Get The App

નેટફ્લિક્સ પર વધુ નવી સિરીઝો ઓટીટી પર નિયંત્રણ મૂકાતું નથી

- નેટફ્લિક્સ એટલે સેકસી સીનોનો ખજાનો..

- પ્રસંગપટ .

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News

- બોલીવુડની ફિલ્મોની આચાર સંહિતા ઓટીટી માટે અમલી બનાવવાની જરૂર છે

નેટફ્લિક્સ પર વધુ નવી સિરીઝો ઓટીટી પર નિયંત્રણ મૂકાતું નથી 1 - image

હિન્દુ ધર્મ વિરોધી ફિલ્મો બતાવીને બદનામ થઇ રહેલું નેટફ્લિક્સ  ફરી નવા ૧૭ ટાઇટલ લાવી રહ્યું છે. નેટફ્લિક્સ એટલે સેકસી સીનોનો ખજાનો એમ લોકો માનતા થઇ ગયા છે. કદાચ એટલેજ લોકો તેના નવા ટાઇટલોની રાહ જોઇને બેઠા હોય છે. નેટફ્લિક્સ ૨૦૧૫માં ભારતમાં આવ્યું અને છવાઇ ગયું હતું. કોવિડ-૧૯ના સમય ગાળામાં લોકો નેટ ફ્લિક્સ પર જુની ફિલ્મો જોઇને પણ સમય પસાર કરતા હતા.

હિન્દુ ધર્મ વિરોધી ફિલ્મો તેણે બતાવવી શરૂ કરી ત્યારે તેના પર એવા આક્ષેપ થયા હતા કે તે ભારત વિરોધી લોબીનો હાથો બની ગઇ છે. તેના પર પ્રતિબંધની માંગ પણ કરાઇ હતી. સરકારે તેના પર નિયંત્રણની ગાઇડ લાઇન્સ પણ બહાર પાડવી જોઇએ.  નેટફ્લિક્સ તોફાની પ્લેટફેાર્મ છે. સરકારી અંકુશ વિનાનું આ પ્લેટફોર્મ સેક્સ આધારીત ફિલ્મો આપીને પોતાની દુકાન ચલાવે રાખે છે. ભારતનો યુવા વર્ગ નેટફ્લિક્સ તરફ વળેલો છે.

તેમના મનના એક ખૂણે રહેલી સેક્સની વાતોને નેટ ફ્લિક્સ ઢંઢોળે છે. નેટફ્લ્કિસ ઘેર ઘેર ચર્ચાતું નામ છે. નેટ ફ્લિક્સ સેકસ પીરસતી હોઇ તેના દર્શકોમાં ધરખમ વધારો થયો છે. નેટ ફ્લિક્સ પર આવતી ફિલમોમાં સેકસી સીનોને ઘૂસાડાય છે. કેટલાક સીન તો ફિલ્મને બંધ બેસતા ના હોવા છતાં જોવા મળે છે.

ભારતના દર્શકોની મેન્ટાલીટી નેટ ફ્લિક્સ સમજી શક્યું છે એમ કહી શકાય. ગ્લોબલ સ્ટી્રમીંગ જાયન્ટ તરીકે ઓળખાતું નેટ ફ્લિક્સ મૂળ તો અમેરિકાની વોલ્ટ ડિઝની કંપનીનું સાહસ છે. તે ભારતમાં પોતાનો વિશાળ ગા્રહક બેઝ ઉભો કરવા તે તનતોડ પ્રયાસ કરે છે. તે જાહેરખબરોનો મારો ચલાવે છે, માર્કેટીંગ મોટા પાયે કરે છે અને યુવા વર્ગને આકર્ષવા તે પોર્નોગ્રાફી ફિલ્મોનો મારો ચલાવે છે. લોકોને જેવી ખબર પડીકે નેટફ્લિક્સ પર સેક્સી ફિલ્મો બતાવાય છે કે તરતજ લોકો તે તરફ વળવા લાગ્યા હતા.

