- પ્રસંગપટ
- વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને અમેરિકી ટેરિફનો પ્રભાવ
- રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017 અનુસાર 2023 સુધીમાં પ્રતિવ્યક્તિ સ્ટીલ વપરાશ 160 કિલોગ્રામ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
ભારતનો સ્ટીલ ઉદ્યોગ છેલ્લા થોડાં વર્ષોમાં ઝડપથી વિકસ્યો છે અને આજે તે વિશ્વમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદનના મામલે બીજા નંબરે છે. ૨૦૨૧માં ભારતે આશરે ૧૧૮ મિલિયન ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે ૨૦૨૪૨૫ના અંતે આ આંકડો ૧૫૧.૧ મિલિયન ટન સુધી પહોંચી ગયો. કુલ સ્થાપિત ક્ષમતા હાલમાં ૨૦૦ મિલિયન ટન આસપાસ છે, જે ૨૦૩૦ સુધીમાં ૩૦૦ મિલિયન ટન અને ૨૦૪૭ સુધીમાં ૫૦૦ મિલિયન ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
માગમાં તેજી, આયાતનું દબાણ
દેશની અંદર સ્ટીલની માગ સતત વધી રહી છે. ૨૦૨૨૨૩માં ૧૩૬ મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ થયો હતો, જે ૨૦૨૪૨૫માં લગભગ ૧૩૭ મિલિયન ટન સુધી પહોંચ્યો. આ વૃદ્ધિ દર વર્ષે ૮૧૦ ટકા રહેવાની શક્યતા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને ઔદ્યોગિકીકરણના પ્રોજેક્ટ્સ આ વૃદ્ધિ પાછળનાં મુખ્ય કારણ છે.તેમ છતાં, ભારત છેલ્લા બે વર્ષથી નેટ ઈમ્પોર્ટર બની ગયું છે. ૨૦૨૪૨૫માં સ્ટીલની આયાત ૯.૫ મિલિયન ટન સુધી પહોંચી, જે છેલ્લાં નવ વર્ષમાં સૌથી વધારે છે. ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનમાંથી ઓછા ભાવના સ્ટીલના પ્રવાહને કારણે ભારતીય ઉત્પાદકો પર દબાણ વઘ્યું છે.
સરકારનાં રક્ષણાત્મક પગલાં
આ આયાતી દબાણ સામે સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૫માં મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું એટલે કે ફ્લેટ સ્ટીલ પર ૧૨ ટકા હંગામી ધોરણે સેફગાર્ડ ડયૂટી લગાવવામાં આવી. આ ડયૂટી ૨૦૦ દિવસ માટે માન્ય રહેશે અને તેનો સીધો પ્રભાવ ભાવ પર દેખાયો છે. ટૂંકા સમયમાં જ સ્ટીલના ભાવમાં આશરે રૂ. ૨,૦૦૦ પ્રતિ ટનનો વધારો નોંધાયો. હાલમાં ભાવ રૂ. ૫૩,૫૦૦ પ્રતિ ટન આસપાસ છે. નિષ્ણાતો માને છે કે આવનારાં વર્ષમાં ભાવ રૂ. ૫૨,૦૦૦૫૩,૦૦૦ પ્રતિ ટન વચ્ચે સ્થિર રહેશે.
સરકાર ભવિષ્યમાં આયાતી જોખમોને પહોંચી વળવા માટે ૧૫૨૫ ટકા સુધીના ડયૂટીના વિકલ્પો પણ વિચારમાં રાખી રહી છે. આ પગલાંથી સ્થાનિક ઉત્પાદકોને રાહત મળશે અને ભારતીય બજાર વધુ સ્થિર બની શકશે.
ઉદ્યોગના મોટા ખેલાડીઓ
ભારતમાં તાતા સ્ટીલ, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, જેએસડબ્લ્યુ સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી ઑફ ઈન્ડિયા જેવા દિગ્ગજ ખેલાડીઓનો દબદબો છે. તાતા સ્ટીલ દેશની અંદર ૨૧.૬ મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે અને ૨૦૩૦ સુધીમાં તેને ૫૫ મિલિયન ટન સુધી વધારવાનો પ્લાન છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવર ૨૦૨૬ સુધીમાં પોતાની ક્ષમતા ૧૬ મિલિયન ટન સુધી વધારવા માટે રૂ. ૩૧,૦૦૦ કરોડનું રોકાણ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલને ભારતના બજારમાં સીધો રસ છે, જેમાં આ બન્નેએ આંધ્ર પ્રદેશમાં ૭.૩ મિલિયન ટન ક્ષમતાવાળી નવી પ્રોજેક્ટની શરૂઆત કરી છે.
વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને અમેરિકી ટેરિફ્સનો પ્રભાવવૈશ્વિક સ્તરે સ્ટીલ માર્કેટમાં પુરવઠો વધારે છે, ખાસ કરીને ચીનની ક્ષમતાને કારણે. જો કે ચીન તાજેતરમાં ક્ષમતા ઘટાડવાનાં પગલાં લઈ રહ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડું સંતુલન જોવા મળ્યું છે.
અમેરિકાએ તાજેતરમાં સ્ટીલ પર લગાવેલી ટેરિફ્સનો ભારત પર સીધો અસરકારક પ્રભાવ નથી, કારણ કે ભારત અમેરિકામાં બહુ ઓછું સ્ટીલ મોકલે છે. પરંતુ તેના કારણે અન્ય દેશોનો વધારાનો સ્ટીલ ભારત તરફ વળી શકે છે, જે ભાવોને દબાવી શકે છે.
રાષ્ટ્રીય સ્ટીલ નીતિ ૨૦૧૭ અનુસાર ૨૦૩૦ સુધીમાં પ્રતિવ્યક્તિ સ્ટીલ વપરાશ ૧૬૦ કિલોગ્રામ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હાલનો આંકડો ૧૧૯ કિલોગ્રામ છે, જે વૈશ્વિક સરેરાશ ૨૧૯ કિલોગ્રામ કરતાં હજુ ઓછો છે. આ તફાવત દર્શાવે છે કે ભારતમાં સ્ટીલની માગમાં હજુ પણ ભારે વૃદ્ધિ શક્ય છે.
સરકાર પીએલઆઈ સ્કીમ, જી.એસ.ટી. સુધારા, ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ની મંજૂરી અને નિકાસ પ્રોત્સાહન જેવી નીતિઓ દ્વારા ઉદ્યોગને સહારો આપી રહી છે. અત્યાર સુધીમાં મેટાલજકલ ક્ષેત્રમાં ૧.૧૨ લાખ કરોડ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવ્યું છે.ભારતમાં સ્ટીલ ઉદ્યોગ એક મજબૂત વૃદ્ધિના માર્ગ પર છે. ઉત્પાદન ૨૦૨૧ના ૧૧૮ મિલિયન ટનથી વધીને ૨૦૨૪૨૫માં ૧૫૧ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે માગ પણ દર વર્ષે ૮૧૦ ટકાના દરે વધી રહી છે. આયાતી દબાણ વચ્ચે સરકારે સેફગાર્ડ ડયૂટી જેવા પગલાં લઈને સ્થાનિક બજારને સ્થિરતા આપી છે.વિશ્વ સ્તરે પુરવઠાની વધારાની સ્થિતિ હોવા છતાં, ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઉદ્યોગ વિસ્તરણ અને નીતિ આધારને કારણે સ્ટીલ ઉદ્યોગ આગળ પણ વિશ્વના ટોચના સ્થાનોમાં રહેશે, એવી નિષ્ણાતોની ધારણા છે.


