Get The App

મુંબઇના પ્રોપર્ટી માર્કેટમાં બોલીવૂડના 150 કરોડની મિલ્કતોના સોદા થયા

Updated: May 21st, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇના પ્રોપર્ટી માર્કેટમાં બોલીવૂડના 150 કરોડની મિલ્કતોના સોદા થયા 1 - image

- અક્ષય કુમાર 103 કરોડમાં તેમની પ્રોપર્ટી વેચી 

- પ્રસંગપટ

- કેટલાક રોકડ ભેગી કરવા માંગે છે તો ક્ટલાક અન્યત્ર મોટું રોકાણ કરવા માંગતા હોય છે

મુંબઇના રીયલ એસ્ટેટ માર્કેટમાં દેખાતી તેજી પાછળ બોલીવૂડ સેલિબ્રીટીઓએ કરોલા ૧૫૦ કરોડથી વધુ મિલ્કતોના સોદા છે. મુંબઇનું રીયલ એસ્ટેટ માર્કેટ  કરોડોની કોઇ પ્રોપર્ટીની લે-વે વખતે ચમકતું રહે છે. કરોડોની પ્રોપ્રટી ખરીદનાર ક્યાંતો બોલિવૂડ સેલિબ્રીટી હોય કે કોર્પોરેટ ક્ષેત્રના કોઇ મોટા માથા હોય છે.

છેલ્લા ૬૦ દિવસમાં બોલીવૂડના ચહેરાઓએ ખરીદેલી પ્રોપર્ટીની કિંમત ઉડીને આંખે વળગે એવી છે. ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં થયેલા આ સોદાની રકમ તેના રજીસ્ટ્રેશન પરથી જાણી શકાય છે. આવા સોદા પરથી જાણી શકાય છેકે મુંબઇમાં ક્રીમ સ્પોટ પર જમીનના સ્કેવરફૂટના ભાવ કેટલા છે. છેલ્લા બે મહિનામાં થયેલા કેટલાક સોદા પર એક નજર

....અભિનેતા સુનિલ શેટ્ટી અને તેમના ક્રિકેટર જમાઇ કે.એલ રાહુલે મંુબઇ નજીક થાણે વેસ્ટ ખાતે ૯.૮૫ કરોડમાં સાત એકર જમીન ખરીદી છે.

...અભિનેતા અક્ષય કુમાર ૧૦૩ કરોડમાં તેમની પ્રોપર્ટી વેચી હતી. અક્ષય કુમારે મુંબઇના રીયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા બે મહિનામાં છ પ્રોપર્ટી વેચીને ૧૦૩ કરોડ ઉભા કરી દીધા હતા. આ પ્રોપર્ટી બોરીવલી, વર્લી અને લોઅર પરેલમાં  હતી.

....બોલિવૂડની અભિનેત્રી અમૃતા પુરી અને તેમના પિતા આદિત્ય પુરીએ મુંબઇના લોઅર પરેલમાં ૩૭ કરોડમાં લકઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તે ભારતમાં સૈથી ઉચું બિલ્ડીંગ છે. એપાર્ટમેન્ટ ૪૯માં માળ પર છે.

....બોલીવૂડના સીંગર રાહુલ વૈધે અને તેમની કુટુંબે મુંબઇના ઓશીવારા ખાતેના બે ફ્લેટ પાચ કરોડમાં વેચ્યા છે.

....અભિનેત્રી કાજોલે મુંબઇના પવઇ વિસ્તારમાં તેનો એપાર્ટમેન્ટ ૩.૧ કરોડમાં વેચ્યો છે. આ એપાર્ટમેન્ટ ૨૧માં માળ પર હતો. એપાર્ટમેન્ટ વેચ્યો તેના પછી કાજોલે તેજ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૮.૭૮ કરોડમાં ૪૩૬૫ સ્કેવર ફૂટની જગ્યા લીધી છે.

હાઇ નેટવર્થ ધરાવતા લોકો મુબઇમાં પ્રોપર્ટી શા માટે વેચે છે  તે પણ જાણવા જેવું છે. કેટલાક રોકડ ભેગી કરવા માંગે છે તો ક્ટલાક અન્યત્ર મોટું રોકાણ કરવા માંગતા હોય છે. કેટલાંક બોલીવૂડ સેલિબ્રીટી ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની મિલ્કત વેચતા હોય છે.

હાઇ નેટવર્થ ધરાવતા લોકો જુની સંપત્તિ વેચીને નવા પ્રોજેક્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. બોલીવૂડ સેલિબ્રીટી પાસે પૈસાનું રોકાણ ક્યાં કરવું તેના વિશેષ સલાહકારો હોય છે. 

મુબઇમાં પ્રોપર્ટીમાં કમાણી વધુ છે. કહે છે કે શેરબજાર કરતાં પણ વધુ અને નિશ્ચિત કમાણી પ્રોપર્ટીમાં જોવા મળે છે. મુબંઇમાં પ્રોપર્ટીના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. હાઇ નેટવર્થવાળા લોકો પાસે રોકાણની તક શોધતા હોય છે.

હાઇનેટવર્થ વાળા લોકો શેર બજાર અને પ્રોપ્રટી માર્કેટમાં રોકાણ કરતા હોય છે. આ બંને ક્ષેત્રેે લોકો લાંબાગાળાનું રોકાણ કરતા હોય છે. ૭ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ સરકારે સ્થિર સંપત્તિ માટે કેપિટલ ગેઇન ટેક્સમાં એમેન્ડમેન્ટ કરતાં પ્રોપર્ટી ટ્રાન્સફરમાં લોકોએ ૨૦ ટકાના બદલે ૧૨.૫ ટકા ટેક્ષ કરાયો હતો.

એક અહેવાલ અનુસાર બોલીવૂડ સેલિબ્રીટીઓેએ છેલ્લા બે વર્ષમાં શેરબજારમાં બહુ મોટું રાકણ કર્યું હતું.કેટલાંકે પ્રોપર્ટીમાં રોકાણ  કર્યું હતું. આજકાલ શેરબજારમાં ભલે તેજીના ઉછાળા મારતા હોય પરંતુ ગયા મહિને અનેક શેર્સના ભાવ ૧૦ ટકા જેટલા તૂટયા હતા. કોઇના કહેવાથી કે દેખાદેખી શેરબજારમાં કરોડો રોકનારાને પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું.

કહે છે કે કેટલાકે ૧૦ કરોડની ખોટ ખાઇને શેર્સ વેચી માર્યા હતા અને તેમની પ્રોપર્ટી વેચીને તેમાંથી ૧૦ કરોડ કમાઇ લીધા હતા. જેના કારણે ટેક્સ સેવીંગમાં પણ લાભ થયો હતો.

બીજી તરફ મુબઇમાં લકઝરી ફ્લેટના બિઝનેસમાં લોકોને ચોક્કસ નફો દેખાતો હતો. હકીકત એ છે કે શેરબજારમાં ફટકો ખાનારા હાઇનેટવર્થવાળા લોકોએ પ્રોપર્ટી માર્કેટ પર હાથ અજમાવ્યો છે.