mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઓન લાઇન ગેમીંગનું વ્યસન નેટ પર જુગારના વૈશ્વિક અડ્ડા

Updated: Aug 18th, 2021

ઓન લાઇન ગેમીંગનું વ્યસન નેટ પર જુગારના વૈશ્વિક અડ્ડા 1 - image


- ઓન લાઇન ગેમીંગના વ્યસનની સમસ્યા

- પ્રસંગપટ

- તમિળનાડુએ કાયદો બનાવીને રમી અને પોકર જેવી ઓનલાઇન જુગાર કે સટ્ટાની સાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે

ઓન લાઇન ગેમીંગ લોકપ્રિય બનતી જાય છે. ઓન લાઇન ગેમીંગ રમનારા તેમાં એટલા ડૂબી જાય છેે કે તેનું તેમને વ્યસન થઇ જાય છે. નાના છોકરાઓ પણ તેના વ્યસની થઇ જાય છે. તેના કારણે છોકરાઓ આઉટડોર ગેમ ભૂલી ગયા છે અને આખો દિવસ તેમાં ડૂબેલા રહે છે. તાજેતરમાં સુરત ખાતે એક નરાધમે એક બાળકીના નાના ભાઇની હાજરીમાં તેના પર બળાત્કાર કર્યો હતો. નરાધમે બંનેને મોબાઇલ પકડાવી દઇને ઓનલાઇન ગેમને રવાડે ચડાવી દીધા હતા. દેશમાં લાખો લોકો ઓન લાઇન ગેમ્સના વ્યસની બનેલા છે. નવરાશની પળોમાં કે ટાઇમ કિલીંગ જોબ તરીકે આવી ગેમનો પ્રારંભ થયો હતો પરંતુ હવે તે રોજીંદા જીવન સાથે વણાઇ ગઇ છે. હવે તો તેના પર ઓન લાઇન જુગાર પણ રમાઈ રહ્યો છે. 

અબજો ડોલરમાં રમતી ઓન લાઇન ગેમીંગ ઇન્ડસ્ટ્રીમાં ભારત એક અબજ ડોલર સાથે પાંચમા ક્રમે આાવે છે. ૨૦૨૩માં ભારતની ગેમીંગ ઇન્ડસ્ટ્રી બે અબજ ડોલરને વટાવશે એમ મનાય છે. ઓનલાઇન ગેમીંગ પ્રત્યે સરકાર મોં ફેરવીને બેઠી છે અને તેને કોઇ પ્રોત્સાહન નથી મળતું કે નથી તો તેના કોઇ ચોક્ક્સ કાયદા તૈયાર કરાતા. 

તાજેતરમાં તમિળનાડુ સરકારે કાયદો બનાવીને રમી અને પોકર જેવી ઓનલાઇન જુગાર કે સટ્ટો રમાડતી સાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. એવીજ રીતે મદ્રાસ હાઇકોર્ટે પણ ગયા મહિને ઓનલાઇન ગેમીંગ પર કડક પગલાંનો આદેશ આપ્યો છે. ઓનલાઇન ગેમીંગ હવે મોટો  બિઝનેસ બની જતાં સરકાર તેના માટે નવી નિતી ઘડવા અને તેને ટેક્ષના માળખામાં આવરી લેવા પ્રયાસ કરી રહી છે. ઓનલાઇન ગેમીંગને જીએસટીના માળખામાં આવરી લેવાની તૈયારી થતા મુક્ત પણે બિઝનેસ કરનારા કહે છે કે અમારા પર જીએસટી લદાશે તો અમારી પ્રગતિ માટે તે અવરોધ રૂપ સાબિત થશે. વિશ્વમાં ૨૦૧૯માં ઓનલાઇન ગેમીંગનો બિઝનેસ ૩૮ અબજ ડોલર પર પહોંચ્યો હતો. ૨૦૨૫માં તે ૧૨૨ અબજ ડોલર પર પહોંચશે એમ મનાય છે. ઓનલાઇન ગેમીંગ વાળા પ્લેયર્સને વિવિધ ગેમની ઓફર કરતા હોય છે જેમકે ફેન્ટસી સ્પોર્ટ, ઇ સ્પોર્ટ, સ્કીલ બેઝ સ્પોર્ટ, રમી અને પોકર જેની કાર્ડ આધારીત ગેમ્સનો સમાવેશ થાય છે. 

સાઉથ કોરિયાની એક  ગેમિંગ કંપનીએ સબસ્ક્રીપશન ભરનારાઓને  ઇ-સ્પોર્ટ ટુર્નામેન્ટ પણ રમાડી હતી. તેનું નામ બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા સિરીઝ હતું. ગઇ ૧૯ જુલાઇથી તે શરૂ થઇ હતી અને તેમાં એક કરોડના ઇનામો પણ રખાયા હતા. ગયા મે માસમાં ઓનલાઇન ગેમીંગ કંપનીઓ પર ટેક્સ લાદવા તેમની વેલ્યુએશન નક્કી કરવા પ્રયાસ કર્યો હતો. જીએસટી કાઉન્સીલની ગૃપ ઓફ મિનીસ્ટરે વેલ્યૂએશન નક્કી કર્યું હતું. ઓન લાઇન ગેમીંગ ફર્મ પર ટેક્સ લાદવા કાઉન્સીલે છ મહિનાનો સમય આપ્યો છે. કહે છે કે ટેક્ષના બે મોડલ પર કામ થઇ રહ્યું છે. 

એક મોડલમાં આવક કરતી ગેમ્સ અને લોકોને પૈસા લઇને રમાડતી ગેમ અને બીજી ગેમ્સ બાળકો માટેની સાવ નિર્દોષ ગેમ .આ બંને મોડલ યુરોપીયન દેશો, યુકે અને અમેરિકામાં આવા બે ગૃપ પાડીને ટેક્ષ લેવાય છે એવુંજ સિંગાપુર અને સાઉથ આફ્રિકામાં છે.

ભારત સરકાર ઓનલાઇન ગેમિંગ પર ટેક્ષ નાખવા વિચાર કરી રહી છે તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. ટેક્ષ લાદવો સરકાર માટે આસાન નથી. ઓનલાઇન ગેમીંગ વાળા કહે છે કે માત્ર જુગાર અને સટ્ટાવાળી ગેમના કારણે અન્ય મનોરંજન આપતી અને  બુધ્ધિ શક્તિ ખીલવતી  ગેમ્સ પર બોજો વધશે. 

ઓન લાઇન ગેમીંગ ઘેર ઘેેર રમાય છે. કેટલીક ગેમ મોબાઇલમાં ઇનબિલ્ટ આવે છે તો ક્ટલીક ગેમ લોકો પાસા ખર્ચીને ઇન્સ્ટોલ કરાવે છે. હવેતો લોકો બર્થ ડે ગીફ્ટ તરીકે ઓનલાઇન ગેમ્સ આપે છે. એમેઝોન સહિતની ઇ કોમર્સ સાઇટ પર ગેમીંગ માર્કેટ જોવા મળે છે. મોટાભાગની ઓનલાઇન ગેમ્સનો ભાવ  ૧૦૦૦ રુપિયા ઉપરનો હોય છે. ઓનલાઇન ગેમ્સનો ભાવ ભારતમાં ૧.૮૩ અબજ ડોલરનો છે છતાં તેને ટેક્ષ ભરતા ચૂંક આવે છે. ટૂંકમાં આ લોકો પણ ટેક્ષ નહીં ભરવા માટે સરકાર સાથે ગેમ રમી રહ્યા છે.

Gujarat