mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એપલે અનેક પ્રોડક્ટ્સ બજારમાં આવતા પહેલાં કેન્સલ કરી છે

Updated: Mar 20th, 2024

એપલે અનેક પ્રોડક્ટ્સ બજારમાં આવતા પહેલાં કેન્સલ કરી છે 1 - image


- એપલે ઇલેક્ટ્રીક કારના પ્રોજક્ટને પડતો મુક્યો 

- પ્રસંગપટ

- એપલે ટેસ્લા અને ફોર્ડ જેવી મોટી કંપનીઓનો સ્ટાફ પણ જોબ પર રાખ્યો હતો 

એપલે તેના કારના પ્રોજક્ટને પડતો મુક્યો છે. મોટી કંપનીઓ જ્યારે નવી પ્રોડક્ટ બજારમાં મુકે ત્યારે તેની ફીચર્સ વગેરેની બહુ મોટા પાયે જાહરેાત કરે છે પરંતુ જો તેમાં બહુ વાર લાગતી હોય કે લોકોને બહુ ઉપયોગી નહીં બને એમ લાગે તો તે પ્રોજેક્ટ પડતો મુકે છે. મોટી કંપનીઓને પોતાની ડ્રીમ પ્રોજેક્ટને પડતા મુકવા પોસાય એમ  હોય છે પરંતુ નાની કંપનીઓ જો પોતાના આઇડયા પડતા મુકે તો દેવાળીયા બની જાય તે નક્કી છે.

 ઓટોમેટીવ ક્ષેત્રે પ્રવેશવા એપલે તાજેતરમાં કરેલા પ્રયાસોને પડતા મુકવા પડયા છે. એપલ ઇલેકટ્રીક કાર બનાવવા માંગતી હતી અને તેમાં જનરેટીવ AI નો ઉપયોગ પણ કરવા માંગતી હતી. આર્ટિફીશ્યલ ઇન્ટ ેલીજન્સી આધારીત કાર કેવી હશે તે સમજવા લોકો ગુગલ સર્ચ કર્યા કરતા હતા. તેના માટે એપલે ટેસ્લા અને ફોર્ડ જેવી મોટી કંપનીઓનો સ્ટાફ પણ જોબ પર રાખ્યો હતો. પરંતુ એક વહેલી સવારે એપલે કહ્યું કે આપણે એપલની ઇલેક્ટ્રીક કારનો આઇડયા પડતો મુકીએે છીયે.  

એપલની કાર બજારમાં આવત તો ટેકનોલોજીની દ્રષ્ટીએ ટોપ પર હોત અને તેના ઓટોમેશન અનોખા હોત. ૨૦૧૪થી આ પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું. પરંતુ કંપનીએ પોતેજ આઇડયા પાછો ખેંંચતા કેટલાક કર્મચારીઓએ અન્ય ખાતામાં શિફ્ટ કરી લીધું છેે તો કેટલાકને નોકરી ગુમાવવી પડી છે. જો આ પ્રોજક્ટ અમલમાં આવ્યો હોત તો ટેસ્લા જેવી કાર સામે સ્પર્ધા જોવા મળત. એપલ કારનો પ્રોજેક્ટ બહુ મોટો હતો પરંતુ તેમાં બહુ દમ ના લાગતાં પ્રોજક્ટ પાછો ખેંચી લેવાયો છે.

બજારના વર્તુળો કહે છે કે એપલના ઇતિહાસ પર નજર નાખીયે તો ખ્યાલ આવશે કે એપલે અનેકવાર પીછેહઠ કરી છે.

