Get The App

AIના વારંવાર ઉપયોગ અને જટિલ વિચાર કરવાની ક્ષમતા વચ્ચે નકારાત્મક સંબંધ છે

Updated: Mar 18th, 2025

GS TEAM

Google News
Google News
AIના વારંવાર ઉપયોગ અને જટિલ વિચાર કરવાની ક્ષમતા વચ્ચે નકારાત્મક સંબંધ છે 1 - image

- અઠવાડિયે 300 મિલિયન લોકો ચેટજીપીટીનો વાપરે છે

- પ્રસંગપટ

- જનરેટિવ AIની મદદથી પૂર્ણ કરેલાં 936 કાર્યોનો નિષ્ણાતોએ અભ્યાસ કર્યો

આપણે આપણું જીવન સરળ બનાવવા માટે AI ટૂલ્સ પર આધાર રાખીએ છીએ, ત્યારે શું આપણે આપણી જાતને વધુ કે ઓછા બુદ્ધિશાળી બનાવીએ છીએ? ક્યાંક એવું તો નથી થઈ રહ્યુંને કે આપણે કાર્યક્ષમતામાં સુધારો કરવાના નામે ધીમે ધીમે મૂર્ખતા તરફ દોરાઈ રહ્યા છીએ? આ પ્રશ્ન ખાસ કરીને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. OpenAIના ChatGPTનો ઉપયોગ આજે દર અઠવાડિયે આશરે ૩૦૦ મિલિયન લોકો કરે છે. માર્કેટમાં ChatGPT જેવા બીજાં કેટલાંય AI ચેટબોટ્સ આવી ગયાં છે. 

માઇક્રોસોફ્ટ અને કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, લેખની શરૂઆતમાં પૂછાયેલા બન્ને પ્રશ્નોના જવાબ કદાચ 'હા' હોઈ શકે છે. અલબત્ત, આખી વાત દેખાય છે તેના કરતાં વધુ જટિલ છે. સંશોધકોએ અભ્યાસ કર્યો કે કેવી રીતે જનરેટિવ એઆઈનો વપરાશકર્તાઓની નિર્ણાયક વિચારસરણી પર અસર કરી શકે છે. 

સામાન્ય રીતે આલોચનાત્મક વિચારસરણી એટલે વધારે સારી રીતે, વધારે વિશદ રીતે વિચારવું. આમાં ચોકસાઈ, સ્પષ્ટતા, ઊંડાણ, સુસંગતતા અને દલીલ જેવા માપદંડોનો સમાવેશ થાય છે. વધુમાં, આપણી અંગત ધારણાઓ, જ્ઞાાનાત્મક પૂર્વગ્રહો અને અપૂર્ણ અથવા અચોક્કસ માનસિક મોડલ આપણા વિચારની ગુણવત્તાને અસર કરી શકે છે.

સંશોધકોએ ૧૯૫૬માં અમેરિકન મનોવિજ્ઞાાની બેન્જામિન બ્લૂમ અને તેમના સાથીદારોએ વિકસાવેલી જટિલ વિચારસરણીની વ્યાખ્યા અપનાવી છે. 'વ્યાખ્યા'ને બદલે, તેને જ્ઞાાનાત્મક કૌશલ્યોની શ્રેણી તરીકે જોવી જોઈએ, જેમાં માહિતીને યાદ રાખવી, સમજવી, વ્યવહારમાં લાગુ કરવી, વિષ્લેષણ કરવું, સંશ્લેષણ કરવું, તેનું મૂલ્યાંકન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

એમ પણ કહી શકાય કે આ હાઇઆરકી (વંશવેલા) આધારિત મોડલ છે, જે ધારે છે કે 'ઉચ્ચ-સ્તરની' કુશળતા 'નીચલા-સ્તરની' કુશળતા પર આધારિત છે. જોકે આ ખ્યાલ તર્ક અને પુરાવા બંનેના આધારે ખોટો સાબિત થયો છે. 

આ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એઆઈ ટૂલ્સના વારંવાર ઉપયોગ અને જટિલ વિચાર કરવાની ક્ષમતા વચ્ચે નકારાત્મક સંબંધ છે.

નવા અભ્યાસમાં આ વિચારને વધુ ઊંડાણમાં તપાસવામાં આવ્યો છે. તેમાં ૩૧૯ વ્યાવસાયિકો (હેલ્થકેર નિષ્ણાતો, શિક્ષકો અને એન્જિનીયરો) સામેલ હતા. તેમણે જનરેટિવ AIની મદદથી પૂર્ણ કરેલાં ૯૩૬ કાર્યોને ગણતરીમાં લેવામાં આવ્યા હતા. 

સંશોધન પરથી જાણવા મળ્યું કે, વપરાશકર્તાઓ પોતે કાર્યો પૂર્ણ કરતી વખતે ઓછી જટિલ વિચારસરણી અજમાવે છે, પરંતુ ચકાસણી અને સંપાદન દરમિયાન વધુ સાવચેત રહે છે. જ્યાં ખાસ્સું એવું દાવ પર લાગેલું છે તેવા હાઇ પ્રોફાઇલ કાર્યસ્થળોએ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને સંભવિત ભૂલોના ડરથી છૈં આઉટપુટની સમીક્ષા કરતી વખતે વપરાશકર્તાઓ વધુ સાવચેત રહે છે.

જોકે, એકંદરે સહભાગીઓએ જોયું કે વધેલી કાર્યક્ષમતા વધારે સતર્કતાપૂર્વક મોનિટરિંગ કરવા માટે વધુ હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો AI પર વધુ વિશ્વાસ કરે છે તેઓ સામાન્ય રીતે ઓછા આલોચનાત્મક વિચારસરણી ધરાવે છે, જ્યારે જે લોકો પોતાના પર વધુ વિશ્વાસ કરે છે તેઓ વધુ આલોચનાત્મક વિચારસરણી ધરાવતા હોય છે.

પરંતુ શું આટલું પૂરતું છે? વિવેચનાત્મક વિચારસરણી માત્ર માન્યતા ઘડતી વખતે જ નહીં, પરંતુ AIનો ઉપયોગ કરતાં પહેલાં અને કરતી વખતે પણ જરૂરી છે. જેમ કે, પ્રશ્નો અને પૂર્વધારણાઓ ઘડતી વખતે અને છૈં આઉટપુટમાં સંભવિત પૂર્વગ્રહો અને ભૂલો તપાસતી વખતે આલોચનાત્મક રહેવું આવશ્યક છે.

AI તમારા આલોચનાત્મક વિચારને નુકસાન ન પહોંચાડે તે માટે તમારે પહેલેથી જ નિર્ણાયક વિચારક બનવું પડશે. આનો અર્થ એ થાય છે કે છૂપાયેલા પૂર્વગ્રહોને ઓળખવા, વિવિધ દ્રષ્ટિકોણનું મૂલ્યાંકન કરવું અને વ્યવસ્થિત રીતે તર્કસંગતતાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે.