FOLLOW US

ડિજીટલ સંસદમાં પ્રથમ બજેટ સત્ર પેપરલેસ સિસ્ટમ ઊભી કરાઇ છે

Updated: Nov 16th, 2022


- દરેક સભ્ય ટેબલ પરના પેડ ટર્મીનલ સાથે લીંક કરેલા હશે

- પ્રસંગપટ

- સંસદમાં જુની તમામ સિસ્ટમ ઇતિહાસ બની જવાની છે. દરેક સભ્યને આસાનીથી સમજ પડે તેવી સિસ્ટમ 

 સંસદનું નવું મકાન તૈયાર થઇ ગયું છે. (સેન્ટ્રલ વિસ્ટા)  શિયાળુ સત્રમાં તે ઉપયોગમાં લેવાશે   પરંતુ બજેટ સત્રથી તે સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે. આ એક નવું મકાન નથી પણ તે આધુનિક સવલતો અને સાંસદોને સતત ઉપયોગમાં આવે તેવી સિસ્ટમ સાથેનું મકાન છે. નવા સંસદ ભવનની ખાસિયત એ હશે કે તેમાં કાગળનો કોઇ ટુકડો શોધ્યો પણ નહીં મળે. કાગળની જગ્યાએ ડિજીટલ સિસ્ટમ ગોઠવાયેલી જોવા મળશે. નવા સંસદભવનને ડો. આંબેડકરના નામ સાથે જોડવાની રજૂઆતો કરાઇ છે.

પ્રજાને પણ ઘણો લાભ થવાનો છે. જેમકે તેમના પ્રતિનિધી સંસદમાં શું બોલ્યા તે ગમે તે સમયે તેમની પોતાને સમજ પડે તે ભાષામાં સાંભળી પણ શકશે.ડિજીટલ હાઉસમાં વિવિધ સવલતો ઉપલબ્ધ કરાઇ છે. 

...તમામ પેપર્સ પર પ્રતિબંધ તેના સ્થાને ડિજીટલ ઇ બુક્સ વપરાશે.

....અધ્યક્ષ અને સેક્રેટરી વચ્ચે ઇલેકટ્રોનિક પેડ મારફતે કોમ્યુનિકેશન

...હાઉસમાં પ્રોસિડીંગ ચાલતું હોય ત્યારે પ્રધાન અને તેના સેક્રેટકી ડિજીટલ માધ્યમો મારફતે ચર્ચા કરી શકસે.

...કોઇ બિઝનેસ આઇટમ બાબતે જરૂર પડેતો ઇ વોટીંગ

...સાંસદોની હાજરી માટે ઇ એટેન્ડન્સ

...બિઝનેસ કન્ટ્રોલર મોડયુલ

...એલઓબી ડિજીટલ સિસ્ટમ ડિસ્પલે

...અધ્યક્ષ ટાઇમ મેનેજમેન્ટ અમલી બનાવી શકસે.

દરેક સભ્ય ટેબલ પરના પેડ ટર્મીનલ સાથે લીંક કરેલા હશે. કેટલાક સભ્યો ગૃહમાં પાછળ બેસીને કોમેન્ટ કર્યા કરવી અને કાર્યવાહીમાં અવરોધ ઉભા કરવા માટે જાણીતા હોય છે. તેમના માટે સંસદનું નવું ગૃહ મુશ્કેલી ઉભી કરી શકશે. દરેક ટેબલ સાથે જોડાયેલા સેન્સર અને લાઇવ ટેલિકાસ્ટ તોફાનીઓને પકડી શકશે.સંસદમાં ઇ ેએટેન્ડન્સ સિસ્ટમ ગોઠવાઇ ગઇ છે. સંસદમાં પ્રવેશ સાથેેજ ડિજીટલ વાતાવરણ જોવા મળશે. કમિટી મિટીંગનું પણ લાઇવ ટેલિકાસ્ટ જોવા મળશે. કશુંજ બંધ બારણે જોવા નહીં મળે.તમિળનાડુ અને ઓડિસાએ વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં મહત્વના પગલાં ભર્યા છે. હવે દેશની સંસદ પેપરલેસ બની છે.

ત્રિકોણીયા આકારમાં બનેલી સંસદ બહાર તેમજ અંદર એમ બંને રીતે સમૃધ્ધ જોવા મળશે. સંસદમાં કેટલાક સભ્યોેએ આપેલા ભાષણો ખુબ ઉપયોગી હોય છે. દરેક સાંસદતે સાંભળીને નવા વિચાર મેળવી શકે તેવી વ્યવસ્થા પણ નવા સંસદ ભવનમાં જોવા મળશે. વિશ્વની કોઇ સંસદના બિલ્ડીંગમાં આટલા મોટા પાયે પરિવર્તન કરાયું નથી તે પણ હકીકત છે.  લોકશાહીના આ મંદિરમાં સાંસદોના બોલાયેલા એક એક  શબ્દ મહત્વના હોય છે. એટલેજ તેનું રેકોર્ડીંગ મહત્વનું બન્યું છે. ભારતના બંધારણે સમાવેલી ૨૨ ભાષા માટે દુભાષિયાની સર્વિસ પણ ઉભી  કરાઇ છે. 

લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારી  એટલા માટે વધી જવાની છે કે શું રેકોર્ડ પર લેવું અને શું ના લેવું તે પર નજર રાખવી પડશે. ડિજીટલ સંસદના આ પ્રોજક્ટ પર દેશના દરેક રાજકીય પક્ષો ખાસ કરીને વિરોધ પક્ષની નજર છે. જેમાં સ્પીચ ટુ ટેક્સટ સુધીની સવલતો ઉભી કરાઇ છે. જે સિસ્ટમ બહુ સ્પીડી હોવાથી થોડા સમયમાંજ તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તૈયાર થઇ જશે  અને તે રોકોર્ડમાં લઇ શકાશે.હાલમાં એવી સિસ્ટમ છે કે પ્રધાન જે કંઇ હિન્દી કે અંગ્રેજીમાં  સંસદમાં બોલે છે તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તૈયાર કરાયા પછી તે સંબંધિત મંત્રાલયમાં જાય છે. સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ થતા પહેલાં  તે મંત્રાલયમાં ઓકે કરાવવી પડે છે. આ સિસ્ટમ ભારત દેશ આઝાદ થયો ત્યારથી ચાલી આવે છે.

હવે નવી ડિજીટલ ટચ વાળી સંસદમાં જુની તમામ સિસ્ટમ ઇતિહાસ બની જવાની છે. દરેક સભ્યને આસાનીથી સમજ પડે તે રીતે સિસ્ટમ ગોઠવાઇ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર વોચ રાખવા માટે પણ સિસ્ટમ ગોઠવાઇ છે. ઓડિસાના મંત્રાલય પેપરલેસ બનાવાયા પછી ૧૫ મિલીયન જેટલા કાગળોનો બચાવ થયો છે અટલે વર્ષે ૨૦૦૦ જેટલા મોટો વૃક્ષો કપાતા બચ્યા છે. રાજ્ય સરકારના દર વર્ષે ૩૪૦ કરોડ રૂપિયા બચે છે તે પણ મહત્વનું છે. 

Gujarat
English
Magazines