- પ્રસંગપટ
- નહેરૂજીએ દેશની જનતા પાસેથી સોનું દાનમાં માગ્યું હતું
- ભારતીય પરિવારો પાસે અંદાજે ૩૪,૦૦૦ ટન સોનાનો જથ્થો છે, જેની કિંમત પાંચ ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે
સોનાની આયાતમાં વધારો થતાં જ સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. આયાત પરની ૧૫ ટકા ડયૂટીએ ભાવમાં ભડકો કર્યો છે. સોનાની એક તોલાની કિંમત ૧.૬૫ લાખની સપાટીએ, જ્યારે ચાંદી ૨.૭૫ લાખ પર પહોંચી છે. દેશની આથક સ્થિતિને મજબૂત બનાવી રાખવા વડાપ્રધાન મોદીએ સોના-ચાંદીના ઘરેણાં નહીં ખરીદવા અપીલ કરી છે. દેશની બહુમતી પ્રજા તોલા દીઠ ૧.૬૫ લાખની કિંમતનું મોંઘુદાટ સોનું આમેય ખરીદી શકે તેમ નથી. આ ભાવે તો ચાર તોલાની બંગડીની કિંમત છ લાખથી ઉપર થવા જાય છે, અને તેમાં પાછી ઘડામણની કિંમત ઉમેરવાની બાકી રહે છે.
એક અંદાજ પ્રમાણે, ભારતના ઘરોમાં આશરે ૨૫,૦૦૦ થી ૩૪,૦૦૦ ટન સોનાનો જથ્થો છે, જેની કિંમત પાંચ ટ્રિલિયન ડોલર જેટલી થવા જાય છે. ગરીબોને બાદ કરતાં મોટા ભાગના પરિવારો પાસે વત્તે-ઓછે અંશે સોનું હોવાનું. બાળકના જન્મથી લગ્ન સુધીના વિવિધ તબક્કામાં તેને સોનાની નાની ચીજો કાં તો ભેટમાં મળતી હોય છે અથવા તો સાનાનાં ઘરેણાં ઘડાવવામાં આવતાં હોય છે. આજે પણ કેટલાક સમાજમાં લગ્ન સમયે સોનાનાં ઘરેણાં ચડાવવાનો આગ્રહ રખાય છે ત્યારે એક વર્ષ માટે સોનું નહીં ખરીદવાની વડાપ્રધાનની અપીલ દેશની આથક સ્થિતિ ટકાવી રાખવા માટે જરૂરી છે. આમ છતાં તેમની આ અપીલની ટીકા થઈ રહી છે.
ભૂતકાળ પર નજર કરીએ તો અનેક વાર દેશના સત્તાધીશો સોનાનો વપરાશ ઘટાડવાની અપીલ કરી ચૂક્યા છે. ૧૯૬માં ચીન સાથેના યુદ્ધને જીતવા માટે સરકારને સોનું દાનમાં આપો એવી અપીલ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી. તે વખતે ઇન્દિરા ગાંધીએ તેમનું મંગળસૂત્ર દાનમાં આપ્યું હોય તેવી તસવીરો અખબારોમાં છપાઈ હતી. ઇન્દિરા ગાંધીએ ૩૬૭ ગ્રામ સોનાનું દાન કર્યું હતું. અનેક મહિલાઓ આ દાનની સરવાણીમાં જોડાઈ હતી. જોકે, ચીન સામેના યુદ્ધમાં ભારતની હાર થઈ હતી, ત્યારબાદ દાનમાં મેળવેલા સોનાનો શું ઉપયોગ થયો તે જાહેર કરાયું નહોતું.
જૂન ૧૯૬૭માં, કે જ્યારે વડાપ્રધાન પદે ઇન્દિરા ગાંધી હતાં, ત્યારે દુકાળનો સામનો કરી રહેલા દેશનું વિદેશી હૂંડિયામણ સાવ તળિયે હતું. ત્યારે તેમણે પણ સોનું તેમજ સોનાનાં ઘરેણાં નહીં ખરીદવા અપીલ કરી હતી.
સોનાની કિંમત એટલી ઊંચે ગઈ છે કે પાંચ તોલાના ઘરેણાં ખરીદવા ૧૦ લાખ રૂપિયા જોઈએ. પાંચ તોલા સોનું ખરીદીને અંતે તો તેને લોકરમાં જ મૂકવાનું હોય, તો તેને ખરીદવાનો શો મતલબ? દેશની આથક સ્થિતિ પાંગળી થવાના સંકેત મળી રહ્યા છે. તેલની ખરીદી માટે ભારત અખાતી અને અન્ય દેશો પર નિર્ભર છે ન ેવળી તેની ખરીદી ડોલરમાં થાય છે. આપણે સોનાની પણ જંગી આયાત કરવી પડે છે, સરકારે તેના માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. સરકાર સામે દેખાઈ રહેલા આથક સંકટનો સામનો કરવા માટે આગોતરા કરકસરનાં પગલાં લઈ રહી છે.
ફોરેક્સ રિઝર્વ બહુ મહત્ત્વનું છે અને તેને ટકાવી રાખવું પડે છે. ૧૯૯૧માં જ્યારે 'બેલેન્સ ઓફ પેમેન્ટ'નું સંકટ હતું અને હર્ષદ મહેતાના કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે ભારત પાસે માત્ર એક અઠવાડિયા ચાલે એટલું જ રિઝર્વ બચ્યું હતું, જે ઘટીને માત્ર એક અબજ ડોલર પર પહોંચી ગયું હતું.
તે વખતે ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૭ ડોલર પરથી ૩૬ ડોલર પર પહોંચી ગયો હતો. દેશ પાસે લોન ચૂકવવા પૈસા નહોતા અન ેતે ડિફોલ્ટર થવાની અણી પર હતો. આ કટોકટીના સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ૧૮મા ગવર્નર તરીકેની કમાન એસ. વેંંકટરમણનને સોંપવામાં આવી હતી. તેમણે ૬૭ ટન સોનું વિદેશની બેંકોમાં ગીરવે મૂક્યું હતું અને ૪૦૦ મિલિયન ડોલરની લોન મેળવવામાં સફળતા મેળવી હતી. તે વખતે ભારત ૈં આઇએમએફ પાસેથી ૧.૨ અબજ ડોલરની ઇમર્જન્સી લોન લીધી હતી.
વૈશ્વિક આથક ડામાડોળ સ્થિતિમાં ફોરેક્સ રિઝર્વ મજબૂત હોવું જરૂરી છે. ૨૦૧૪માં જ્યારે મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે ફોરેક્સ રિઝર્વ ૩૧૫ અબજ ડોલર હતું. આથક નિષ્ણાતો ફોરેક્સ રિઝર્વ ઓછું થાય ત્યારે ચિંતા કરતા હોય છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં તે ૭૨૮ અબજ ડોલર હતું અને હાલ ૬૯૦.૯૬ અબજ ડોલર છે, જે નિષ્ણાતોના મત અનુસાર, આઠેક મહિના સુધી આયાતમાં વાંધો ના આવે તેટલું છે.
ટૂંકમાં, સોનું નહીં ખરીદવાની અપીલ દેશહિતમાં છે. આ અપીલની વિરુદ્ધમાં ઉઠતા સૂરોને બહુ મહત્ત્વ આપવા ેજવું નથી.


