Get The App

વોલમાર્ટ 1.2 અબજ $ રોકી ઇ કોમર્સના સમીકરણો બદલશે

- જિઓ માર્ટ, એમેઝોન. વોલમાર્ટ વચ્ચે તીવ્ર સ્પર્ધા

- પ્રસંગપટ .

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News

ભારતના યુવા વર્ગ પાસે ખરીદી માટેનો પાવર આવી ગયો  છે.તેમની પહેલી પસંદ ઓન લાઇન ખરીદી હોય છે 

વોલમાર્ટ 1.2 અબજ $ રોકી ઇ કોમર્સના સમીકરણો બદલશે 1 - image

રિલાયન્સ જિઓમાં ગુગલ ૩૦,૦૦૦ કરોડ રોકવાની છે તે અહેવાલો ફ્લોર પર છે ત્યાં તો ફ્લિપ કાર્ટમાં ૧.૨ અબજ ડોલર એટલેકે અંદાજે ૯૦૪૫ કરોડ રૂપિયા રોકવા વેાલમાર્ટે તૈયારી બતાવી છે. આટલી જંગી રકમ ભારતના અર્થતંત્રમાં સીધી તેમજ આડકતરી રીતે ખુબ ઉપયોગી બની જશે. વેાલમાર્ટ જ્યારે ૧.૨ અબજનું રોકાણ કરવા તૈયાર થાય તેની પાછળનો મનસૂબો પણ સમજવાની જરૂર છે. મુકેશ અંબાણીના જિઓ માર્ટ અને જેફ બિયોઝના એમેઝોનના કારણે ઇ કોમર્સ ક્ષેત્ર ઉભી થનારી તીવ્ર હરિફાઇમાં હવે વોલમાર્ટે પણ ઝુકાવ્યું છે.

વોલમાર્ટના જંગી રોકાણને જોઇને એમ કહી શકાય કે આગામી મહિનાઓમાં ઇ કોમર્સ ક્ષેત્રે તીવ્ર સ્પર્ધા જોવા મળશે. વોલમાટ ર્અને એમેઝોન વચ્ચે ઇ કોમર્સનો તખ્તો આંચકી લેવા વિવિધ આઇડયા અપનાવાય છે. ભારતમાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ વધતો જાય છે. ભારતમાં કોરોના કાળ દરમ્યાન ઇ કોમર્સ પર ખરીદી  થઇ શકતી હતી. માર્કેટીંગ સાથે સંકળાએલા લોકો કહે છેકે હવેનો જમાનો ઇ કોમર્સનો રહેવાનો છે. ડિજીટલ માર્કેટીંગનો સૌથી વધુ લાભ ઇ કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ ઉઠાવી રહી છે.

ભારતમાં યુવા વર્ગની સંખ્યા વધી રહી છે અને તેમની પાસે ખરીદ શક્તિ વધુ હોઇ ઇ કોમર્સ માટે ઉજળા સંજોગો જોવા મળે છે. ઇ કોમર્સ પર વેચાણ માટે મુકેલી આઇટમોની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે. જેના કારણે લોકો એકજ સાઇટ પરથી અનેક ચીજો ખરીદી શકે છે. અમેરિકા અને જાપાન જેવા દેશોમાં એમેઝાન અને વોલમાર્ટ વચ્ચે ગ્રાહકોને ખેંચી લેવા રોજ નવા આઇડયા મુકાય છે. 

બેંગલોર સ્થિત ફ્લ્પિકાર્ટનો વિશાળ ગ્રાહક બેઝ જોઇને અમેરીકાની વોલમાર્ટે તે ખરીદી લીધી હતી. ત્યારે આ સોદો ના થાય એટલે એમેઝોને અનેક દાવપેચ અજમાવ્યા હતા. પરંતુ અંતે એમેઝોન ફાવી ગયું હતું.