માર્કેટીંગ સાથે ચાલનારાઓએ નેટફ્લિક્સના માર્કેટીંગનો અભ્યાસ કરવા જેવો છે. આજે તેમની પાસે ભારતમાં દર્શકોનો મજબૂત બેઝ તૈયાર થઇ ગયો છે. ચાઇલ્ડ પ્રોર્નોગ્રાફી સાથે સંકળાયેલી ડિઝાયર ફિલ્મ જ્યારે નેટફ્લિક્સે બતાવી ત્યારથી તે બદનામ થઇ ગયું છે. જાણકારો માને છે કે આ વિરોધ પણ નેટફ્લિક્સના માર્કેટીંગનો એક ભાગ હતો.

ચોમેરથી તેનો વિરોધ થયો હતો. જોકે વોલ્ટ ડિઝનીના ટેકાવાળી નેટ ફ્લિક્સને વિરોધના કારણે વધુ વ્યૂઅર્સ મળવા લાગ્યા હતા. નેટફ્લિક્સની જેમ અન્ય ઓટીટી પ્લેટ ફોર્મ જેેવાંકે હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વિડીયો વગેરેએ ફરજીયાત સેક્સ પીરસવી પડે એવી સ્થિતિ ઉભી થઇ છે.

ઓવર ધ ટોપ પ્લેટફોર્મનો સૌથી ંમોટોલાભ એ થયો છે કે બોલીવુડમાં સતત કામ ઝંખતા અને બિન્દાસ એક્ટીંગ કરવા માંગતા કલાકારોને પણ નવું પ્લેટફોર્મ મળ્યું હતું. આ પ્લેટફેાર્મ પર સેક્સી સીન આપી શકાતા હતા અને ગાળા ગાળી વાળી સ્ક્રીપ્ટ પર પણ કામ કરી શકાતું હતું. આવા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે સરકારને વારંવાર જણાવાયું છે. પરંતુ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નિતી ધરાવતી સરકારો કોઇ કાયદા બનાવવા તૈયાર નથી. સામે છેડે ઓટીટી પ્લેટફોર્મ ચલાવનારાઓની લોબી વધુ પાવરફૂલ સાબિત થઇ રહી છે. 

ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ માટે કોઇ કાયદા કાનૂન નથી. તેનો લાભ ઉઠાવીને દેવી દેવતાઓને બદનામ કરતી ફિલ્મો બને છે. આવી ફિલ્મો બનાવનારને તગડા પૈસા ચૂકવાય છે. જેને ધાર્મિક ટેરરીઝમ કેેે કથા જેહાદનો એક ભાગ કહી શકાય. રાધા-કૃષ્ણ વચ્ચેના પ્લેટોનિકિ લવની મજાક ઉડાડતી ફિલ્મો નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર બતાવાય છે. વેબ સિરીઝ પર પ્રતિબંધના કાયદા હજુ તૈયાર થઇ રહ્યા છે ત્યાં સુધી તેના પર પોર્નોગ્રાફીને સાંકળતી ફિલ્મો જોવા મળશે તે નક્કી છે. 

 બોલીવુડની ફિલ્મો માટેની આચાર સંહિતા  નેટફ્લિક્સના નવા ટાઇટલ એટલે નવી ફિલ્મો અને નવી વેબ સીરીઝ. ઝી-ફાઇવે ૧૦૦ નવા શો તૈયાર કર્યા છે પરંતુ સ્પર્ધામાં ટકી રહેવા તેમાં નવેસરથી સેકસી સીન ઉમેરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાના અહેવાલો ધ્વારા જાણવા મળ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ એટલા લોકપ્રિય થઇ ગયા છે કે લોકો બોલીવુડની ફિલ્મો પણ જોતા બંધ થઇ ગયા છે અને વધુ સમય નેટફ્લિક્સ તેમજ હોટસ્ટારને ફાળવે છે. બોલીવુડની ફિલ્મોની આચાર સંહિતા ઓટીટી માટે અમલી બનાવવાની જરૂર છે.

Tags :