- 1500 કરોડના બિનહિસાબી વ્યવહારોની તપાસ
- પ્રસંગપટ
- બોલિવુડના સેલિબ્રિટીઓની આ ફેવરિટ હોસ્પિટલ હોવાથી તે ખાસ્સી હાઇ પ્રોફાઇલ ગણાતી હતી
કોઇ પણ સંસ્થાની પ્રતિષ્ઠા ઊભી કરતાં વર્ષો લાગી જાય છે, પરંતુ તેને કકડભૂસ થઈને તૂટતાં માંડ ૨૪ કલાક થાય છે. આનું લેટેસ્ટ ઉદાહરણ મુંંબઇની લીલાવતી હોસ્પિટલ છે. તેમાં ૧૫૦૦ કરોડના કૌભાંડના પગલે બહાર આવેલી જાદુટોણા પ્રકારની વિધિની વાતોએ સંસ્થાની પ્રતિષ્ઠાના લીરેલીરાં ઉડાવી દીધી છે. હોસ્પિટલના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ કરેલી ૧૫૦૦ કરોડ રૂપિયાની ઘાલમેલ બહાર આવી તેનાથી જેટલો ઊહાપોહ નથી થયો તેના કરતાં અનેક ગણોે ઊહાપોહ હોસ્પિટલમાં ચાલતા જાદુટોણાની વાતોથી થયો છે. લીલાવતી કીર્ર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (ન્ણસ્સ્) દ્વારા ચલાવાતી લીલાવતી હોસ્પિટલ આજે મેડિકલ ક્ષેત્રે બદનામ થઈ ગઈ છે. આ ટ્રસ્ટે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ પર પૈસાના હેરફેરના આક્ષેપો કર્યા છે.
વિશેષ ગંભીર આક્ષેપ એ છે કે વર્તમાન ટ્રસ્ટીની ઓફિસના ભોંયતળિયેથી હાડકાં, હાડપિંજર, વાળ, ચોખાની પોટલી વગેરે મળી આવ્યાં છે. હોસ્પિટલના ભૂતપૂર્વ વહીવટકારોએ આચરેલા ૧૫૦૦ કરોડના કૌભાંડના અહેવાલોના કારણે લીલાવતી હોસ્પિટલને બહુ ચિંતા નહોતી, કેમ કે આર્થિક ગોટાળા તપાસનો વિષય બની જાય છે, પરંતુ આટલી મોટી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં જાદુટોણા થતાં હોય એવું જગજાહેર થાય એટલે લીલાવતી હોસ્પિટલની આબરૂના કાંકરા થઈ જવા સ્વાભાવિક છે.
મેડિકલ સાયન્સને વરેલી હોસ્પિટલ જાદુટોણા અને કાળા જાદુ જેવી વાતોમાં ભરોસો મૂકે ત્યારે આશ્ચર્ય થયા વગર ન રહે. હોસ્પિટલના પરમેનન્ટ રેસિડન્સ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ ફોરેન્સિક ઓડિટનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં પડદા પાછળ નાણાની મોટી ગેરરીતિ થયેલી નજરે પડી હતી. ૧૭ લોકો સામે પોલીસ ફરિયાદ બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. એમાં સાત ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, હોસ્પિટલમાં ઇક્વિમેન્ટ સપ્લાય કરનારા તેમજ કેટલાક છૂટક વેપાર કરનારાનો સમાવેશ થાય છે. ૧૫૦૦ કરોડની જે રકમનો ઉલ્લેખ થયો છે તે છેલ્લા બે દાયકામાં થયેલા ગોટાળાની રકમ છે.
કીર્તિલાલ મહેતાના પુત્ર કિશોરે તેમના પિતા અને માતા લીલાવતીની સ્મૃતિમાં ૧૯૯૭માં આ હોસ્પિટલ શરૂ કરી હતી. કીર્તિલાલ મહેતા તેલ એવીવમાં હીરાના વેપારી હતા. ત્યાર બાદ તેઓ ભારતની હીરા ઉદ્યોગમાં મોટું નામ ગણાવા લાગ્યા હતા.
કીર્ર્તિલાલ મહેતાએ ઉભું કરલું ગેમ્બલ ગુ્રપ ત્રણ દેશોમાં કામ કરતું હતું. હાલ આ ગુ્રપનો વહીવટ તેમનો પુત્ર રશ્મિ મહેતા કરી રહ્યો છે. મહેતા ફેમિલી સોનાની હેરાફેરી અને સ્વિત્ઝર્લેન્ડની બેંકોમાં ખાતાંની વિગતો વિવાદમાં ઉપસી છે.
લીલાવતી હોસ્પિટલની પ્રતિષ્ઠા એવી હતી કે તે ફિલ્મી દુનિયાના સેલિબ્રિટીઓ અહીં જ સારવાર કરાવવાનું પસંદ કરતા હતા. તેથી તે જાણે કે બોલિવુડ હોસ્પિટલ બની ગઇ હતી. તેમને જોઇને હાઇ નેટવર્થવાળા અન્ય લોકો પણ સારવાર માટે લીલાવતી પર જ પસંદગી ઉતારતા હતા.
લીલાવતીમાં જાદુટોણા થતા હોવાનો દાવો હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને મુબંઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કર્યો હતો. વર્ષોના કાયદાકીય આટાપાટા પછી નવા વહીવટદારોના હાથમાં સત્તા આવી છે. હિસાબોના ફોરેન્સિક ઓડિટ પછી મામલોે વધુ વિવાદાસ્પદ બન્યો છે.
પરમેનન્ટ રેસિડન્સ ટ્રસ્ટી તરીકે કામ કરતા પ્રશાંત મહેતાએ અગાઉના વહીવટદારોેએ આચરેલી ગેરરીતિઓના અહેવાલો લોકો સમક્ષ મુક્યા હતા. આ ગેરરીતીઓમાં દુબઇ, બેલ્જીયમ સ્થિત એનઆરઆઇ સાથેના શંકાસ્પદ આર્થિક વ્યવહારો પણ પકડાયા હતા. ૧૨૦૦ કરોડની ખરીદીની બિલો મોકલનારા કૌભાંડી ડિસ્ટ્રીબ્યુટરો સાથેના વ્યવહારો પણ ધ્યાનમાં આવ્યા છે.
આર્થિક કૌભાંડો હવે નવી વાત નથી રહી, પણ હેલ્થ સાથે સંકળાયેલી સંસ્થા જ્યારે જાદુટોણા જેવી વાતો સંકળાયેલી હોય ત્યારે તેની ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી છે.


