Get The App

ડિજિટલ પેમેન્ટ જોખમી બની રહ્યા છે: ઓનલાઇન સ્કેમર્સ વધુ સ્માર્ટ

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ડિજિટલ પેમેન્ટ જોખમી બની રહ્યા છે: ઓનલાઇન સ્કેમર્સ વધુ સ્માર્ટ 1 - image

- સેકન્ડોમાં પેમેન્ટ, સેકન્ડોમાં છેતરપિંંડી

- પ્રસંગપટ

- સ્થાનિક સ્તરે ચાર-પાંચ લોકોની ટોળકી ભેગી થઇને સિનિયર સિટીઝનોને ડિજિટલ એરેસ્ટ હેઠળ ખંખેરી લેતી હોય છે

ડિજિટલ ભારતમાં વધતી કેટલીક સવલતોની સાથે તેને પડકારતાં કેટલાંક દૂષણો પણ આવી જાય છે. જેમ કે ડિજીટલ પેમેન્ટ્સ આશિર્વાદરૂપ બન્યું છે. નાના- મોટા સૌ તેનો આસાનીથી ઉપયોગ કરી રહ્યા છે. આ ટ્રાન્ઝેક્શન્સ ખૂબ જ ઝડપથી થાય છે, પરંતુ તેની સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ તેટલી જ ઝડપથી વધી રહ્યા છે. ડિજિટલ ભારતમાં નવી ટેકનોલોજી આપતા સોફ્ટવેર ટેકનોલોજીસ્ટો જેટલા સ્માર્ટ છે તેટલા જ, કદાચ તેનાથી વધુ  સ્માર્ટ ઓનલાઇન સ્કેમ કરનારાઓ છે.

ઓનલાઇન પેમેન્ટ્સ સેકન્ડોમાં થાય છે, અને છેતરપિંડી પણ એટલી જ ઝડપથી વધી રહી છે. ભારતની ડિજિટલ ક્રાંતિએ પેમેન્ટ્સને સરળ બનાવ્યું છે. દુર્ભાગ્યે તેનો દુરુપયોગ કરવાનું પણ તેટલું જ સરળ બન્યું છે. નકલી ઓળખથી લઈને ડિજિટલ એરેસ્ટ સુધીની છેતરપિંડી કરનારાઓને રોકવા માટે બનેલી સિસ્ટમ કરતાં વધુ ઝડપથી સ્કેમ કરનારા આગળ વધી રહ્યા છે, અને વપરાશકર્તાઓએ તેની કિંમત ચૂકવવી પડી રહી છે.

મોટાભાગના મોટા ફ્રોડમાં લોન સ્ટેકીંગ (ર્નચહ જાચબંૈહય), સિન્થેટિક આઈડેન્ટિટી અને મુલે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય છે. ૨૦૨૬માં ડિજિટલ છેતરપિંડી સામે લડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ  નવા નિયમો બનાવ્યા પાછળનો મૂળ હેતુ સાયબર ફ્રોડ અટકાવવાનો છે. અનેક નિષ્ણાતોને સાથે સઘન ચર્ચા કર્યા બાદ નવા નિયમો બનાવાય છે, પરંતુ સાયબર ફ્રોડ કરનારાઓને રોકવા કે તેમની ગેંગને પકડવા સુધી પહોંચી શકાતું નથી. ફ્રોડ કરનારા માત્ર વિદેશમાં નહીં, પણ ભારતમાં જ નાના ટાઉન લેવલે પણ માથું ઉંચકી રહ્યા છે.  સ્થાનિક સ્તરે ચાર-પાંચ લોકોની ટોળકી ભેગી થઇને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ હેઠળ ખંખેરી લેતી હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે ઇન્સ્ટન્ટ ટ્રાન્સફરને રોકવા માગે છે. પૈસા ત્વરિત ટ્રાન્સફર થતા હોવાથી સ્કેમ કરનારાના મૂળ સુધી પહોંચી શકાતું નથી. 

ઝડપને કારણે તપાસ માટે સમય ન મળતો હોવાથી ચોક્કસ વ્યવહારો માટે થોડો વિલંબ (જર્રિા ગીનચઅજ) દાખલ કરવા જેવા વિચારો પર કામ કરી રહી છે, જેથી છેતરપિંડી પકડવા માટે સમય મળી રહે.

મૂલે એકાઉન્ટ જેવાં ખાતાં છે જેનો ઉપયોગ ચોરીના પૈસા ફેરવવા માટે થાય છે. આવા ૧૧ લાખથી વધુ ખાતાં મળી આવ્યાં છે. હજુ આવાં ખાતાં ધરાવનારા પકડાઇ રહ્યા છે.

ઓનલાઇન ફ્રોડ કરનારાની સંખ્યા વધી રહી છે, કેમ કે હવે તો ઝારખંડ અને ઇન્દોર જેવાં શહેરોમાં ફ્રોડ કરવાનું શીખવાડતા ક્લાસીસ શરૂ થયા છે. યુવાનો તેને આસાન બિઝનેસ સમજી બેઠા છે.  હવે છેતરપિંડી કરવા માટે કોઈ ખાસ ટેકનિકલ જ્ઞાાનની જરૂર નથી. સ્કેમ કરવા માટેના ટૂલ્સ અને ડેટા ઓનલાઈન ભાડે મળે છે.

કેટલાક આંકડા ચોંકાવી દે તેવા છે. ૨૦૨૫માં ફ્રોડ કેસની સંખ્યા ૨૮ લાખ હતી. ફ્રોડની કુલ રકમ (૨૦૨૫) રૂ. ૨૨,૯૩૧ કરોડ હતી. દર પાંચમાંથી ૧ ેંઁૈં યુઝર વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બની છે. બેંક ફ્રોડની રકમ (૨૦૨૪-૨૫) રૃા. ૩૬,૦૧૪ કરોડ પર પહોંચી છે. હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ૨૫ લાખ જેટલી ફરિયાદો મળી છે.  નાના-મોટા ૨૧,૮૫૭ ફ્રોડ કરનારા ધરપકડ કરાઇ છે.

ખરેખર છેતરપિંડી કરનારાઓ હવે વધુ સ્માર્ટ બન્યા છે. તેઓ હવે નાના ફ્રોડ કરવાને બદલે મોટાં ટાર્ગેટ પર ધ્યાન આપી રહ્યા છે. ટેકનોલોજી જેટલી ઝડપથી વધી રહી છે, સુરક્ષા માટેના પગલાં પણ તેટલા જ કડક હોવા જરૂરી છે.