Get The App

તમિળનાડુમાં વિજયનું પલ્લું ભાજપ તરફ વળવાના સંકેત

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
તમિળનાડુમાં વિજયનું પલ્લું ભાજપ તરફ વળવાના સંકેત 1 - image

- વિજયની લોકપ્રિયતા ડીએમકેના મુખ્ય પ્રધાન સ્ટાલીન કરતાં વધારે 

- પ્રસંગપટ

- અભિનેતા પવન કલ્યાણ વિજય અને ભાજપ વચ્ચે જોડાણ કરાવવા મધ્યસ્થી કરી રહ્યા છે

પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ભારતનું રાજકારણ હવેના દોઢ મહિના માટે એટલે કે ૪ મેના રોજ પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી ચૂંટણી પ્રચાર ને ત્યાર બાદ ચૂંટણીની ઉથલપાથલોમાં વ્યસ્ત રહેવાનું છે. તમિળનાડુમાં જેની પાસે અભિનેતા વિજય (ચન્દ્રશેખરન જોસેફ વિજય) હશે તેનો વિજય થાય તેવી સંભાવના છે.  

ભાજપ એકલા હાથે તમિળનાડુમાં ચૂંટણી લડી શકે એમ નથી. એનડીએનો એક ઘટક પક્ષ અન્ના ડીએમકે ભાજપ સાથે છે, પરંતુ ભાજપની નજર વિજય પર ચોંટેલી છે. અભિનેતા વિજયનો પક્ષ  ટીવીકે (તમિળગા વેટ્ટી કડગમ)ને લોકો મત આપવા એટલા માટે આપશે કે તેની લોકપ્રિયતા ડીએમકેના મુખ્ય પ્રધાન સ્ટાલીન કરતાં અનેક ગણી વધારે છે.

અભિનેતા વિજયની સભામાં લોકોનો જુવાળ જોઇને મુખ્યપ્રધાન સ્ટાલીનના પેટમાં ફાળ પડી છે. વિજયની સભામાં થયેલી ધક્કામુક્કીમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ડીએમકેની સરકારે કાયદાકીય પગલાં ભર્યા પણ વિજયની ધરપકડ કરવા સુધી હાથ નહોતા લંબાવ્યા, કેમ કે ડીએમકેના સત્તાધીશો જાણતા હતા કે જો વિજયની ધરપકડ કરીશું તો ખરેખર રાજકીય હીરો બની જશે, લોકો તેને ખભે ઉંચકીને ફેરવશે અને તેની જીત પાક્કી થઇ જશે.

કોંગે્રસે વિજયની મુવમેન્ટ બાબતે કોઇ પ્રત્યાઘાત નથી આપ્યા, પરંતુ જોડાણ ના થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. સત્તાધારી પક્ષ ડીએમકે સામે અભિનેતા વિજય ભાજપ સાથે જોડાણ કરે તેનું ટેન્શન ઊભું થયું છે. અભિનેતા વિજયના નેતૃત્વવાળો પક્ષ ડીએમકે તમિળનાડુના જંગમાં પ્રવેશવા તલપાપડ છે. 

તમિળનાડુની પ્રજા ફિલ્મી ચહેરા પાછળ ઘેલી હોય છે. તમિળનાડુનો ચૂંટણી જંગ માત્ર ડીએમકે અને અન્ના ડીએમકેના નેતૃત્વવાળા એનડીએે વચ્ચે નથી રહેવાનો, પણ તેમાં હવે વિજય નામનું ફેક્ટર ઘણી ઉલટફેર કરી શકે છે.  વિજય અને એનો રાજકીય પક્ષ ટીવીકે કિંગ મેકર બને તેવા ચાન્સ ઊભા થયા છે.

ભાજપ વિજયને મનાવવા એને નાયબ મુખ્યપ્રધાનનો હોદ્દાની ઓફર કરી રહ્યા છે, જ્યારે વિજયના સમર્થકો એને  મુખ્યપ્રધાનનો હોદ્દો મળેે તેમ ઇચ્છે છે. વિજય સક્રિય રાજકારણમાં પ્રવેશીને ભાજપ સાથે જોડાય તો તે લોકોમાં વધુ લોકપ્રિય બની શકે છે. સત્તાધારી ડીએમકેની કમનસીબી એ છે કે કોંગ્રેસ સહીત ૧૫ નાના-મોટા પક્ષ સાથે તે જોડાયેલી છે. દરેક પક્ષને સાચવવાનું તેને ભારે પડવાનું છે ેએટલે તે સાથી પક્ષો ઓછા કરવા માગે છે, પરંતુ વિજય નામનું ફેક્ટર તેમની ઊંઘ હરામ કરી રહ્યું છે. 

વિજયના પક્ષને ભાજપ સાથે જોડવાના પ્રયાસો સફળ એટલા માટે થઇ શકે છે ચૂંટણી પહેલાંના બે મહિના અગાઉ ભાજપના મધ્યસ્થીકર્તાઓ વિજયની આસપાસ ગોઠવાઇ ગયા છે. વિજયને નાયબ મુખ્યપ્રધાન અને  ૮૦ બેઠકો આપવાનું પ્રોમીસ અપાયું છે. ભાજપના સૂત્રો કહે છે કે નાયબ મુખ્યપ્રધાન પદની ઓફર વિજય નહીં સ્વીકારે તો છેલ્લે તેને મુખ્યપ્રધાન બનાવવા માટે પણ ભાજપ તૈયાર થઇ જશે. 

તમિળનાડુમાં ડીએમકેને હરાવવું ભાજપ અને અન્ના ડીએમકે માટે મુશ્કેલ છે. જે દિવસે વિજય સાથે જોડાણ  થશે તે જ દિવસે તમિળનાડુમાં ડીએમકેની હાર નિશ્ચિત બની જવાની છે. ભાજપના મોવડી મંડળે અને વિજયના સમર્થકો વચ્ચે મંત્રણાઓ ચાલી રહી છે. વિજય વડાપ્રધાન મોદીના સમર્થક હોવાથી એ ભાજપ સાથે જોડાય તેવી સંભાવના વધારે છે. તમિળનાડુમાં ડીએમકે સરકાર સામે એન્ટી ઇન્કમબન્સી મોજું પ્રસરેલું છે. 

ભાજપ જાણે છે કે અન્ના ડીએમકેના ભરોસે રહીને સરકાર રચી શકાય એમ નથી. તમિળનાડુના બે પ્રાદેશિક પક્ષો ડીએમકે અને અન્ના ડીમકેની સ્થાપના પાછળ દક્ષિણની ફિલ્મોેના નામાંકિત ચહેરા રહેલા છે, જેના કારણે દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ તમિળનાડુમાં પ્રાદેશિક પક્ષોના ટેકા વગર સરકારમાં ભાગીદાર બની શકતા નથી.

તમિળનાડુુના લોકો વિજયની એક ઝલક મેળવવા ઘેલા-ઘેલા થઈ જતા હોય છે. વિજયના કરિશ્માથી માત્ર તમિળનાડુની પ્રજા જ નહીં, પણ ભાજપ પણ અંજાયેલું છે.  કહે છે કે અભિનેતા પવન કલ્યાણ વિજય અને ભાજપ વચ્ચે જોડાણ કરાવવામાં મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે.