Get The App

અમેરિકામાં ગુજરાતીઓ એજ પોતાના લોકોને ટાર્ગેટ બનાવી કૌભાંડ આચર્યું

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ગુજરાતીઓ એજ પોતાના લોકોને ટાર્ગેટ બનાવી કૌભાંડ આચર્યું 1 - image

- સવાણી બ્રધર્સ નામની કંપની ખોલીને છેતર્યા

- પ્રસંગપટ

- સવાણી બંધુઓએ 30 મિલીયન ડોલરનો ચૂનો લગાવ્યો છે

- અમેેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં પત્નીની હત્યા કરીને ભાગતા ફરતા ગુજરાતી પર 10 લાખ ડોલરનું ઇનામ

અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ કરીને ગુજરાતી મૂળના લોકો જ્યારે હત્યા અને ફ્રોડના ગુનાઓમાં પકડાય ત્યારે આશ્ચર્ય થાય છે. આ લોકો અમેરિકાના કાયદા કાનૂન જાણતા હોવા છતાં ગેરકાયદે કામો કરતા હોય છે અને જેલભેગા થતા હોય છે. અમેેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગુજરાતીનું નામ ચમકે ત્યારે આવા ગુનેગારોના ચહેરા જોવા મળતા હોય છે. અમેરિકા સાથે સંકળાયેલા  કેટલાક ભારતીય ચહેરા આજકાલ ચર્ચામાં છે.

એક છે મોસ્ટ વોન્ટેડની યાદીમાં આવેલો ૩૫ વર્ષનો ગુજરાતી ભદ્રેશ પટેલ. જે પોતાની પત્નીની હત્યા કરીને ભાગતો ફરે છે. અમેરિકાએ તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મુકીને તેના માથે ૧૦ લાખ ડોલર કરાઇ છે. શરૂઆતમાં હત્યાની ધટના બની ત્યારે તેની માહિતી આપનાર માટે અઢી લાખ ડોલરની કરમ રખાઇ હતી જે વધારીને હવે ૧૦ લાખ ડોલર કરાઇ છે. આ નરાધમ તેની પત્નીની હત્યા કરીને ભાગી ગયો હતો. 

જેમ ભદ્રેશ પટેલનો કેસ ચર્ચાસ્પદ છે એમ ગુજરાતી મૂળના સવાણી બ્રધર્સનો કેસ પણ ચર્ચાઇ રહ્યો છે. તેણે કોઇની હત્યા નથી કરી પરંતુ અનેકના આર્થિક સપનાં રગદોળી નાખ્યા હતા.  ભાષ્કર અને અરૂણ સવાની નામના બે ભાઇઓએ સવાણી બ્રધર્સ નામની કંપની ખોલીને આચરેલા કૌભાંડના પગલે તેમને ૪૦૦ વર્ષની સજા થાય તેવી સંભાવના છે. બંનેને સંયુક્ત સજા ૮૩૫ વર્ષની થિ શકે છે. ટૂંમાં તેમનો અંત જેલમાંજ થવાનો છે. બંનેને સંયુક્ત રીતે અમેરિકામાં જોબ માટે આવતા લોકોને એચ વન બી વિઝા હેઠળ છેતર્યા હતા. બને ભાઇઓ ૬૦ વર્ષની અંદરના છે. 

તેમની સામેના ગુના સાબિત થયાહોવા થતાં તે પોતે કેટલા વગદાર છે તે બતાવવા એફબીઆઇના વડા કાશ પટેલ સાથે ફોટા પડાવીને તેને ફરતા કર્યા હતા. તેમની કંપનીમાં કામની ઓફર આપીને લોકોને વિઝા આપીને પછી તેમનું શોષણ કરતા હતા.  અમેરિકાની હલ્થ કેર સિસ્ટમને લાખો ડોલરનેા ચૂનો  લગાડનાર સવાણી બ્રધર્સ સાથે તેમની સાથે બિઝનેસ કરનારને પણ સજા થવા જઇ રહી છે. જેમાં નિરંજન સવાણી, અમન ધિલ્લોં, સુનિલ ફિલીપ, સુશાન વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકાની કોર્ટ ઓફ જસ્ટીસે કહ્યું છેકે સવાણી બ્રધર્સ નામની કંપનીને ક્રિમિનલ કંપની કહી હતી.

અમેરિકાના પ્રોગ્રામને આ સવાણી બ્રધર્સ ટાર્ગેટ કરતા હતા અને ફ્રોડ સ્કીમ ચલાવતા હતા. મેડીકેઇડ, એચવન-બી  વિઝા તેમનો મેઇન ટાર્ગેટ હતા. સવાણી બ્રધર્સમાંથી એક ભાષ્કર સવાણી વ્યવસાયે ડેન્ટીસ્ટ હોઇ તેના ઓથા હેઠળ સરકારને ગેર માર્ગે દોરીને લાખો રૂપિયા મેળવતા હતા. એમેરિકાએ મેડિકેઇડ પ્રોગ્રામ હેઠળ સસ્તા દરે તેમજ કેટલાક કેસમાં મફત સારવાર, તેમજ બાળકો અને પ્રસૂતાને તેમજ અપંગ લોકોને મફત સારવારની સ્કીમ ચલાવે છે.

હેલ્થકેર ફ્રોડ, વિઝા ફ્રોડ મની લોન્ડરીંગ અને ટેક્ષ ચોરી જેવા આરોપો તેમના પર લાગ્યા છે. તપાસ એંજસીના જણાવ્યા પ્રમાણે સવાણી બંધુઓએ ૩૦ મિલીયન ડોલરનો ચૂનો લગાવ્યો છે. વિઝા ફ્રોડમાં તે લોકો ભારતના લોકોને ટાર્ગેટ બનાવતા હતા. તેમની કંપનીનો લેટર આપીને અમેેરિકા બોલાવ્યા બાદ તેમનું શોષણ કરતા હતા. સત્તાવાળાઓએ તેમને ત્યાંથી મની લોન્ડરીંગના ડોક્યુમેન્ટ પણ પકડયા છે. અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા સતત વધી રહી છે.ગુજરાતી સમજીને લોકો જોબ માટે જતા હતા તેમનું શોષણ કરાયું હતું. ફ્રોડ કરનારાની યાદીમાં ગુજરાતીઓની સંખ્યા પણ વધી છે. જોકે કમનસીબી ેએ છે કે ગુજરાતના લોકોજ ગુજરાતીઓને ટાર્ગેટ બનાવે છે.