For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પર્યાવરણની જાળવણી માટે ભારત ન્યુક્લિયર ક્ષમતા વધારશે

Updated: Nov 17th, 2022

Article Content Image

- જંગલોને કાપીને જ શહેરો વસાવવામાં આવ્યાં છે

- પ્રસંગપટ

- સવારે સ્વચ્છ વાયુનું સેવન કરવાથી અનેક પ્રકારના માનસિક રોગોમાં રાહત મળે છે 

ભારતે તાજેતરમાં ઇજિપ્ત ખાતે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં 'લો એમિશન્સ' (એટલે કે પર્યાવરણને ઓછું પ્રદૂષિત કરતા વાયુઓ છોડવા) તરફ ગતિ કરવા માટેની લાંબા ગાળાની વ્યુહરચનાની ઘોષણા કરી. આનો સાદો અર્થ એ થયો કે આવતાં દસ વર્ષ દરમિયાન ભારતની ન્યુક્લિયર પાવર ક્ષમતા કમસે કમ ત્રણ ગણી વધશે.  વળી, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ભારત આખી દુનિયાનું હબ બનશે. આ ઉપરાંત પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ પણ વધશે. 

આપણા શરીર તથા મનને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ હવા મળવી અત્યંત જરૂરી છે. માણસ ભોજન વગર તો થોડા દિવસ જીવતો રહી શકે છે, પરંતુ જો તેને પ્રાણવાયુ ન મળે તો તેનું જીવતા રહેવું અશક્ય છે. માણસ આખો દિવસ શ્વાસ લે છે તેમાં લગભગ ૨૧% ઓક્સિજન હોય છે. આપણા શરીરને પૂરતો ઓક્સિજન મળે તો જ બધાં અંગો સારી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. શરીરમાં રુધિરાભિસરણને લીધે બધાં અંગો સુધી ઓક્સિજનનું વહન થાય છે. 

પર્યાવરણમાંથી આપણને સૌથી વધારે ઓક્સિજન વૃક્ષો-વનસ્પતિઓમાંથી મળે છે. વાતાવરણમાં જે ઓક્સિજન છે તેમાંથી ૫૦થી ૬૦% ઓક્સિજન સમુદ્રી વનસ્પતિ આપે છે. પૃથ્વી પરની વનસ્પતિઓમાં પીપળો, વડ, લીમડો, તુલસી વગેરે વધારે ઓક્સિજન આપે છે. પીપળાનું વૃક્ષ તો આપણને ૨૪ કલાક ઓક્સિજન આપે છે. વાંસ ખૂબ ઝડપથી વધતી વનસ્પતિ છે. તે બીજાં વૃક્ષો કરતા ૩૦% વધારે ઓક્સિજન આપે છે. આ રીતે જોઇએ તો વૃક્ષ તથા વનસ્પતિઓ વાતાવરણમાં ઓક્સિજન છોડનારી ફેક્ટરીઓ છે.

સારી રીતે કાર્ય કરી શકવા માટે આપણા શરીરનાં બધાં અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો ખૂબ જરૂરી છે. આ માટે આપણે એવો ખોરાક લેવો જોઇએ, જે આપણા લોહીમાં વધારેમાં વધારે ઓક્સિજન પહોંચાડે. અંકુરિત અનાજમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. સૂકી કાળી દ્રાક્ષ, ખજૂર, આદુ, ગાજર તથા લીલાં શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે. ફળો વિટામિનોથી ભરપૂર હોય છે. તેમના કારણે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત પાણી પણ ઓક્સિજનનો સારો સ્ત્રોત છે. તે શરીરને સ્વસ્થ રાખે છે. તેથી જ દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ.

વહેલી સવારે ફરવા જવાથી તથા ઊંડા શ્વાસ લેવાથી શરીરને ખૂબ ઓક્સિજન મળે છે. એનાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બને છે તથા શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શુદ્ધ હવાથી હાડકાં તથા માંસપેશીઓ મજબૂત બને છે અને શરીરમાં નવા કોષોનું નિર્માણ થાય છે. પ્રાતઃકાળની શુદ્ધ હવાથી શરીરમાં રક્તકણોનું નિર્માણ થાય છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે બેચેની તથા ગભરાટને દૂર કરવા માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવા ખૂબ લાભકારક છે. સવારના સ્વચ્છ વાયુનું સેવન કરવાથી અનેક પ્રકારના માનસિક રોગોમાં રાહત મળે છે. આ ઉપરાંત ટીબી, દમ તથા ફેફસાંના રોગોમાં સવારની શુદ્ધ હવા ખૂબ લાભકારક છે. હવા ઉત્તરોત્તર દૂષિત થવાથી અનેક પ્રકારના રોગો થઇ રહ્યા છે.

શુદ્ધ હવા એ પ્રકૃતિએ મનુષ્યને મફત આપેલી સર્વોત્તમ ભેટ છે. જો તાજી અને શુધ્ધ હવા લેવી હોય અને નિરોગી રહેવું હોય તો ધરતીને ફરીથી લીલીછમ બનાવવી પડશે. આજે આપણાં શહેરોમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. તેનું કારણ વધી રહેલાં ઉદ્યોગો તથા વાહનો છે.  બીજું મહત્ત્વનું કારણ વૃક્ષોનો અભાવ છે. જંગલોને કાપીને જ શહેરો વસાવવામાં આવ્યાં છે. દર વર્ષે જન્મદિવસે કેક કાપવાને બદલે સ્વજનો તથા મિત્રોને એક એક છોડ ભેટમાં આપવો જોઇએ.

ટાબરિયાં હજુ ચાલતાં શીખતા ન હોય ત્યારથી હરખપદૂડા માબાપ એના માટે મોંઘીદાટ બર્થડેપાર્ટીઓ યોજવા લાગે છે. બર્થડેના દિવસે સ્કૂલોમાં યુનિફોર્મની જગ્યાએ કોઈ પણ કપડાં પહેરવાની છૂટ. સોશિયલ નેટવર્કનો પ્રભાવ વધ્યા પછી બર્થડેની ઉજવણીનું મહત્ત્વ ઓર વધ્યું કેમ કે એની તસવીરો ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર શેર કરવાની હોય! 

સિક્કાની બીજી બાજુ એ છે કે આપણી જીંદગીમાંથી એક વર્ષ  ઓછું થઇ ગયું છે, પણ તેના વિશે વિચારવું ગમતું નથી. ક્યારેક કેટલાક નેતાઓ કહેતા હોય છે કે અમે સાદાઇથી બર્થડે ઉજવીશું અને યુવાનો તેનું અનુકરણ કરે, પણ આવું આયોજન કાગળ પર જ રહી જાય છે. કથાકારો અને મહારાજનું બિરૂદ પામેલાઓ પણ જાહેરમાં જોરશોરથી બર્થડે ઉજવતા શરમ અનુભવતા. 

Gujarat