Get The App

એક હતી માધુરી અને એક છે જ્યોતિકા એક હની ટ્રેપમાં તો બીજી પૈસાના ટ્રેપમાં

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
એક હતી માધુરી અને એક છે જ્યોતિકા એક હની ટ્રેપમાં તો બીજી પૈસાના ટ્રેપમાં 1 - image


- પાકિસ્તાન માટે જાસૂસી કરતા 11 લોકો પકડાયા 

- પ્રસંગપટ

- પાક સ્પાય 'સેજલ કપુર' બ્રહ્મોેસ મિસાઇલ સાથે સંકળાયેલી ગુપ્ત માહિતી સુધ્ધાં મેળવવામાં સફળ થઈ ગઈ હતી

- જ્યોતિ મલ્હોત્રા અનેમાધુરી ગુપ્તા 

જ્યોતિ મલ્હોત્રા અને તેના જેવા બીજા ડઝનેક લોકો પાકિસ્તાનના જાસૂસ તરીકે કામ કરતાં પકડાયાં છે. ભારતના આવા મીરજાફરો દેશની સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને પહોંચાડતા હોય તે નવી વાત નથી. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ બનેલા ઘટનાક્રમોમાં પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલાં તત્ત્વોનું પકડાઈ જવું તે એક મહત્ત્વની બાબત છે. 

દેશની સુરક્ષાની વાત આવે છે ત્યારે સોશિયલ મીડિયા કેટલું ખતરનાક  નિવડી શકે છે તેનો હવે ખ્યાલ આવ્યો છે. સોશિયલ નેટવર્ક પરના ખેલાડીઓ પૈસા માટે ગમે તે હદે જઇ શકે છે તેની ખબર હોવા છતાં સત્તાવાળાઓએ આગોતરાં પગલાં લીધાં નહોતાં. હવે જ્યારે જ્યોતિ મલ્હોત્રા જેવાંઓએ આગ લગાડી છે ત્યારે તેને ઠારવા પ્રયાસ કરાય છે. છેલ્લા કેટલાક અરસા દરમિયાન સોશિયલ મીડિયા પર પડયાપાથર્યા રહેનારા કેટલાંક તત્ત્વો દેશ સાથે ગદ્દારી કરીને પાકિસ્તાન ભારતની ગુપ્ત માહિતી આપવાના ધંધામાં જોતરાઇ ગયા હતા.

યુટયુબર બનવું સાવ આસાન છે. યુટયુબ પર સાચાખોટા અહેવાલો આપવાનો ધંધો બહુ મોટા પાયે ચાલી રહ્યો છે. યુટયુબરોને સબસ્ક્રાઇબર્સ વધારી આપવાનું  પ્રલોભન આપનીને ફસાવવામાં આવતા હોય છે.

પાકિસ્તાની એજન્ટો ક્યારેક હની ટ્રેપનો ઉપયોગ કરે છે તો ક્યારેક પૈસા ફેંકીને પોતાનું નેટવર્ક ઊભું કરે છે. કોઈ યુટયુબર કે બીજી કોઈ વ્યક્તિ અવારનવાર કેમેરા લઇને પાકિસ્તાન ફરવા નીકળી જતી હોય ત્યારે તેની કરમકુંડળી ચેક કરવાનો ખ્યાલ સત્તાવાળાઓને કેમ નહીં આવ્યો હોય તે સવાલ છે. બહુ બોલકી અને દેખાવે ઠીકઠાક લાગતી જ્યોતિ મલ્હોત્રાનું વ્યક્તિત્વ છેતરામણું નીકળ્યું. એ 'ટ્રાવેલ વીથ જૉબહુ બોલકી અને દેખાવે ઠીકઠાક લાગતી જ્યોતિ મલ્હોત્રાનું વ્યક્તિત્વ છેતરામણું નીકળ્યું. 

