Get The App

સિનિયરોના આર્થિક વ્યવહોરો પર કુટુંબે વોચ રાખવી જરૂરી છે

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
સિનિયરોના આર્થિક વ્યવહોરો પર કુટુંબે વોચ રાખવી જરૂરી છે 1 - image

- સિનિયર સિટીઝનોના મનમાં પોલીસ કેસનો ડર રહેલો હોય છે

- પ્રસંગપટ

- 70 વર્ષની ઉપરના લોકોને જમાનાના અનુભવી લોકો તરીકે ગણવામાં આવે છે છતાં તે ફસાય છે

ડિજીટલ એરેસ્ટ કરતી ગેંગ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સી (છૈં)નો ઉપયોગ કરીને સિનીયર સિટીઝનોને ટાર્ગેટ બનાવી રહી છે. કાયદાથી અને પોલીસના નામ માત્રથી ડરતા સિનિયર સિટીઝનોને કૌભાંડીઓ ખંખેરતા થઇ ગયા છે. પોલીસનો હાઉ તેમના મનમાં ઘર કરી ગયો છે. પોલીસ ઘેર આવશે તો કુટુંબમાં તેમજ સમાજમાં બદનામી મળશે એવા ડર હેઠળ જીવનના પાછલાં વર્ષો પસાર કરતા સિનીયર સિટીઝનોને ખંખેરવાની કૌભાંડીઓને મજા છે. એનું કારણ એ કે કેટલાય  સિનયિકો સિનિયરો પાસે તગડું એવું ૩થી ૪ કરોડનું બેંક બેલેન્સ હોય છે. ૭૦ વર્ષની ઉપરના લોકોનેે જમાનાના અનુભવી નાગિરકો તરીકે ગણવામાં આવે છે. તેમનો જીવન સંઘર્ષ જોઇને નવી પેઢી તેમનું અનુકરણ કરતી હોય છે. પરંતુ કૌભાંડીઓ તેમને ફસાવવામાં સફળ થઇ રહ્યા છે.

સિનિયર સિટીઝનોના મનમાં રહેલો ડર અને પોલીસ કેસના લફરામાં નહીં પડવાની નીતી તેમને પરેશાન કરી રહ્યા છે. સિનિયર સિટીઝનો લોકોને વ્યવહારનું ગણિત શીખવાડનનારા કહેવામાં  આવ્યા છે. તે કહે છે કે પોલીસ અને કોર્ટના પગથિયાં ના ચઢવા પડે તેવા વ્યવહારો અને વિવાદથી દુર રહેવું. આવી શિખામણોને કોઇ ગાંઠતું નથી તે પણ હકીકત છે. અહીં વાત એ છે કે જીંદગી ભર અનેક લોકોના સંપર્કમાં આવનારાને પણ અદ્રશ્ય રહીને લોકો ડરાવીને ઠગી જાય છે.

સિનિયર સિટીઝનો ડીજીટલ ક્ષેત્રે બહુ એક્ટીવ નથી હોતા. આવું ડિજીટલ અજ્ઞાાન તેમને નડી રહ્યું છે. કેટલાક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામ માત્રથી ડરવા લાગે છે તે કેટલાકને શેરબજારમાં વધુ પૈસા  કમાવવાની લાલચ આપીને ખંખેરી લેવાય છે.  જે લોકોના કુટુંબમાં આર્થિક બાબતોનું કોમ્યુનિકેશન ઓછું હોય છે ત્યાં ઓનલાઇન કૌભાંડ કરનારા ફાવી જાય છે. કમનસીબી એ છે કે પોતાના સંતાનો માટે વારસાઇમાં વધુ પૈસો છોડી જવા માટે સિનિયરો કોઇને કોઇ રસ્તો શોધ્યા કરે છે. 

