Get The App

ભારતનું પ્રથમ ક્રિપ્ટો યુનિકોર્ન સાયબર હુમલાનો શિકાર બન્યું

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ભારતનું પ્રથમ ક્રિપ્ટો યુનિકોર્ન સાયબર હુમલાનો શિકાર બન્યું 1 - image

- કોઇનડીસીએક્સના 44 મિલિયન ડોલર હેક થયા

- પ્રસંગપટ

- ક્રિપ્ટો એક્સચેન્જ વઝિર એક્સ પર પણ સાયબર એટેક થયો હતો, જેમાં 45 ટકા ફંડ ધોવાઇ ગયેલું

અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટો કરંસીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બિટકોઇનના ભાવ એક લાખને વટાવી ગયા છે. ૧૯ જુલાઇએ ભારતના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પૈકીના એક કોઇનડીસીએક્સ પર થયેલા સાયબર હુમલામાં ૪૪ મિલિયન ડોલરના ક્રિપ્ટો હેક થયા છે. ભારતીય  ક્રિપ્ટો એક્સચેન્જ પર થયેલો આ બીજો હુમલો છે. ૨૦૨૪માં ક્રિપ્ટો એક્સચેન્જ વઝિર એક્સ પર પણ આવો જ સાયબર એટેક થયો હતો. કોઇનડીસીએક્સના  ૪૪ મિલિયન ડોલરના ક્રિપ્ટોને હેકર્સે પોતાની તરફ ખેંચી લીધા છે.

કોઇનડીસીએક્સના ફાઉન્ડરો કહે છેકે અમારે ત્યાં જેેમનાં એકાઉન્ટ્સ છે તે અકબંધ છે. તેમના પૈસા અમે અલગ રીતે કોલ્ડ વેલેટમાં રાખતા આવ્યા છીએ.  કંપની ભલે એમ કહે કે કોઈ નુક્સાન નથી થયું, પણ સાયબર હુમલાખોરેાએ કંપનીની સાયબર સિક્યોરીટીને ચેલેન્જ કરી છે એ તો નક્કી. 

કંપનીએ તરત જ વેબ-થ્રી સર્વિસ ટેમ્પરરી બંધ કરી દીધી હતી. અલબત્ત, કંપનીમાં ડિપોઝીટ લેવાનું, કોઇ પૈસા પાછા મેળવવા માંગે તો તે વિથડ્રોલ કરી શકે તેમજ ટ્રેડીંગ પણ કરી શકે તેવી વ્યવસ્થા ચાલુ રાખી હતી. 

ક્રિપ્ટો એક્સચેન્જ પાસેથી ૪૪ મિલિયન ડોલર જેવી તોતિંગ રકમ સરકાવી લેવી આસાન નથી, કેમ કે ક્રિપ્ટો કંપનીઓ સાયબર સિક્યોરિટીના મામલે ખૂબ સજાગ હોય છે. કોઇનડીસીએક્સ હવે પોતાનો ચોરાયેલા માલ પાછો મેળવવા સાયબર સિક્યોરિટી નિષ્ણાતોને કામે લગાવશે.

કોઇનડીસીએક્સ પર સાયબર હુમલો થયાના અહેવાલો ફેલાતાં જ તેમાં નાણાં રોકનારામાં સ્વાભાવિક રીતે જ ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર કોઇનડીસીએક્સ વિશેની પોસ્ટ્સ અને કમેન્ટ્સનો મારેા શરૂ થયો હતો. કોઈનડીસીએક્સમાં અકાઉન્ટ ધરાવનારા અને નાણાં રોકનારા તરત જ હકીકત જાણવા માટે કોઇનડીસીએક્સની વેબસાઇટ પર તૂટી પડયા હતા. આ ધસારો એટલા મોટા પાયે હતો કે કંપનીનું સર્વર પણ હેન્ગ થઇ ગયું હતું.

જે લોકોનો એપીઆઇ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) સાથેનો પોર્ટફોલિયો કંપનીમાં ઓપરેટ થતો હતો તેઓ આ હેકિંગને કારણે શું શું નુક્સાન થયું તે જાણવા મથતા હતા. કંપની સમજી ગઇ હતીકે ગ્રાહકોને ખુલાસાભર્યો જવાબ નહીં મળે તો વધુ ગભરાટ ફેલાશે. એટલે જ કંપનીએ વધારાનું સર્વર મુકીને સાઇટ પરનો ભાર હળવો કર્યો હતો. ગ્રાહકોને સૌથી મૂંઝવતા પ્રશ્નો (ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્વન્સ, એફએક્યુ) સાઇટ શરૂ થતાં જ મૂકી દેવામાં આવતાં વેબસાઇટ એક્ટિવ થતાં સૌને થોડી નિરાંત થઈ હતી. 

કોઇનડીસીએક્સ ક્રિપ્ટો એક્સચેન્જ ૨૦૧૮માં શરૂ કરાયું હતું, જેમાં ગ્રાહક ક્રિપ્ટો ખરીદ-વેચી કરી શકે. ૨૦૨૦-૨૧માં જ્યારે ચોમેર ક્રિપ્ટો કરંસીમાં રોકાણ માટે લોકો થનગનતા હતા ત્યારે કોઇનડીસીએક્સ ભારતીય રોકાણકારોની જરૂરિયાતને સંતોષતું હતું. તે ભારતનું પ્રથમ ક્રિપ્ટો યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ  વેલ્યુએશન ધરાતવું સ્ટાર્ટઅપ) બન્યું હતું. કોઇનડીસીએકસનું હાલનું વેલ્યૂ ૨.૩ અબજ ડોલરની છે અને તેના ૧.૬ કરોડ જેટલા રજીસ્ટર્ડ યુઝર્સ છે.

જ્યારે કોઇનડીસીએકસ ઊભું કરાયું ત્યારે તેમાં સંસ્થાકીય અને વ્યક્તિગત સ્તરના રોકાણકારો આસાનીથી ટ્રેડિંગ કરે તેનો ખ્યાલ રખાયો હતો. વેબથ્રી અને બ્લોક ચેઇન આધારિત સવલતો આપીને રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ થયો હતો. તાજેતરમાં થયેલા સાઇબર હુમલા પાછળ કોરિયાનું હેકર્સ ગુ્રપ તેમજ લેઝરસ ગુ્રપના હેકર્સ જોડાયા હતા.

છેલ્લે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં ક્રિપ્ટોનો ટ્રેડને કાયદાકીય રક્ષણ નથી અપાયું. લોકો તેનું ટ્રેડીંગ કરે છો, પરંતુ તેના માટેની કોઇ આચારસંહીતા નક્કી થઇ નથી. અહીં ઉલ્લેખનીય છે કે ઇરાનના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ કોઇનબેઝ પર ત્રાટકીને હેકર્સ સાઇટ મુક્ત કરવાના ૨૦ મિલિયન ડોલર ખંડણી માંગી હતી.