એ 'ટ્રાવેલ વીથ  જૉ'ે નામની યુટયુબ ટ્રાવેલ ચેનલ ચલાવતી હતી. દેખીતી રીતે જ એને ગુપ્ત માહિતીના બદલામાં પાકિસ્તાની સિક્રેટ એજન્સી કે લશ્કર તરફરકથી ફદિયાં મળતાં હતાં.

આ સંદર્ભમાં માધુરી ગુપ્તા નામનાં ડિપ્લોમેટનો કિસ્સો જાણવા જેવો છે. ૨૦૧૦માં માધુરી ગુપ્તાએ ભારતના સંરક્ષણ ખાતાની માહિતી પાકિસ્તાનના ગુપ્તચર ખાતાને લીક કરી નાખી હતી. તે પછી ઓફિશિયલ સિક્રેટ સર્વિસ એક્ટ એમના પર હેઠળ કેસ ચલાવાયો હતો. 

માધુરી ગુપ્તા સોશિયલ નેટવર્કના પ્લેટફોર્મનો ઉપયોગ નહોતા કરતાં, પણ તેઓ ભારતની પાકિસ્તાન ખાતેની એલચી કચેરીમાં સિનિયર અધિકારી હતાં. તેઓ પાકિસ્તાનના એક જાવેદ નામના અધિકારીની પ્રેમજાળમાં ફસાઈ ગયાં હતાં. જાવેદે તેની પાસેથી સંરક્ષણ ખાતાની ગુપ્ત માહિતી મેળવી હતી. એક મહિલા પત્રકાર મારફતે માધુરી પાકિસ્તાનના એજન્ટોના સંપર્કમાં આવ્યાં હતાં. જાવેદ એમાંનો એક. માધુરી ગુપ્તા બાવન વર્ષનાં હતાં અને જાવેદ તેમનાથી ૧૦ વર્ષ નાનો. એક તબક્કે માધુરી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા સુધ્ધાં તૈયાર થઈ ગયાં હતાં. 

પોતાની જોબમાં તે બેધ્યાન રહેવા લાગ્યાં એટલે સંરક્ષણ ખાતાને શંકા ગઈ હતી અને તેમને દિલ્હી પાછાં બોલાવી લેવામાં આવ્યાં હતાં. તેમની સામેની તપાસમાં જણાયું કે તેમણે બહુ મહત્ત્વની સંરક્ષણ સંબંધિત માહિતી પોતાના કહેવાતા પાકિસ્તાની પ્રેમીને આપી હતી. માધુરીને સજા થઈ હતી. ત્યાર બાદ તેઓ  રાજસ્થાનના ભીવાડીમાં એકલાં રહેતાં હતાં. ૬૪ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.

માધુરી જેવો જ કેસ 'સેજલ કપુર'નો છે. સેજલ પાકિસ્તાની હતી. તેણે ભારતના સંરક્ષણ ખાતાના ૯૮ જેટલા અધિકારીઓને ફસાવીને મેળવેલી ગુપ્ત પાકિસ્તાનને આપી હતી. આ   પાકિસ્તાની જાસૂસ 'સેજલ કપુર' જેવું ભારતીય નામ ધારણ કરીને  અધિકારીઓને ફસાવ્યા હતાં. બ્રહ્મોેસ મિસાઇલ સાથે સંકળાયેલા એન્જિનીયરને ફસાવીને તેની પાસેથી પણ ગુપ્ત માહિતી કઢાવવામાં પણ એ સફળ રહી હતી.

ટૂંકમાં, જાસૂસીનાં કામોમાં મહિલાઓનો ઉપયોગ કરવામાં પાકિસ્તાનને ફાવટ આવી ગઈ છે.

સોશિયલ નેટવર્કનાં અનેક દૂષણોમાં વધુ એક દૂષણ આ પ્રકારની જાસૂસીના નામે ઉમેરાયું છે. દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ માટે સોશિયલ મીડિયા હાથવગું પ્લેટફોર્મ બની ગયું છે. 

Tags :