- મમતા બેનરજીએ ચૂપ રહેલા આદેશ આપ્યો છે
- પ્રસંગપટ
- કલ્યાણ બેનરજી, મહુઆ મોઇત્રા, કિર્તી આઝાદ સામ સામે શિંગડા ભરાવી રહ્યા છે..
મમતા બેનરજીના સાસંદો અંદરો અંદર લડી રહ્યા છે. એક ઠંડો પડે એટલે બીજો તડૂકે છે. મમતા બેનરજીએ ખુદ વચ્ચે પડીને બધાને ચૂપ રહેવા કહ્યું છે પરંતુ આક્ષેપબાજીની આ વોર ઠંડી પડવાનું નામ નથી લેતી.
એક તરફ કલ્યાણ બેનરજી અને મહુઆ મોઇત્રા સામસામે છે એમ કિર્તી આઝાદ અને કલ્યાણ બેનરજી પણ સામ સામે શિંગડા ભરાવી રહ્યા
છે. મમતા બેનરજીને ચિંતા એ વાતની છે કે એક વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીઓ છે તો બીજી તરફ સાંસદેા સામસામી આક્ષેપબાજી કરીને પક્ષની ઇમેજને લાંછન લગાડી રહ્યા છે.
લડાઇ અને મતભેદ મીઠાઇની દુકાન માટે છે. સંસદ ભવનમાં મીઠાઇની દુકાન ઉભી કરવા દેવાની ચડસા ચડસીમાં તૃણમૂલ કોંગ્રસના સાંસદો અટવાયેલા છે. ગઇ ૩ એપ્રિલથી આ માથાકૂટ શરૂ થઇ હતી કે જ્યારે તૃણમૂલ કોગ્રેસના સાંસદ કિર્તી આઝાદ સંસદમાં એક મિઠાઇની દુકાન માટે લોબીંગ કરતા હતા ત્યારે મમતાના ખાસ મનાતા સાંસદ કલ્યાણ બેનરજી સાથે મતભેદ થયા હતા.
કિર્તી આઝાદે મિઠાઇની દુકાન માટે લોબીંગ કરીને તેમના પક્ષના અન્ય સાંસદોને તરફેણ કરતા કર્યા હતા. કિર્તી આઝાદે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પણ મળ્યા હતા. તેમની માંગણી હતીકે કોલકત્તાની બંગાળી મીઠાઇની દિલ્હી સ્થિત શોપ સંદેશનું આઉટલેટ સંસદ ભવનમાં ઊભું કરવું જોઇએ.
આ વાતનો કલ્યાણ બેનરજીએ વિરોધ કર્યો હતો કે જો લોબીંગ કરીને કોઇ મીઠાઇની દુકાન લાવવી હોય તો તે પ.બંગાળ રાજ્ય સરકારની સ્વિટ બ્રાન્ડ વિશ્વ બંગલા બ્રાન્ડ હોવી જોઇએ એવી તેમની રજૂઆત હતી. કલ્યાણ બેનરજીએ લોબીંગનો વિરોધ કર્યો તે સાથેજ વિવાદનો ભડકો થયો હતો.
આ દરમ્યાન પ.બંગાળમાં ડુપ્લીકેટ વોટર આઇડી માટે ગઇ ૪ એપ્રિલે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળવા ગયું ત્યારે જે નિવેદન આપવાનું હતું તેમાં સાંસદ મહૂઆ મોઇત્રાનું નામ નહોતું. ત્યારે બધાની હાજરીમાંજ મોઇત્રા અને કલ્યાણ બેનરજી સામ સામે જીભા જોડી પર ઉતરી આવ્યા હતા.
આ જીભા જોડી એટલા ઊંચા અવાજે હતી કે લોકો ભેગા થઇ ગયા હતા. બંને પક્ષ સામસામા આક્ષેપો કરીને એક બીજાને ઉતારી પાડતા હતા. ત્યારે કિર્તી આઝાદે બેનરજીને કહ્યું હતું કે તમે પીઢ નેતાની જેમ વર્તન કરો. આ ઝગડાની વિડીયો ક્લીપ ભાજપના આઇટી સેલના અમીત માલવિયાએ મુકીને લોકોને જણાવ્યું હતું. આ ક્લીપમાં તૃણમૂલના સાંસદ ડેરેક ઓ બ્રીન એમ કહેતા જોવા મળે છે કે હું તમને વિનેતી કરૃં છું કે તમે શાંત રહો આપણે જાહેર જગ્યા પર છીએે. સામે છેડે કલ્યાણ બેનરજી એમ કહેતા હતા કે મોઇત્રા મારી ધરપરકડ થાય એમ ઇચ્છે છે. તે કહેતા હતા કે મોઇત્રાને રાજકારણ સાથે ેેકોઇ લેવાદેવા નથી. તેના બેજ ટાર્ગેટ છે એક છે મોદી અને બીજા છે અદાણી.
પક્ષના પીઢ નેતા સૌગત રોયે સમાચાર માધ્યમોને કહ્યું હતું કે નોઇત્રા સંસદમાં આખમાં આંસુ સાથે આવ્યા હતા અને કહ્યું હતું કે બેનરજીનું વર્તન પક્ષના અને સભ્યો માટે અસહ્ય બનતું જાય છે. તે મહિલાઓ માટે ઉતરતું બોલતા ટેવાયેલા છે.
સામે છેડે કલ્યાણ બેનરજીે પણ સૌગત રોય સામે મોરચો ખોલી દીધો હતો. આ જોઇને મમતા બેનરજીએ દરેકને મર્યાદામાં રહેવા કહ્યુ ંહતું.
કેટલાક તો તેમની સાથે એકાદ દાયકાથી જોડાયેલા છે. કલ્યાણ બેનરજીએ એક વાર સંસદની લોબીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને લેડી કીલર કહેતાં તેમની પાસે માફી મંગાવાઇ હતી. વ્યથિત મમતા બેનરજી છે. તેમની શાંતિની અપીલ કોઇ સાંભળતું નથી.