પૂણમાં એક કીસ્સો એવો હતો કે ફ્લેટમાં રોજ સાંજે બાંકડા પર બેસતા સિનિયર સિટીઝનોને એક ગઠીયાએ લહેરથી ખંખેરી લીધા હતા. બેંકમાં વાર્ષિક સાત ટકાના દરે પૈસા મુકવા તેના કરતાં મહિને ૧૮ ટકાનું વ્યાજ મેળવો એવી સ્કીમ મુકીને એક ગઠીયા ટોળકીઓએ રોકાણકારોને દર મહિને વળતર આપવું શરૂ કર્યું હતું.  રોકાણકાર સિનિયરો પોતે બાહોશ છે એમ બતાવવા ખાતામાં આવતા પૈસા વારંવાર ઉપાડતા હતા. છ મહિના સુધી કૌભાંડીએ દરેકને નિયમિત પૈસા ચૂકવીને વિશ્વાસ જીતી લીધો હતો. પછી બે મહિનાની સ્કીમ મુકી હતી. જેમાં મહિને ૨૨ ટકા વ્યાજ મળે. રોકાણકારોએ બે મહિના સુધી પૈસા ઉપાડવા નહીં મળે એમ પણ કહ્યુ ંહતું. દરેકને વિશ્વાસ બેસી ગયો હોઇ પૈસા રોકવા તૈયાર થયા હતા. શરત એવી હતીકે દરેકે ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયા રોકવાના.

છેલ્લા છ મહિનામાં કૌભાંડીનો વ્યવહાર એકદમ દીકરા જેવો લાગતો હતો. લોકોએ પોતાનાં સંતાનાના નામે ખાતાં ખોલાવીને લાખો રૂપિયા રોકયા હતા. ૧૦૦ જેટલા લોકોએ ખાતાં ખોલાવ્યા અને દરેક પોતાનું ેએકાઉન્ટ રોજ સવારે ચેક કર્યા કરતા હતા. બે મહિના પછી દરેકને એવી આશા હતી કે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડાશે, પરંતુ સ્કીમ મુકનાર રફુચક્કર થઇ ગયો હતો.  

નોઇડામાં ૭૮ વર્ષના એક કાકાને ડિજીટલ એરેસ્ટ હેઠળ રાખીને તેના પર મની લોન્ડરીંગનો કેસ છે એમ કહેવાયું હતું. તેને સીબીઆઇની નોટીસ, સુપ્રીમ કોર્ટનો કેસ વગેરે બતાવીને ડરાવાયા હતા. તેમને અને તેમના ૭૧ વર્ષના પત્નીને બે અઠવાડીયા માટે ડીજીટલ એરેસ્ટ હેઠળ રખાયા હતા. તેમની પાસેથી ૩.૧૪ કરોડ રૂપિયા સિક્રેટ સુપરવિઝન એેકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તપાસ પછી તે પાછા મળશે એેવું પણ લખીને આપ્યું હતું. બે દિવસ અગાઉ અમદાવાદમાં ૮૮ વર્ર્ષના ડોક્ટરને ડિજીટલ એરેસ્ટ કરીને  આઠ કરોડ ખંખેરી લેવાયા હતા. આ કૌભાંડીઓ પૈકી કેટલાક પકડાયા છે. કમ્બોડીયાની ગેંગનું નેટવર્ક સિનિયરોને ફસાવી રહી છે.

ડીપફેક વોઇસ મારફતે પણ લોકોને છેતરાય છે. આઠ કરોડ જેટલી કિંમતની છેતરપીંડી નજરમાં આવી છે પરંતુ સામાન્ય લાખ બે લાખ જાય તો સિનિયર સિટીઝનો આબરૂ જવાની બીકે કોઇને કહેતા પણ નથી. ઘરના સિનિયર સિટીઝનના આર્થિક વ્યવહારો અને તેમની કોની સાથે ઉઠક બેઠક છે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. આવા લોકો બહુ એરોગન્ટ હોઇ કોઇની સલાહ માનતા નથી. દરેક કુટુંબોએ પોતાની સાથે રહેતા ૭૦ વર્ષ ઉપરના લોકો સાથે કોમ્યુનિકેશન વધારવું જોઇએ અને લોકોની વાતોમાં નહીં ફસાવવા ચેતવવા જોઇએ.