નક્સલવાદીઓમાં ભારત વિરોધી ઝેર ભરનારની તપાસ થવી જોઇએ
- શરણે આવેલા 23 નક્સલવાદીઓમાં ત્રણ યુગલ
- પ્રસંગપટ
- જે 23 શરણે આવ્યા છે તેમના માથે સરકારનું કુલ 1.18 કરોડ રૂપિયાનું ઇનામ હતું.
છત્તીસગઢના સુકમાં જીલ્લામાં ૨૩ માથાભારે નક્સલવાદીઓે હથિયાર હેઠા મુકીને સરકારને શરણેે આવ્યા છે. તેમનો માઓવાદનો મોહભંગ તૂટયો છે અને તે સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઇને આગામી જીંદગી જીવવા માંગે છે. જે માથાભારે નક્સલવાદીઓ શરણે આવ્યા છે તેમાં ત્રણ યુગલો છે. અગાઉ નારાણપુરા જીલ્લા વિસ્તારમાં ૨૨ નક્સલવાદીઓ શરણે આવ્યા હતા. લશ્કરના જવાનોએ તેમને ચારેબાજુથી ધેરી રાખ્યા હતા.
ઓપરેશન સિંદુર પછી તેમને મળતા શસ્ત્રો અને આર્થિક સહાયમાં બહુ મોટી ઓટ આવી હતી. છેલ્લા છ મહિનામાં લશ્કરના જવાનો સાથેની અથડામણોમાં ડઝનબંધ નક્સલવાદીઓ ફૂંકાઇ મરતા હતા. તાજેતરમાં જે ૨૩ નક્સલવાદીઓ શરણે આવ્યા તેમાંથી ૧૧ જેટલાતો પીપલ્સ લીબરેશન ગેરીલા આર્મીના સિનીયર કેડરના લોકો હતા.
જે ૨૩ શરણે આવ્યા છે તેમના માથે સરકારનું કુલ ૧.૧૮ કરોડનું ઇનામ હતું. તેમની માહિતી આપનારને સરકારે મોટા ઇનામોની જાહેરાત કરી હતી. જોકે તેમની ધાક એટલી સખત હતીકે કોઇ તેમના વિશે માહિતી આપવા તૈયાર નહોતા. જંગલમાં આવેલા ગામડાઓમાં નક્સલવાદીઓ રહેતા હતા અને ત્યંાજ તાલિમ મેળવતા હતા.
ગામના બળવાખોર સ્વભાવના લોકોને ભેગા કરીને તેમને શસ્ત્રોની તાલિમ આપતા હતા. લશ્કરના જવાનોનો સામનો કરવાનું તેમનું ગજું નહોતું. તે જંગલોમાં રોકેટ લોંચર્સ ક્યાંથી લાવતા હતા અને તે ચલાવવાની તાલિમ તેમને કોણ આપતું હતું તે રહસ્ય આજે પણ અકબંધ છે. શરણે આવેલાઓ પાસેથી લશ્કર શસ્ત્રોના સપ્લાયરોનો ટ્રેક જાણી શકે છે.
શરણે આવેલામાં જે ત્રણ યુગલ છે એમ નવ મહિલાઓ પણ છે. આ લોકોમાં ભારત વિરોધી ઝેર ભરનારા કે તેમને આર્થિક સહાય કરનારાને સરકારે શોધી કાઢીને તેમને સાણસામાં લેવાની જરૂર છે. જ્યારે મહિલાઓ સરકાર વિરૂધ્ધમાં બંડ પોકારે અને ભારતના જવાનો સામે એકે-૪૭માંથી ગોળીઓે છોડે ત્યારે તેમનું મગજ કેટલું ભારત વિરોધી છે તે જાણી શકાયું હતું.
આ લોકોમાં ભારત વિરોધી અને ભારતના લશકર વિરોધી ઝેર ભરનારાની તપાસ કરવી જરૂરી છે.
શરણે આવનારાનો માઓવાદની ખોખલી વાતોથી ઉભો થયેલો ભ્રમ ભાંગી ગયો હતો. ઓપરેશન સિંદુર પછી નક્સલવાદીઓ સુરક્ષા દળોની ક્ષમતા સમજી શક્યા હતા તો બીજી તરફ ગૃહપ્રધાન અમીત શાહ વારંવાર કહેતા આવ્યા છે કે અમે કોઇ પણ સંજાગોમાં નક્સલવાદને છ મહિનામાં ખતમ કરી દઇશું. નક્સલવાદને ખતમ કરવો આસાન નથી કેમકે તેમને સતત આર્થિક અને લશ્કીર સહાય મળી રહે છે.
નક્સલવાદીઓે જ્યારે દેશના લોકોને રંઝાડવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખતમ કરવાની ચેલેન્જ ગૃહપ્રધાને ઉપાડી લીધી હતી. છેલ્લા છ મહિનામાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડઝન બંધ નક્સલવાદીઓનો ખાત્મો બોલી ગયો હતો.
જંગલમાં લગ્ન કરીને સંસાર વસાવીને રહેતા નક્સલવાદીઓ હવે શરણે આવ્યા બાદ મોં ખોલશે અને લશ્કરને મહત્વની માહિતી આપશે. આ માહિતીના આધારે નક્સલવાદીઓને મદદ કરનાર અને આર્થિક સહાય આપનારાના નામો ખુલશે.
શરણે આવનાર પૈકી એક લોકેશ ડિવીઝનલ કમિટીનો સભ્ય હતો.
તેની સાથેના બીજા આંઠ પણ શસ્ત્રો હેઠા મુકીને સુકમાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની ઓેફિસમાં પલાંઠી વાળીને બેસી ગયા હતા.
નક્સલવાદીઓની બટાલીયનના કેટલાક તે છોડીને જતા રહ્યા હતા તો કેટલાક મોતને ભેટયા હતા. તેમની મોટા ભાગની બટાલીયન તૂટી ગઇ હતી. શરણે આવેલા નક્સલવાદીઓને ૫૦,૦૦૦ રૂપિયા અપાશે અને સરકારના નિયમો હેઠળ તેમને પુનર્વાસ માટે સહાય કરાશે.