- ડ્રાયફ્રૂટસની માગ વાર્ષિક ધોરણે 10થી 15 ટકાના દરે વધી
- દિવાળી પૂર્વે જીએસટી ઘટતા ગ્રાહકોમાં રાહત : આયાત ઘટાડવા ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકારી પ્રયત્નો જરૂરી
- પ્રસંગપટ
દરમિયાન, દેશમાં વિવિધ ડ્રાયફ્રૂટસની માગ વાર્ષિક ધોરણે ૧૦થી ૧૫ ટકાના દરે વધી રહી હોવાનું બજારનો અમુક વર્ગ જણાવી રહ્યો હતો. બજારમાં થતાં કુલ ટર્નઓવરમાં ઈમ્પોર્ટ-લીન્કડ સૂકામેવાઓના ટર્નઓવરનો હિસ્સો વધુ રહ્યો છે. ઘરઆંગણે ઉત્પાદનમાં વૃદ્ધી ધીમી રહેતાં આયાત પર આધાર જળવાઈ રહ્યો છે. અખરોટની બાબતમાં જોઈએ તો ભારતમમાં તેનું વાર્ષિક ઉત્પાદન આશરે ૩૦ હજાર ટન આસપાસ થાય છે તથા આ ઉત્પાદનમાં છેલ્લા ૨૦થી ૩૦ વર્ષથી કોઈ ખાસ નોંધપાત્ર વૃદ્ધી થઈ નથી જ્યારે તેની સામે ચીનમાં અખરોટનું ઉત્પાદનવધતું રહી તાજેતરમાં વાર્ષિક ધોરણે ૧૧થી ૧૨ લાખ ટનની સપાટીએ પહોંચી ગયું હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં ઉત્પાદન વધશે તો આયાત પર આધાર ઘટાડી શકાશે અને આ માટે સરકારના એક્ટીવ પ્રયત્નો આવશ્યક છે અને સરકારે દિશામાં લક્ષ આપવું જરૂરી છે એવું નાટસ એન્ડ ડ્રાયફ્રુટસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં ઘરઆંગણે વિવિધ કઠોળ તથા ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સરકારે ગંભીર પ્રયત્નોે શરૂ કર્યા છે તથા આ જ પ્રકારના પ્રયત્નો દેશમાં વિવિધ સૂકામેવાઓનું ઉત્પાદન વધારવા કરવા જરૂરી હોવાનું જાણકારો જણાવી્રહ્યા હતા. ભારતમાં ખાસ કરીને જમ્મુ એન્ડ કાશ્મીર તથા હિમાચલ પ્રદતેશ, ઉત્તરાખંડ તથા અરૂણાચલ પ્રદેશમાં અખરોટનું ઉત્પાદન વધીૂ શકે એવું વાતાવરણ ઉપલબ્ધ રહ્યું છે તથા સરકારે આ દિશામાં સક્રિય પ્રયત્નો કરવા જરૂરી થે, દેશમાં પિસ્તાની માગ વાર્ષિક ધોરણે છેલ્લાં પાંચ વર્ષમાં નવ હજાર ટનથી વધતી રહી તાજેતરમં ૪૦ હજાર ટન સુધી પહોંચી ગઈ છે. આજ પ્રમાણે ઘરઆંગણે અખરોટની માગ છેલ્લા ૮ વર્ષમાં પાંચ ગણી વધી તાજેતરમાં ૯૦ હજાર ટન સુધી પહોંચી છે. દરમિયાન, આ વર્ષે દિવાળી પૂર્વે સરકારે નટ્સ તથા ડ્રાયફ્રૂટસ પરની જીએસટી હળવી થતાાં રાહત સર્જાઈ હતી. ટોસ્ટેડ કાજુ પરની જીએસટી પણ ઘટી છે. જીએસટી હળવી કરાતાં દેશમાં વેલ્યુ-એડેડ વિવિદ સૂકામેવાઓની બજારનું કદ તથા માગમાં વૃદ્ધી થવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. હવે આ ચીજો એફોર્ડેબલ ચીજો ગણાતી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. હવે નવા ગ્રાહકો આ ક્ષેત્રે આવશે તથા કન્ઝયુમર બેઝ આશરે ૯થી ૧૦ ટકા વધશે એવી ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા છે. વિશ્વ બજારમાં ભાવ વધ્યા છે ત્યારે જીએસટીમાં ઘટાડાથી ઘરઆંગણે ખાસ્સી રાહત સર્જાઈ છે. ભારતમાં કાજુ અને અખરોટ ઉપરાંત કિસમીસનું ઉત્પાદન વિશેષ થાય છે. ભારતમાં વપરાશ વધે એ માટે કેલીફોર્નિયાની બદામનું બોર્ડ તથા પીસ્તા ઉત્પાદકો વિશેષ પ્રયત્નો કરતા થયા છે. ભારતમાં ન્યુટ્રીશન હબ બનાવાની વિશેષ શક્યતાઓ છુપાયેલી છે. ભારતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કાજુનું ઉત્પાદન વધારી શકાય તેમ છે.


