Get The App

DUSUનાજંગમાં તમામ રાજકીય પક્ષોએ નાણા કોથળી ખોલી નાખી છે

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
DUSUનાજંગમાં તમામ રાજકીય પક્ષોએ નાણા કોથળી ખોલી નાખી છે 1 - image

- કાલે દિલ્હી સ્ટુડન્ટ યુનિવર્સિટી યુનિયનની ચૂંટણી

- પ્રસંગપટ

- દિલ્હીના વર્તમાન મુખ્યપ્રધાન રેખા ગુપ્તા DUSU ના પ્રમુખ પદે રહી ચૂક્યા છે

બહુ ચર્ચિત દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (DUSU)ની આવતી કાલે ચૂંટણી છે. દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં ફરતા હોય છે કે તેમના વિચારો પર દેશના લોકો અનુકરણ કરે છે અને તેમના સંગઠનોમાંથી દેશના નેતાઓ તૈયાર થતા હોય છે. માંડ પાંચ દશ નેતાઓ આવા વિદ્યાર્થી સંગઠનોમાંથી આવ્યા છે. દિલ્હીના વર્તમાન મુખ્યપ્રધાન રેખા ગુપ્તા DUSU ના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તે વિદ્યાર્થી નેતા હતા ત્યારથી એગ્રેસીવ વિચારધારા ધરાવતા હતા. તે સમયની તેમની સંગઠન ઉભું કરવાની તાકાત આજે ભાજપના ઉપયોગમાં આવી છે.  રાજકીય નેતાઓ આસાનીથી તૈયાર નથી થતા.

કુટુંબવાદ કે ભાઇ ભતીજા વાદમાંથી બનતા બનતા લોકો કરતાં વિદ્યાર્થી કાળથી પાયાનું રાજકારણ રમીને તૈયાર થયેલા રેખા ગુપ્તા કે અરૂણ જેટલી જેવા નેતાઓ વધુ સફળ પુરવાર થયા છે. એટલેજ ભાજપ વિદ્યાર્થી સંગઠન એબીવીપી ચલાવે છે, કોંગ્રેસ એનએસયુઆઇ ચલાવે છે જ્યારે ડાબેરી પક્ષો પણ AISA ચલાવે છે. કોલેજની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો પોતાનું પ્લેટફોર્મ પુરૃં પાડીને યુવાધનને પોતાની તરફ આકર્ષે છે.

DUSUની ચૂંટણીઓ હોયકે જવાહરલાલ યુનિવર્સિટીનીં વશેં માં ચૂંટણી જંગ હોય તમામ રાજકીય પક્ષો તેમાં તન-મન અને ધનથી રસ લે છે. રાજકીય પક્ષના નેતાઓ પોતાના યુવા નતાઓ માટે પ્રચાર કરવા જાય છે અને તેમના વિજય માટે નાણા કોથળીની ખુલી મુકી દે છે.

DUSU માં ચાર કેન્દ્રીય પેનલ માટે ૮૨ ઉમેદવારો ઉભા હતા. તેમાંથી આંઠના ફોર્મ રદ્દ થતાં હવે જંગમાં ૭૪ ઉમેદવારો રહ્યા છે. તેમની ચૂંટણી ઇવીએમ મારફતે થશે જ્યારે કોલેજ લેવલની ચૂંટણી મતપત્રકો મારફતે થશે.

DUSUના પ્રમુખ પદમાટે ૨૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તે પૈકી ત્રણ રદ્દ કરાતાં હવે ૨૧ ઉમેદવારો પ્રમુખ પદની રેસમાં જોવા મળી રહ્યા છે. એવીજ રીતે ઉપ પ્રમુખની રેસમાં ૧૫ ઉમેદવારો મેદાનમાં છે, સેક્રેટરી માટે ૨૦ જ્યારે જોઇન્ટ સેક્રેટરીની પોસ્ટ પર ૧૭ ઉમેદવારો મેદાનમાં છે. જે વિદ્યાર્થીઓના ઉમેદવારી પત્રકો રદ્દ થયા છે તે લોકો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારી રદ્દ કરવામાં એક મુદ્દો કોલેજમાં ૭૫ ટકાથી  ઓછી હાજરી હતી.

૨.૭૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે. એબીવીપીએ કેન્દ્રીય પોસ્ટ માટે છ વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે જ્યારે એનએસયુઆઇએ આંઠ વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે. જ્યારે ડાબેરી પક્ષોના બે વિદ્યાર્થી સંગઠને બેઠકોની વહેંચણી કરીને ચૂંટણી જીતવા પ્રયાસ શરૂ કર્યા છે. આ વર્ષે DUSUના ચૂંટણી જંગની ખાસિયત એ છે કે તેમાં લીંગદોહ કમિટીના ગાઇડ લાઇન્સનો ઉપયોગ કરાયો છે. જેમની કોલેજમાં ૭૫ ટકાથી ઓછી હાજરી હોય તે ચૂંટણીમાં ઉભા રહી શકે નહીં તે આ કમિટીના સૂચનો અનુસારનું પગલું છે.

ગયા વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસના ટેકા વાળાના વિદ્યાર્થીઓએ ૨૦૧૭ બાદ પ્રથમવાર પ્રમુખ પદ જીત્યું હતું. DUSU અને JNUમાં વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીઓ બહુ ઝનૂન પૂર્વક લડાતી હોય છે. આવી યુનિવર્સિટીની હોસ્ટેલોમાં માત્ર દેશપ્રેમની વાતો નથી થતી પણ દેશ વિરોધની પણ વાતો થાય છે. આવા વિદ્યાર્થીઓ ભણવાના બદલે ભારતના રાજકારણમાં વધુ રસ લઇ તેમાં ઘૂસવા પ્રયાસ કરે છે.

ભારત તેરે ટૂકડે હોંગે જવા નારા JNUના સ્ટેજ પરથી લગાવાયા હતા. આવા દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનાર સૂત્રધાર કનૈયા કુમાર હાલમાં કોંગ્રેસમાં છે.