કોર્પોરેટ હોસ્પિટલો મફત સારવાર માટે તૈયાર નથી
- 70 વર્ષ ઉપરનાને મફત સારવાર આવકાર્ય
- પ્રસંગપટ
- હકીકત તો એ છે કે જેમની પાસે આધાર કાર્ડ હોય તેને જ આયુષ્યમાન કાર્ડ ગણી લેવું જોઇએ
આયુષ્યમાન કાર્ડની યોજના સિનીયર સિટીઝનો માટે આશિર્વાદ સમાન છે.પરંતુ કોર્પોરેટ હોસ્પિટલોના વહિવટદારો સરકારની દરેક હેલ્થ સ્કીમને પોતાની રીતે મૂલવતા હોય છે. મોટી હોસ્પિટલો પોતાના નિયમો મુજબ ચાલતી હોય છે. સરકારી સ્કીમો કે યોજનાઓનો અમલ દેશની અમલદારશાહી પાસે આવે છે. કમનસીબી એ છે કે યોજનાઓનું અમલીકરણ તે એટલું અટપટું બનાવી દે છે કે પ્રજા પરેશાન થઇ જાય છે. દરેક યોજના વન પ્લસ વન જેટલી આસાન હોય છે પરંતુ અધિકારીઓ દરેકમાં પોતાની સ્માર્ટનેસ દર્શાવતા હોય છે અને નહીં જોઇતી તેમજ બિનજરૂરી ચીજોના ડેાક્યુમેન્ટ મંગાવે છે.
આયુષ્યમાન કાર્ડ દેશના લોકો માટે આશિર્વાદ સમાન છે. પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળી રહે છે. હવે જ્યારે ૭૦ વર્ષ અને તેની ઉપરનાઓ માટે પણ આયુષ્યમાન કાર્ડ અમલી બનાવવાની જાહેરાત કરાઇ છે ત્યારે હવે એ જોવાનું છે કે તેનેા લાભ કેટલી આસાની થી લોકો સુધી પહોંચે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વડા પ્રધાનની મહત્વકાંક્ષી યોજનાને અમલદારશાહી એવી રીતે મૂલવશે તે પર આધાર છે. અમેેરિકામાં માત્ર સિક્યોરીટી કાર્ડ બતાવવાનું હોય છે. ભારતમાં આવું આધાર કાર્ડ છે.
કોઇ પણ સિનિયર સિટીઝન આધાર કાર્ડ લઇને સારવાર માટે પહોંચે તો તેને અન્ય કાર્ડ બતાવવની જરૂર ના પડવી જોઇએ. પરંતુ અધિકીરોના પેટમા ચૂંક એટલા માટે આવે છે કે તેમની પાસે પછી કોઇ ધક્કા ખાવાના આવે અને તેમનેા કોઇ પ્રભાવ ના રહે. હકીકતતો એ છે કે જેમની પાસે આધાર કાર્ડ હોય તેનેજ આયુષ્યમાન કાર્ડ ગણી લેવું જોઇએ કેમકે તેના પર જન્મ તારીખ લખેલી હોય છે. આયુષ્યમાન કાર્ડ યોજનાની પહેલી ટર્મમાં કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોએ કેટલાક રોગોને આવરી લેવાની ના પાડી હતી. નામાંકિત કોર્પેારેટ હોસ્પિટલોએ જ્યારે દર્દીઓને કોઇ લાભ આપવાની ના પાડી ત્યારે ઉહાપોહ પણ થયો હતો. પરંતુ ના તો આવી હોસ્પિટલો સામે કોઇ પગલાં ભરાયા કે ના તો દર્દીે ખર્ચેલા કોઇ પૈસા પરત આવ્યા. ત્યારે મોટી હોસ્પિટલો સરકારી આદલર્શોને ધોઇને પી ગઇ હતી એમ કહેવાયું હતું.
હવે જ્યારે ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સરકારે આયુષ્ય કાર્ડમાં સમાવવાની વાત કરીને કરોડો ભારતીયોને રાહત આપી છે. જેમની પાસે આધાર કાર્ડ હોય તે સીધુંજ હોસ્પિટલમાં બતાવીને સારવાર લઇ શકે તેવું આયોજન કરવાના બદલે નવેસરથી અરજીઓ મંગાવાશે અને તેમાં અટપટા પ્રશ્નો મુકીને લોકોને ધક્કા ખવડાવાશે. કોણ જાણે કેમ પણ લોકોને આયુષ્યમાન કાર્ડ પર સારવાર મળશે તે કેમ તેનો ભરોસો નથી. મોટી મનાતી કોર્પોરેટ હોસ્પિટલોેએ જ્યારે એમ કહ્યું કે અમે કેટલાક રોગોની સારવાર નહીં કરીએ ત્યારે સરકારે પગલાં લેવા જોઇતા હતા તેના બદલે સરકારે તેમનો ખુલાસો માંગીને તેમની દાદાગીરીને છાવરી રાખી હતી.
જે હોસ્પિટલો ૭૦ વર્ષની ઉપરના લોકોની પાસેનું આયુષ્યકાર્ડનું સન્માન ના કરે તેમની હોસ્પિટલ સામે કડક પગલાં લેવાશે તોજ તે ડરતા ફરશે.
સરકાર ૨૦૦૦ કરોડ રૂપિયા ફાળવશે પરંતુ સિનીયર સિટીઝનોને હાશકારો થશે કે કેમ તો જાણવા માટે થોડી રાહ જોવી પડશે. હોસ્પિટલોની દાદાગીરીના નાથવા સરકાર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. મોટી હોસ્પિટલોને કાબુમાં રાખવા તેમજ દરેકને યોગ્ય સવલતો મળી રહે તે માટે સરકારે વોચ ગોઠવવી પડશે. આયુષ્યમાન કાર્ડ વાળા સાથે ઓરમાયું વર્તન કરતી હોસ્પિટલો ક્રોસ ચેકીંગ મારફતે પકડી શકાય છે. આયુષ્યમાન કાર્ડ ધરાવનારા સાથે હોસ્પિટલ કેવું વર્તન રાખે છે તે પણ ચેક કરવાની જરૂર પડશે.આયુષ્યમાન કાર્ડ સિનીયરોને ઉપયોગી બની રહે તે માટે સૌ પહેલાં હોસ્પિટલોને સૂચના આપવી પડશે.
ધૂંટણ બદલવાનું ઓપરેશન હોય કે મોતીયાનું ઓપરેશન હોય તે બંને માટે સિનીયર સિટીઝને ખાલી ખિસ્સે જવાનું હોય તે બહુ આવકાર્ય છે પરંતુ કોર્પોરેટ હોસ્પિટલો કેટલો સહકાર બતાવે છે તે મહત્વનું છે.
તે વિવિધ ચાર્જ જેવાંકે એ.સી રૂમ, સફાઇનો ચાર્જ, નાઇટ ડયુટીમાં સ્ટાફ રોકાય તેા ચાર્જ વગેરે વસૂલીને પૈસા પડાવી શકે છે. નાની ટાંકણીના પણ પૈસા વસૂલતી હોસ્પિટલો ૭૦ વર્ષની ઉપરનાને ધક્કેતો નહીં ચઢાવેને?