- પ્રસંગપટ
- દેશમાં રવિ મોસમના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ
- ઈથેનોલ માટે માગ વધતાં દેશમાં મકાઈના વાવેતરના વિસ્તારમાં થયેલી વૃદ્ધિ
દેશમાં બાજરી, મકાઈ, જુવાર વિ. જેવા જાડા ધાન્યો માટે તાજેતરમાં માગ નોંધપાત્ર વધતી જોવા મળી છે. સરકારે આવાં ધાન્યોને પ્રચલીત કરવા વિવિધ યોજનાઓ બનાવી છે તથા આવા ધાન્યો હવે લોકપ્રિય પણ થવા માંડયા છે. આ દરમિયાન, ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડ પછી હવે આવા ધાન્યોનો વપરાશ પણ વધી રહ્યાના વાવડ મળ્યા છે. દરમિયાન, દક્ષિણ ભારતમાં તેલંગણા ખાતે મકાઈના વાવેતર તથા ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી છે.
તેલંગણામાં મકાઈના વાવેતર હેઠળનોે વિસ્તાર ગયા વર્ષે બે લાખ હેકટર્સનો નોંધાયો હતો તે આ વર્ષે વધી ૨ લાખ ૬૦ હજાર હેકટર્સનો થયાનું મકાઈ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ત્યાં આ વર્ષે મકાઈનું ઉત્પાદન વધી આશરે ૧૧ લાખ ૫૦ હજાર ટન થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા.ત્યાંની રાજ્ય સરકાર દ્વારા આશરે ૮ લાખ ટન મકાઈની ખરીદી કરવાનો ટારગેટ બનાવવામાં આવ્યો છે.
આવી ખરીદી માટે ત્યાં સરકારે આશરે ૧૨૦થી ૧૨૫ જેટલા પ્રાપ્ત કેન્દ્રોની રચના કરવાનું નક્કી કર્યાના વાવડ પણ મળ્યા હતા. આવી સરકારી ખરીદી માટે ત્યાંની રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સહયોગ માટે પણ રજૂઆત કર્યાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. મકાઈની સરકારી ખરીદી કરવા માટેના ભેજ વિષયક ધારાધારણો હળવા કરવા રાજ્ય સરકારે કેન્દ્રને અપીલ કરી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા.
આ વર્ષે વ્યાપક વરસાદના કારણે તેલંગણામાં ડાંગર, મકાઈ તથા કપાસના પાકને અસર પડી છે તથા નવા માલોમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, દેશમાં રવિ મોસમના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી છે. વિવિધ ખરીફ પાકોની કાપણી સમયસર થઈ જતાં રવિ મોસમના વાવેતર માટે અનુકૂળતા સર્જાઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
આ વર્ષે રવિ મ ોસમમાં પ્રાથમિક આંકડાઓ મુજબ મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે સાડા ત્રણ લાખ હેકટર્સનો નોંધાયો છે. જ્યારે જુવારના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે સાડા પાંચ લાખ હેકટર્સ નોંધાયો છે. જવના વાવેતર હેઠળનો વિસ્તાર વધી એક લાખ હેકટર્સની ઉપર ગયો છે.
આ વર્ષે રવિ મોસમમાં પ્રાથમિક તબક્કે વિવિધ કૃષી ચીજોના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૨૬થી ૨૭ ટકા વધી દેશવ્યાપી ધોરણે ૧૩૦ લાખ હેકટર્સ આસપાસ થયો છે જે ગયા વર્ષે આ ગાળામાં આશરે ૧૦૧થી ૧૦૨ લાખ હેકટર્સ આસપાસ નોંધાયો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મકાઈનું ઉત્પાદન આશરે ૨૦થી ૨૧ લાખ ટન જેટલું થવાની શક્યતા છે. જેશવ્યાપી ધોરણે આ વર્ષે રવિ મોસમમાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર પ્રાથમિક તબક્કે આશરે ૧૩થી ૧૪ ટકા વધ્યો છે.
જ્યારે જવના વાવેતર હેઠળનો વિસ્તાર આ ગાળામાં બમણો થઈ ગયો હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. જુવારના વાવેતર હેઠળનો વિસ્તાર પણ વધી આ ગાળામાં આશરે સાડા પાંચ લાખ હેકટર્સ સુધી પહોંચ્યો છે. ન્યુટ્રી તથા જાડા-બરછટ ધાન્યોના વાવેતર હેઠળનો રવિ મોસમનો વિસ્તાર આ વર્ષે પ્રથમ તબક્કાના ગાળામાં આશરે ૧૨થી ૧૩ ટકા વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર વિષયક ચાલી રહેલી વાતચીતમાં મકાઈનો વિષય પણ ચર્ચામાં રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં ઈથેનોલના ઉત્પાદનમાં મકાઈનો વપરાશ વધ્યો છે તથા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની નજર હવે મકાઈ વપર પણ પડી હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.
ભારત દ્વારા અમેરિકાના મકાઈની આયાત સલકરવામાં આવે એ માટે અમેરિકાની સરકારે તાજેતરમાં ભારતને રજૂઆત કરી હોવાના સમાચાર પણ મળ્યા હતા.
ભારતમાં મકાઈનું ઉત્પાદન હેકટર દીઠ સરેરાશ ચાર ટન આસપાસ રહ્યું છે જ્યારે વૈશ્વિક સરેરાશ આવા ઉત્પાદનની આશરે છ ટનની રહી છે. આમ છતાં ભારતમાં મકાઈના ઉત્પાદનમાં તાજેતરમાં વિશેષ વૃદ્ધી થઈ છે દરમિયાન, ભારતમાં ૨૦૨૪-૨૫માં મકાઈની આ.ાત આશરે દસ લાખ ટનની થઈ હતી અને આવી આયાત મુખ્યત્વે મ્યાનમારથી તથા યુક્રેનથી કરવામાં આવી હતી. હવે ભારતે અમેરિકાથી મકાઈની આયાત વધારવી જોઈએ એવો આગ્રહ અમેરિકાની સહકાર રાખી રહી છે ત્યારે વૈશ્વિક અનાજ બજારમાં આ પ્રશ્ને ખાસ્સી ચર્ચા પણ જાગી છે.


