- ક્રિએટિવીટીની વેલ્યૂ સોશ્યલ નેટવર્કે કરી
- પ્રસંગપટ
- ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાની વાત કરીને લાખો ક્રિએટર્સના કામને યથાર્થ ઠેરવ્યું છે
ભારતના અર્થતંત્ર પર મિક્સ ઇકોનોમીનું લેબલ વાગેલું છે. તેમાં ઓરેન્જ ઇકોનોમીનો પણ સમાવેશ થાય છે. ક્રિએેેટિવિટી, સસ્કૃતિ , કલા, બૌધ્ધિક સંપદાના પગલે ઉભા થતા આર્થિક તંત્ર ઓરેન્જ ઇકોનોમી કહેવાઇ છે. પંદર દિવસ અગાઉ બહાર પડેલા સમાન્ય બજેટમાં નાણાપ્રધાને ઓરેન્જ ઇકોનોમીનો ઉલ્લેખ કર્યો હતો.
આજકાલ સોશ્યલ મિડિયા પર રીલ બનાવવા, યુ ટયુબ ચેનલ શરૂ કરવી વગેરેની આવક, વેબસાઇટ પર મળતી જાહેરાતોમાંથી થતી આવક ઓરેન્જ ઇકોનોમીમાં ગણાય છે.
ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ચોથા ક્રમે આવે છે અને ખરીદ શક્તિમાં ત્રીજા ક્રમે આવે છે. ક્રિએેેટિવિટીની કિંમત ભાગ્યેજ જોવા મળતી હતી. સોશ્યલ નેટવર્ક આવ્યા પછી લોકોમાં રહેલી ક્રિએેટિવિટીને સપાટી પર લાવવાનો આસાન ચાન્સ મળ્યો હતો. પોતાના મનમાં રહેલા આઇડિયાને ચોક્કસ પ્રકારે લોકોમાં ફરતો કરવાના આશય સફળ થતા હતા.
લોકોમાં પડેલા ં ક્રિએશનને બહાર લાવવાનું ઉત્તમ કામ સોશ્યલ નેટવર્કે કર્યું છે. લોકોના મનમાં બહુ ઉરાંગ ઉટાંગ ચાલી રહ્યું હોય છે. પરંતુ તેને બહાર લાવીને લોકો સુધી પહોંચાડવાની કોઇ તક નહોતી મળતી. પોતાના મનમાં શું ચાલી રહ્યું છે અને તેવું મનમાં શા માટે ચાલે છે તેને લોકો સોશ્યલ નેટવર્ક પર બિન્દાસ્ત બોલતા લખતા થયા છે.
સરકારે લીધેલા પગલાંનો વિરોધ હોય કે તેની તરફેણ કરવાની હોય પરંતુ લોકો લખતા થયા છે. દરેક સ્માર્ટ ફોનમાં દરેક ભાષામાં લખવાની એપ્લીકેશન સામેલ હોય છે. બજેટમાં નાણાપ્રધાને ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાના પગલાં ભર્યા છે.
એનિમેશન, ગેમીંગ, વીએફએક્સ, કોમિક્સ, કોન્ટેન્ટ ક્રિયેટર્સ વગેરેમાંથી ઉભી કરાતી આવક ઓરેન્જ ઇકોનોમીમાં આવે છે. સરકાર ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ ક્રિએટીવ ટેકનોલોજીને એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમીંગ અને કોમિક્સ તેમજ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખાસ એકમ શરૂ કરવા માટે સહાય આપવાની જાહેરાત કરી છે.
નાણા પ્રધાને તેમની બજેટ સ્પીચમાં ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાની વાત કરીને લાખો ક્રિએટેર્સના કામને યથાર્થ ઠેરવ્યું છે. વોટ્સએપ તેમજ અન્ય સોશ્યલ નેટવર્ક પર નજર કરીએેતો લોકો અનેક મુદ્દા નવા લઇને આવે છે. દરેક જ્ઞાતિ, દરેક રાજકીય પક્ષ પોતાના સોશ્યલ નેટવર્ક ચલાવવા અલગ સ્ટાફ રાખે છે.
અનેક રાજકારણીઓ પોતાના સોશ્યલ નેટવર્કના હેન્ડલ ચલાવવા અલગ સ્ટાફ રાખે છે અને ેતમને તગડા પગારો પણ આપે છે. કેટલાક પ્રધાનો પોતાના મંત્રાલય મારફતે થતા કામને લોકો સુધી પહોંચાડવા સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરે છે. સેંકડો યુ ટયુબ ચેનલો છે. તેને કન્ટેન્ટ લખવા અને તેનું એડીટીંગ કરવા વિશેષ સ્ટાફ રાખવામાં આવ્યો હોય છે.
ઓરેન્જ ઇકોનોમી બેરોજગારી નાથી શકે છે તેમજ વધારાની આવક તરીકે પણ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. એ દિવસો પણ બહુ દૂર નથી કે જ્યારે મોટી કંપનીઓ અને બેંકો પોતાને ત્યાં કન્ટેન્ટ ક્રિએટર તરીકેની પોસ્ટ ઉભી કરશે અને જોબ ઓફર કરશે.
બૌધ્ધિક શક્તિને આર્થિક ઉપાર્જનમાં ફેરવવાની તક શિક્ષિત લોકોને મળતી હતી પરંતુ ક્રિએટિવીટીની વેલ્યૂ સોશ્યલ નેટવર્કે કરી હતી. કોરોના કાળ દરમ્યાન અનેક લોકોએ ઘરમાં બેસીને પોતાની ક્રિએેટિવિટીને સોશ્યલ નેટવર્કના તખ્તા પર મુકીને આર્થિક ઉપાર્જન કરવાની નવી દિશા શોધી હતી.


