદયાત્રાનો અનુભવ અનોખો હોય છે. કુદરતના સાનિધ્યમાં રહેવું જરૂરી બની ગયું છે.

જે સેલિબ્રિટીઓની સ્ટાઇલ અને પહેરવેશનું લોકો અનુકરણ કરી રહ્યા છે તેમની ધાર્મિક ભાવનાઓને પણ અપનાવવાની જરૂર છે. ક્રિકેટર વિરાટ કોહલી તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા હરિદ્રારમાં પ્રેમાનંદ મહારાજના દર્શને જાય અને પોતે કેવી શાંતિ અનુભવે છે તેની વાતો જાહેરમાં કરે ત્યારે ખ્યાલ આવે ેકે સેલિબ્રિટી લોકો આધ્યાત્મિક શાંતિ મેળવવા માટેના આશિર્વાદ માટે ગુરૂ શોધતા હોય છે. 

નીમ કરોલી બાબાના દર્શને જ્યારે સેલિબ્રિટીઓ આવે ત્યારે ખ્યાલ આવે કે વિદેશના લોકો પણ માનસિક શાંતિ માટે આશિર્વાદ માંગતા હોય છે. વિવિધ રીતે માનસિક શાંતિના પ્રયાસ કરાય છે. એપલના સ્ટીવ જોબ જ્યારે નીમ કરોલી બાબાના આશ્રમે આવ્યા ત્યારે તે હોટ ન્યૂઝ બની ગયા હતા. ત્યારબાદ વિદેશના અનેક લોકો બાબાના આશ્રમે આવતા થયા હતા.

પગપાળા પ્રવાસ એ શાંતિની અનોખી અનુભૂતી હોય છે. અમદાવાદના કેટલાક લોકો પદયાત્રા કરીને દ્વારકા જવા નીકળ્યા છે. તેમના ઘેર લકઝરી કારનો કાફલો હોય, એ.સી સિવાય ફાવતું ના હોય, લક્ષ્મી જેમને વરેલી હોય એવા લોકો જ્યારે દિવાળીની રજાઓમાં આધ્યાત્મિક પદયાત્રા પર નીકળે ત્યારે ખ્યાલ આવેકે દરેક શાંતિની શોધમાં હોય છે. 

દ્વારકા જનારા લોકો પોતાની સાથે કોઇ સવલત લીધા વિના નીકળ્યા છે. રસ્તામાં જે મળે તે ખાઇ લેવાનું અને રસ્તામાં નોન એસી હોટલો કે લોજમાં કે મંદિરોમાં રોકાઇ જવા જેવા પ્લાનીંગ સાથે પદયાત્રા કરીને પંદર દિવસે દ્વારકા પહોંચવાનું પ્લાનીંગ પ્રશંસનીય છે.

  આ લોકોએ સુપર સ્ટાર રજનીકાંતને પદયાત્રા કરતા જોઇને તેમાંથી પ્રેરણા લીધી હતી.  આધ્યાત્મિક માર્ગનો શાંતિ માટે ઉપયોગ કરનારાનું લેટેસ્ટ ઉદાહરણ સુપર હિરો રજનીકાંત છે. રજનીકાંત હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે કેમકે તેમના લાખો ફોલોઅર્સ તેમને પદયાત્રા કરતા જોઇને અને લોકોની જમવાનું પીરસતા જોઇને ગૌરવ અનુભવતા હતા.

રજનીકાંતે એક્ટીંગ કેરીયરમાંથી બ્રેક લઇને નવતર પગલું ભર્યું હતું. ફિલ્મ દુનિયાની ઝાકમઝોળ દુનિયાથી દુર ઋષિકેશ,બદ્રીનાથ જેવા સ્થળો સુધી પદયાત્રા કરીને પહોંચ્યા હતા. તેમના કેટલાક મિત્રો સાથે તેમણે પદયાત્રા શરૂ કરી હતી.

બદ્રીનાથમાંતો તેમના સમર્થકો તેમના ઘેરી વળ્યા હતા અને તેમની સાથે યાત્રામાં જોડાઇ ગયા હતા. તમામને હાથ જોડીને ના પાડવામાં આવી હતી કેમકે રજનીકાંત એકલાજ પદયાત્રા કરવા માંગતા હતા. કોઇ અભિનેતાએ આધ્યાત્મિક શાંતિ મેળવવા જ્યારે પદયાત્રાનો માર્ગ   અપનાવે ત્યારે તેનું અનુકરણ પણ લોકો કરે તે સ્વભાવિક છે.

૭૫ વર્ષના રજનીકાંતના ફોલોઅર્સ માટે આ પદયાત્રા વિશેષ અનુકરણીય બની હતી. અનેક ફોલોઅર્સ તેમને જોઇને દિવાળીની રજાઓમાં પદયાત્રાનો પ્લાનીંગ કરી રહ્યા છે. રજનીકાંતને પદયાત્રા કરવાનું શા માટે સૂજ્યું તેના જવાબ માં તે પોતેજ જણાવે છેકે મારે આધ્યાત્નિક શાંતિની જરૂર હતી. માર્ગ પરની લીલોતરી અને લોકોના ભાવ જોઇને મને ખુબ શાંતિ મળી છે.