Get The App

ટીવી પડદાની હિરોઇનોને સાથી હિરો કરતાં ત્રણ ગણું વધુ વળતર મળે છે

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
ટીવી પડદાની હિરોઇનોને સાથી હિરો કરતાં ત્રણ ગણું વધુ વળતર મળે છે 1 - image

- ટીવી પર મહિલાઓને પાંચગણું વધુ વળતર

- પ્રસંગપટ

- હવે એ દિવસો ગયા કે જ્યારે ટીવીને સ્મોલ સ્ક્રીન કહીને દૂર રખાતું હતું

જ્યારે ધો.૧૨ કે કોમર્સના ગ્રેજ્યુએશન કે સીએના રિઝલ્ટમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓ વધુ માર્ક મેળવીને ટોપ ટેનમાં આવે ત્યારે વાંચવા મળે છેકે વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઇ. કોર્પોરેટ ક્ષેત્રે મહિલાઓ આગળ આવે કે અન્ય કોઇ સ્પર્ધામાં યુવતીઓ યુવકોને હંફાવીને આગળ આવેતો તે અહેવાલો ગૌરવભેર સમાવાય છે. વર્ષોથી મહિલાઓને નંબર ટુ  તરીકે જોવાઇ છે તેના કારણે હવે જ્યારે તે તેમના કૌવતના જોરે નંબર વન પર આવે ત્યારેે દરેક તેની સફળતાને આવકારે છે.

ટીવીની દુનિયામાં સિરીયલ ક્ષેત્રે તેના સૌથી વધુ દર્શકો મહિલાઓ હોવાનું જણાયું છે. બપોરના સમયે રીમોટ તેમના હાથમાં હોય છે અને તે મનફાવે તે સિરીયલ જોઇ શકે છે. એટલેજ કૌટુંબીક ઝગડા અને વિવાદો વાળી સિરીયલો વધુ ચાલતી જોવા મળે છે. જેમ મહિલા દર્શકોનું ટીવી પર પ્રભુત્વ છે એમ ટીવીપર મહિલા આર્ટીસ્ટોનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે. કેટલીક સિરીયલોમાં તમામ પાત્રો મહિલાઓના જોવા મળેે છે.

કેટલીક સિરીયલો સતત ટીકાને પાત્ર બને છે કેમકે ટીવીમાં બોલાતા ડાયલોગ ઘરમાં બોલાતા થાય છે અને સીરિયલમાં દર્શાવાતા ઝગડા મોડા વહેલાં સિરીયલ જોતી મહિલાોના ઘરમાં પ્રવેશે છે. ઘરમાં ઝગડા કરાવી શકતી આવી સિરીયલોમાં ઘાર્મિક વિધિ, સંવેદના, દાવપેચ અને જુઠ્ઠાણા વગેરે ઠાંસી ઠાંસીને ભર્યા હોય છે.

અહીં મહત્વની વાત એ છે કે ટીવી પ્લેટફોર્મ પર પુરૂષ કલાકારો કરતાં મહિલા કલાકારો વધુ કમાય છે અને તેમની ડિમાન્ડ પણ વધુ હોય છે. 

ટીવી પર મહિલા કલાકારોનું પુરૂષો કરતાં વધુ ડિમાન્ડ હોય છે. ટૂંકમાં કહીએ તો મહિલાનું પાત્ર ભજવતી મુખ્ય કલાકારનું મહેનતાણું પુરૂષ કલાકાર કરતાં વધુ હોય છે. ટીવી પડદા પરની નામાંકિત મહિલાઓ પુરૂષ કલાકાર કરતાં વધુ મહેનતાણુ લે છે. વાંચીને આશ્ચર્ય થશે કે બોલીવૂડની ફિલ્મો કે સાઉથની ફિલ્મોમાં પણ મહિલા કલાકારો નંબર ટુ તરીકે કે શોભાના ગાંઠીયા સમાન રખાય છે. બોલીવૂડમાં મેઇન પાત્રમાં પુરૂષ હોય છે. તેને મહિલા કલાકાર કરતાં લગભગ પાંચ ગણું વળતર મળે છે.

જેકે ટીવી પડદા પર બોલીવૂડ કરતાં ટીવી પડદા પર કામ કરતી અને મેઇન રોલ કરતી મહિલાઓ લગભગ પાંચ ગણા વળતરની માંગ કરે છે. જેમ સિરીયલની ટીઆરપી વધે એમ એમ તેમનું વળતર વધતું રહે છે. બોલીવૂડના પડદે કામ કરતી અભિનેત્રીઓના ફાળે કેટલીક ડાયલોગ બાજી અને સેક્સી સીન કરવાનું વધુ આવે છે જ્યારે ટીવી પડદાની હિરોઇનોના પહેરવેશ ડીસન્ટ અને ટીવી જોતી મહિલા દર્શકોને ગમતા હોય છે.

ટીવીના કલાકારોની આવક વિશે જાહેરમાં બહુ ચર્ચા થતી નથી. બહુ જાણીતી વાત છેકે સંદીપ રેડ્ડીની ફિલ્મ 'સ્પીરીટદમાંથી અભિનેત્રી દિપીકા સામે ચાલીને નીકળી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિપીકાને વધુ કલાકો કામ કરવું પડતું હતુ અને વળતર બહુ ઓછું મળતું હતું.

હવે એ દિવસો ગયા કે જ્યારે ટીવીને સ્મોલ સ્ક્રીન કહીને દુર રખાતું હતું. ટીવીમાં કામ કરતા મેઇન ચહેરા મહિલાઓના હોય છે. ટીવીપર  સમાન રખાય છે. બોલીવૂડમાં મેઇન પાત્રમાં પુરૂષ હોય છે. તેને મહિલા કલાકાર કરતાં લગભગ પાંચ ગણું વળતર મળે છે.

ટીવી પડદા પરની નામાંકીત મહિલાઓ પુરૂષ કલાકાર કરતાં વધુ મહેનતાણુ લે છે. વાંચીને આશ્ચર્ય થશે કે બોલીવૂડની ફિલ્મો કે સાઉથની ફિલ્મોમાં પણ મહિલા કલાકારો નંબર ટુ તરીકે કે શોભાના ગાંઠીયા સમાન રખાય છે. બોલીવૂડમાં મેઇન પાત્રમાં પુરૂષ હોય છે. તેને મહિલા કલાકાર કરતાં લગભગ પાંચ ગણું વળતર મળે છે.

જોકે બોલીવૂડ કરતાં ટીવી પડદા પર કામ કરતી અને  મેઇન રોલ કરતી મહિલાઓ લગભગ પાંચ ગણા વળતરની માંગ કરે  છે. જેમ સિરીયલની ટીઆરપી વધે એમ એમ તેમનું વળતર વધતું રહે છે.