ફ્લિપકાર્ટે પોતાનો કેટલો હિસ્સો વોલ માર્ટને વેચ્યો તે હજુ સુધી કોઇ નથી જાણતું પણ વોલમાર્ટ એમ કહે છે કે અમે ફ્લિપ કાર્ટને ખરીદી લીધી છે. અહેવાલો અનુસાર વોલમાર્ટે ફ્લિપકાર્ટનો ૮૦ ટકા હિસ્સો ખરીદી લીધો છે. નવા રોકાણથી ફ્લિપકાર્ટ વેરહાઉસ તેમજ લેજીસ્ટીક સિસ્ટમ વધુ મજબુત બનાવી હતી.  હવે જ્યારે વોલમાર્ટ નવું રોકાણ કરી રહ્યું છે ત્યારે ફ્લિપકાર્ટ તેનો ઉપયોગ ટેકનોલોજી અપગ્રેડેશનમાં કરશે.

ઇ કોમર્સ ક્ષેત્રે થઇ રહેલી ચહલ પહલથી દેશના કિરાણા સ્ટેાર્સ બહુ વ્યથિત છે. મોદી સરકારે તેમને વારંવાર હૈયા ધારણા આપી છે પરંતુ ઇ કોમર્સની હરણફાળ સામે તેમનો સાથ આપવા કોઇ આગળ નથી આવતું.

 અહીં ઓન લાઇન ખરીદીમાં થતા ફ્રોડ-છેતરપીંડી બાબતે પણ લોકો ચિંતા કરી રહ્યા છે. મોટા ભાગની ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી કંપનીઓએ ઓન લાઇન છેતરપીંડી અટકાવવા ઓટીપી જેવી સિસ્ટમ અપનાવી છે છતાં છેતરપીંડી રોકી શકાતી નથી. 

ઓન લાઇન ખરીદી કરનારાઓ સાવચેતી વાપરે છે અને દર મહિને પાસ વર્ડ બદલતા થયા છે. ઇ કોમર્સ સાઇટો પણ વારંવાર તેના ગ્રાહકોને જાગૃત રહેવાની સલાહ આપતી હોય છે.

ભારતના ઇકોમર્સ માર્કેટ પર એમેઝોન રોકાણ કરવા તૈયાર છે. ગયા વર્ષે જ્યારે એમેઝોનના જેફ બોયઝ ભારત આવ્યા ત્યારે તેમણે  એવી જાહેરાત કરી હતી કે તે ભારતમાં ઇ કોમર્સના બેઝને વધુ મજબૂત બનાવવા માટે એક અબજ ડોલરનું રોકાણ કરશે. તેમણે ભારતમાં ૫.૫ અબજ ડોલર રોકવા માટેનું પ્રોમીસ પણ આપ્યું છે. 

ઇ કોમર્સ જાયન્ટસની ભારત પર નજર સ્થિર થઇ છે તેની પાછળનું સૌથી મોટું કારણ ભારતના યુવા વર્ગ પાસે ખરીદી માટેનો પાવર આવી ગયો  છે. આ યુવા વર્ગની પહેલી પસંદ ઓન લાઇન ખરીદી હોય છે. 

ઇ કોમર્સની સાઇટો આથી વિવિધ સેલની સ્કીમોનો લાભ પણ યુવા વર્ગ ઉઠાવી રહ્યો છે. ભારતમાં ખરીદીનો પાવર કુટુંબના સિનીયરોના બદલે સ્માર્ટ ફોનના વપરાશ કરતા યુવાવર્ગ પાસે આવી રહ્યો છે એવું ઇ કોમર્સનું માર્કેટીંગ કરતી કંપનીઓને દેખાઈ રહ્યું હોય એમ લાગે છે.

ભારતમાં વોલમાર્ટ જ્યારે ૯૦૪૫ કરોડ રૂપિયા રોકે ત્યારે ઇ કોમર્સ ક્ષેત્રે સ્પર્ધા વધશે અને સ્પર્ધા વધશે એટલે રોજગારી વધશે જેની આજે ભારતને તાતી જરૂર છે. ઇ કોમર્સ વચ્ચે સ્પર્ધા વધશે એટલે ચીજો સસ્તી મળતી થશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે. જિઓ માર્ટ, એમેઝોન અને વોલમાર્ટ ઇ કોમર્સ ક્ષેત્રે નવા સમિકરણો રચી શકે છે.

Tags :