આવુંજ આઇપોડ, આઇ ફોન, એપલ વોચ અને એર પોડ્સ વગેરે વિશે પણ થયું છે. જોકે એવું લાગે છે કે એપલ નિષ્ફળ પ્રોજેક્ટમાંથી નવું શીખી લે  છે. એપલના કેટલાક પ્રોજક્ટનું તો બજારમાં આવતાં પહેલાંજ ્અચ્યુચતમ- કેશવમ થઇ ગયું હતું.  જેમકે વાયરલેસ ચાર્જીંગ મેટ. ૨૦૧૭માં પહેલીવાર એપલે તેની જાહેરાત કરી હતી. આ મેેટ એક સાથે ત્રણ ડિવાઇસ ચાર્જ કરવાની ક્ષમતા ધરાવતું હોવાની જાહેરાત કરાઇ હતી. તેને Qi સ્ટાન્ડર્ટ વાળી બનાવાઇ હતી.(વાયરલેસ ચાર્જીંગ માટે વપરાતું સ્ટાન્ડર્ડ) જોકે આ મેટ ઉચ્ચ ગુણવત્તા વાળી નથી એમ કહીને તે પ્રોડક્ટ પડતો મુકાયો હતો. એપલ ટીવી તો બહુ ગાજ્યું હતું. ૨૦૧૧ના વર્ષ પર નજર કરો તો એપલ અલ્ટ્રા હાઇ ડેફીનેશન ટીવી ખરીદવા લોકો તૈયાર થયા હતા કેમકે તે એપલની બ્રાન્ડ સાથે જોડાયેલું હતું. એપલે ક્યારે પોતાનો ટીવીનો આઇડયા ડસ્ટબીનમાં પધરાવી દીધો તેની તો કોઇને ખબર પણ ના પડી.

એપલે તેનું પહેલું આઇપેડ બજારમાં મુકતા પહેલાં ૧૯૯૪માં ટેબ્લેટ બહાર પાડયું હતું. તેની કેટલીક ઇમેજ પણ ઓનલાઇન ફરતી થઇ હતી. ત્યારે એપલના એક્ઝીક્યુટીવે જાહેરાત કરી હતી કે ટેબ્લેટ માટે કોઇ માર્કેટ નથી માટે અમે તે પ્રોજક્ટ પડતો મુક્યો છે.  ટેબ્લેટ ડિઝાઇન કરતા એપલના અન્ય એક પ્રોજક્ટને મેસેજ સ્લેટ કરીકે ઓળખાતો હતો. 

૧૯૯૩માં તેનો ટ્રેડમાર્ક પણ મેળવ્યો હતો. જોકે એપલે તે પ્રોજક્ટ પડતો મુકીને મેસેજ પેડ બહાર પાડયું હતું.   આઇ ફોન અને તેના જેવી પ્રોડક્ટનું કેાડ નેમ W.A.L.T. તરીકે  ઓળખાતું હતું. તેમાં ફેક્સ અને કેાલર આઇડી જેવા ફીચર્સ પણ હતા.આ કેાડનેમ કેટલીક વાર ઇ બે પર પણ ઓક્શન માટે ચમક્યા હતા.

૧૯૯૨માં એપલે અન્ય એક ટેબ્લેટ તૈયાર કર્યું હતું તેનું નામ પેનલાઇટ હતું. તે મેક્ન્ટોસની ઓપરેટીંગ સિસ્ટમનું ફર્સ્ટ વર્ઝન હતું. તે પાવર પીસી કોમ્પ્યુટર માટે તૈયાર કરાયું હતું. તે કેમેરા વગર તૈયાર કરાયું હતું. 

અંતે તે પ્રોજક્ટ પણ એપલે પડતો મુક્યો હતો. એપલ પાસે મોટી રીસર્ચ ટીમ છે. તે ડીજીટલ ક્ષેત્રે નવા નવા  આઇડયા પર કામ કરે છે પછી તેને મેઇન ટીમ સમક્ષ મુકે છે. જો તે યોગ્ય લાગે તો તેના પર સંશોધન શરૂ થાય છે. જો તે લોકોપયોગી ના લાગે તો પ્રોજક્ટ પડતો મુકાય છે. એપલ એમ માને છે કે પ્રોડક્ટ વપરાશકારો માટે બહુ આસાન હોય તો જ બજારમાં મુકવી નહીંતર કંપનીની ઇમેજને ધક્કો પહોંચે છે.

Gujarat