EVs ક્ષેત્રે મહત્ત્વની બેટરીનું મોટા પાયે ઉત્પાદન કરવાની તૈયારી

Updated: Jan 17th, 2023


- ઇલેક્ટ્રિક વેહીકલની બેટરી ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ

- પ્રસંગપટ

- સુઝુકી મોટર્સ ભારતમાં ઇવી  બેટરીનું ઉત્પાદન કરવા 10,400 કરોડ રુપિયાનું રોકાણ કરશે

ઇલેક્ટ્રિક વેહીકલ (EVs)આજકાલ આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે. દિલ્હી ખાતેના ઓટો એક્સપોમાં  ઇલેક્ટ્રિક કારનાં નવાં મોડલો અને તેનો કોન્સેપ્ટ જોવા લોકો ટોળે વળતા હતા. ઓટો મોબાઇલ ક્ષેત્રે સંકળાયેલા લોકો માને છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વેહીકલ ધાર્યા કરતાં વહેલાં પ્રસરી જશે. લોકો પેટ્રોલ-ડિઝલ અને સીએનજી પરથી વહેલી તકે ઇવી પર શિફ્ટ થવા માંગતા હોય તેમ તેમની વધતી જીજ્ઞાાસા પરથી લાગી રહ્યું છે. ૨૦૨૨માં ઇલેક્ટ્રિકવેહીકલના વેચાણમાં ૨૦૦ ટકાનો વધારો થયો હતો. સરકાર પણ ઇવીના ઉત્પાદનને વધારવા ટેકો આપી રહી છે.

ઇલેક્ટ્રિક વેહીકલના ઉત્પાદન બાબતે ભારતની મહત્ત્વાકાંક્ષા વિશ્વની નજરમાં આવી ગઇ છે. વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતને ઇલેક્ટ્રિક વેહીકલના ઉત્પાદનનું સપનું સાકાર કરવું હશે તો સ્થાનિક સ્તરે લિથિયમ આયન બેટરી માટેના રો મટીરીયલની જરૂર પડશે.

ભારત હવામાં છોડાતા કાર્બનના ધૂમાડા ઓછા કરવા માગે છે જેમાં ઇવી સહાયક સાબિત થઇ શકે છે. સરકાર વિવિધ રીતે મદદ કરી રહી છે, જેમ કે ઇવીના  ટુ-વ્હીલર અને  ફોર વ્હીલરના ખરીદદારોને ૪૫,૦૦૦થી ત્રણ લાખ રુપિયા સુધીની સબસિડી અપાય છે. સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ઇવીના ઉત્પાદકોને લાભદાયી બની શકે છે. ભારતના લોકો નવો ફેરફાર વહેલો અપનાવી લેતા હોય છે. ભારતના વાતાવરણને કાર્બન મુક્ત બનાવવા માટેના સરકારના પ્રયાસોને ટેકો આપવા લોકો પણ સહકાર આપી રહ્યા છે. ખાડે ગયેલા પર્યાવરણથી સૌ કોઈ ત્રસ્ત છે.

ભારત હવે ઇવી માટેના બેટરી મટીરીયલના ઉત્પાદન પર ધ્યાન આપી રહ્યું છે.  ઇવીના ઉત્પાદકોને બેટરીની સમસ્યા ના નડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચીનના બેટરી મટીરીયલનો વિકલ્પ ઊભો કરાઇ રહ્યો છે. સરકાર સ્થાનિક સ્તરે બેટરી બનાવે તો ઇવીની કિંમતો સસ્તી થાય અને વધુ વપરાશકારો તે તરફ વળે. હાલમાં ઇવીની કિંમતો ગ્રાહકોને વધુ લાગે છે, કેમ કે તેની બેટરીની કિંમત વધુ છે.

ક્લીન એનર્જી માટેના ભારતના પ્રયાસોને ટેકો આપવા રીલાયન્સ ઇન્ડસ્ટ્રી અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી,રાજેશ એક્સપોર્ટ અને અદાણી વગેરે બેટરી સેલના ઉત્પાદન માટેની રીસર્ચ પાછળ કરોડો રોકી રહ્યા છે. સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટે તાજેતરમાં એવી જાહેરાત કરી હતીકે ભારતમાં તેમની કંપની ઇવી અને તેની બેટરીનું ઉત્પાદન કરવા માટે ૨૦૨૬ સુધીમાં ૧૦,૪૦૦ કરોડ રુપિયાનું રોકાણ કરશે.

હવે જ્યારે અનેક ઉત્પાદકો મેદાનમાં આવશે ત્યારે ભારત લિથિયમ આયન સેલ ગીગાવોટના સ્તરે બનાવશે અને યુરોપના દેશોેમાં એક્સપોર્ટ પણ  કરશે એવું આયોજન છે. ઇલેક્ટ્રિક વેહીકલની ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો માને છેે કે ભારતે સપ્લાય ચેન અને રીસાયક્લિંગની ક્ષમતા પણ ઊભી કરવી પડશે.

વિશ્વભરના કાર ઉત્પાદકો ભારતમાં ચાલી રહેલી બેટરી ઉત્પાદન વધારવાની ગતિવિધિ પર નજર રાખીને બેઠા છે.

હાલમાં ઇવી ક્ષેત્રે બેટરી ઉત્પાદનમાં ચીનનું પ્રભુત્વ છે. લિથિયમ માટે ભારતે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો છે, પણ બેટરી માટેનું મટીરીયલ તે બનાવી પણ શકશે અને ઇવી માટે ઉપયોગમાં પણ લઇ શકશે. 

ભારત હાલમાં રો મટીરીયલ માટે ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં છે, જે વિશ્વની કુલ જરુરિયાતનું અડધોઅડધ લિથિયમ એક્સપોર્ટ કરે છે. કોલ ઇન્ડિયાએ તાજેતરમાં કહ્યું છે કે અમે બેટરીમાં વપરાતા મેટલ અને મિનરલ્સ ખોેદી કાઢીશું. ૨૦૨૧માં કર્ણાટક નજીક લિથિયમ મળ્યું હતું, પરંતુ આ અંગે વધુ સંશોેધન ચાલી રહ્યું છે. ઇવી બેટરીમાં વપરાતા મટીરીયલમાં કોપરનો પણ સમાવેશ થાય છે. ભારતમાં કોપરના સૌથી મોટા ઉત્પાદક હિન્ડેલ્કોેએ કહ્યું હતું કે આગામી દશ વર્ષમાં અમે હાલ કરતાં ડબલ ઉત્પાદન કરીશું.

વેદાન્તા કંપની  બંધ થયા પછી ભારત કોપરની આયાત કરતું હતું, પરંતુ હવે ભારતે વર્ષે ૫૦૦,૦૦૦ ટન કોપરના ઉત્પાદન માટે પ્લાન્ટ ઊભો કર્યો છે. સંભવત: ૨૦૨૪માં તેનું ઉત્પાદન શરૂ થઇ જશે. માત્ર લિથિયમનો જ શોર્ટ સપ્લાય છે એવું નથી, પરંતુ ભારતમાં નિકલ, કોબાલ્ટ, ગ્રેફાઇટ, મેંગેનીઝની પણ શોર્ટેજ છે.

    Sports

    RECENT NEWS