Get The App

હેલ્થ ઇનસ્યોરન્સ ઉતારતી કંપનીઓ સામે વધતી ફરિયાદો

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
હેલ્થ ઇનસ્યોરન્સ ઉતારતી કંપનીઓ સામે વધતી ફરિયાદો 1 - image

- વીમા કંપનીઓની કાનપટ્ટી લોકપાલ પકડી શકે છે

- પ્રસંગપટ

- કંપનીઓને ગ્રાહકે ભરેલા પ્રિમિયમથી વધુ નાણા ચૂકવવામાં લગ્ગીરેય રસ નથી હોતો

ઇનસ્યોરન્સ ઉતારો અને જીવનભર નિશ્ચિંત રહો એવી જાહેરાતો અને વાત્સવિક સ્થિતિ વચ્ચે લાંબુ અંતર છે. સરકારે પોતે કેટલીક વીમા કંપીઓની નાણા નહીં ચૂકવવા પાછળના ખુલાસા માંગ્યા છે. કંપનીઓની લોકોના સમયસર ક્લેમ આપવાની નીતિ લોકોની નજરમાં આવી ગઇ છે.  અહીં મહત્વનું એ છે કે  ઇનસ્યોરન્સ કંપની લોકોની સેવા કરવા નથી ઉભી કરાઇ. દરેકની નજર પ્રોફીટ પર હોય છે. પ્રિમિયમ નિયમિત રીતે ઉઘરાવીને તે પૈસા અન્ય ક્ષેત્રમાં રોકીને આ કંપનીઓ મબલક કમાણી કરતી હોય છે.

વીમો ઉતરાવનારે પાંચ સાત વર્ષ જે પ્રિમિયમ ભર્યું હોય તેનાથી વધારે ચૂકવણી કરવાની આવે તો વીમા કંપનીઓ ક્લેમની રકમ નહીં આપવા વિવિધ બહાના બતાવીને ક્લેમ રીજેક્ટ કરવાની ધમકી આપ્યા કરે છે. 

ગ્રાહકોને ક્લેમના મળે અને તેને વિવિધ ડોક્યુમેન્ટ માંગીને થકવી નાખવાની ચાલ   હવે સરકારની નજરમાં પણ આવી છે. કેશલેસ ક્લેમ એટલેકે હોસ્પિટલમાં દાખલ થાય પછી કોઇ પૈસો ખર્ચવાનો નથી આવતો. દર્દીના ખર્ચની જવાબદારી ઇનસ્યોરન્સ કંપની ઉપાડી લે છે.

આ સિસ્ટમ સારી હતી પરંતુ તેમાં પણ ગોટાળા જણાતાં કેટલીક કંપનીઓની કેશલેસ સિસ્ટમ બંધ કરાઇ હતી. ઇનસ્યોરન્સ કંપનીઓની બદમાશીથી અનેક લોકો ત્રસ્ત છે. તેમના એજન્ટો પોલીસી ઇસ્યુ કરતી વખતે હોસ્પિટલના ખર્ચની તમામ જવાબદારી  ઉઠાવી લેવાની બાંહેધરી આપીને પ્રિમિયમ મેળવી લે છે પરંતુ વાયદા પ્રમાણેની સર્વિસ આપી શકતા નથી.

વીમો ઉતરાવનારાને વીમોે લીધો ત્યારે અપાયેલા પ્રોમીસને વીમા ેએજન્ટ પાળી શકતો નથી કેમકે કંપનીના અધિકારીઓ તેમને ગાંઠતા નથી. મોટામાં મોટી અને એશિયામાં નામાંકિત હોસ્પિટલોમાં લીધેલી સારવાર અને તેમના બીલોને શંકાથી જોઇને વીમાની રકમ આપવામાં ગલ્લાં તલ્લાં કંપનીઓ કરતી હોય છે.

આવી વીમા કંપનીઓની કાનપટ્ટી લોકપાલ પકડી શકે છે પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ છે. જેમનો ક્લેમ કેન્સલ કરાયો હોય તે લોકપાલ પાસે જાય તો કેને ત્વરિત ન્યાય મળી શકે છે.કેટલીક કંપનીઓ ગ્રાહકને ધક્કા ખવડાવ્યા પછી વિવિધ બિલોની રકમ કાપીને કોઇ મોટો ઉપકાર કરતા હોય એમ રકમ ચૂકવે છે. 

હેલ્થ ઇન્સયોરન્સ ઉતારતી કંપનીઓને ગ્રાહકે ભરેલા પ્રિમિયમથી વધુ નાણા ચૂકવવામાં લગ્ગીરેય રસ નથી હોતો.  વિમાની રકમ પૈસા નહીં ચૂકવીને આ લોકો એમ કહેતા હોય છે અમે દર્શાવેલી ક્વેરી-વાંધાઓનું નિરાકરણ ના આવતાં ક્લેમ રીજેક્ટ કરવામાં આવ્યો છે. કંપનીઓ જે વાંધા રજૂ કરે છે તે તમામનું  નિરાકરણ લાવ્યા છતાં કંપનીને સંતોષ થતો નથી તેની પાછળનું મુખ્ય કારણ કુલ પ્રિમિયમ કરતાં વધુ રકમ ચૂકવતા કંપનીઓને ચૂંક આવે છે. વીમાં લોકપાલ તેમની કાનપટ્ટી પકડી શકે છે પરંતુ લોકો થાકીને પૈસા જવા દે છે.

હેલ્થ ઇનસ્યોરન્સ ઉતારતી કંપનીઓ સામે ફરિયાદ વધતી જાય છે. વીમો લેતી વખતે પોઝિટીવ વાતો કરતો એજન્ટ પોતે કંપનીનો માલિક હોય એવા પ્રોમીસ આપતો હોય છે પરંતુ જ્યારે પાલીસી હોલ્ડરના વીમાની રકમ અટવાય છે ત્યારે તે જવાબ આપી શકતો નથી એમ કહે છે કે ઉપરી અધિકારીઓ અમારૂં સાંભળતા નથી.

હવે જ્યારે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ મધ્યમ વર્ગ કરી રહ્યો છે ત્યારે પણ ઇન્સ્યોરન્સ ઉતારનારાની સંખ્યા વધી રહી છે. કંપનીઓએ ગ્રાહકો પ્રત્યે વફાદારી બતાવીને તેમને ક્લેમ ચૂકવવામાં કોઇ અવળચંડાઇ કરવી ના જોઇએ.