For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોલસાની આયાત વધતાં હવે ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકાર સક્રિય બની

Updated: Mar 12th, 2023


- પ્રસંગપટ

- એપ્રિલ ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન આયાતમાં ૭૮ ટકાની વૃદ્ધિ

- કોલસાની ૮૦થી ૮૫ ખાણોનું ટૂંકમાં થનારું ઓક્શનઃ કોલસાની દરિયાઈ માર્ગે હેરફેર વધારવા પણ ગોઠવાતો તખ્તો

કોલસા (કોલ) બજાર તથા ઉદ્યોગ જગતમાં પ્રવાહો તાજેતરમાં ઝડપથી પલ્ટાતા જોવા મલ્યા છે. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા છે અને તેના પગલે  વૈસ્વિક સ્તરે  કોલસાના ભાવ પણ ઉંચકાયાના વાવડ મળ્યા છે. સ્ટીલ, લોખંડ, પોલાદ, વિજળી વિ. વિવિધ ઉત્પાદન ક્ષેત્રોમાં કોલસો  ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ઘરઆંગણે સ્ટીલ ઉત્પાદકોએ તાંજતેરમાં  ભાવમાં વૃદ્ધી કર્યાના વાવડ મળ્યા  હતા. વિવિધ  ઉદ્યોગોમાં  કોલસાની ભૂમિકા  મહત્ત્વની હોતાં કોલસાનો પુરવઠો વ્યાજબી  ભાવોએ સતત મળતો રહે એ માટે  સરકાર પણ સક્રિય રહેતી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં કોસ્ટલ શિપિંગ મારફત હેરફેર કરાતા થર્મલ કોલસા માટે રેલવે ભાડામાં  ઘટાડો કરવાની વિચારણા સરકારમાં શરૂ થયાના નિર્દેશો દિલ્હીથી મળ્યા છે. આ માટે રેલ-સી-રેલ (આરએસઆર) મોડ હેઠળના ભાવ-ભાડા માળખા-ફોર્મ્યુલામાં સરકાર ફેરફાર કરવા વિચારી રહ્યાના વાવડ મળ્યા છે.

દેશમાં હવે પછીના મહિનાઓમાં  કોલસાની માગ વધવાની શક્યતા છે  ત્યારે કોલસાની હેરફેર માટે રેલ-નેટવર્કપરનું દબાણ હળવું કરવા સરકારે  આવી ગતિવિધી  શરૂ કરી છે.  તાજેતરમાં  કેન્દ્રના નાણાં પ્રધાને  પણ પોતાના બજેટમાં  કોસ્ટલ શિપીંગ દરિયાઈ  માર્ગે  થતી હેરફેર માટે  વિશેષ રસ બતાવ્યો  હતો. આના પગલે  હવે  કેન્દ્રના શિપીંગ તથા રેલવે મંત્રાલયમાં  ચહલ પહલ વધેલી જોવા મળી છે.

દરમિયાન, કેન્દ્ર સરકારના ગતિ શક્તિ પ્રોગ્રામના પગલે હવે કોમર્શિયલ કોલ માઈન ઓક્શનની  પ્રક્રિયાને વેગ મળશે એવાં સંકેતો મળ્યા છે. આવા ઓકશનમાં ભાગ લેતા અગાઉ  તથા બીડીંગ કરતા અગાઉ કોલસાની આવી ખાણોમાં કોલસાનાં જથ્થા (બ્લોકસ)ના જોગ્રોફીકલ ફીચર્સ ઓનલાઈન જોઈ શકાશે  એવું  જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે આવી કોલ-માઈન્સના ઓક્શનમાં  રોકાણકારોનો રસ વધશે એવું તજજ્ઞાો જણાવી રહ્યા છે. દિલ્હીથી મળતા નિર્દેશો મુજબ માર્ચ મહિનાના ઉત્તરાર્ધમાં ૧૫ માર્ચ પછીના ગાળામાં આવી ૮૦થી ૮૫ જેટલી કોલસાની ખાણોનું  આવું કોમર્શિયલ ઓક્શન સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આવા ઓકશનનો ા રાઉન્ડ  સાતમો રાઉન્ડ  હશે. અગાઉના ઓકશનોમાં  નહિં વેંચાયેલી કોલ માઈન્સ ઉપરાંત  નવી કોલ માઈન્સ હવે પછીના ઓકશનમાં  સામિલ કરવામાં આવનાર છે. આના પગલે કોલસાની ખાણોના ઓકશનમાં ભાગ લેતા અગાઉ બીડર્સોને  આવી ખાણોની વિવિધ જાણકારી સહેલાઈથી  પ્રાપ્ત થશે. દેશમાં કોલસાનું ઉત્પાદન  વધારવા તથા તેના પગલે દેશમાં  થતી કોલસાની આયાત ઘટાડવા સરકારે ગંભીર પ્રયત્નો  શરૂ કર્યા છે. આમ થશે તો વેપાર ખાધ પણ કાબુમાં લાવી શકાશે એવી આશા સરકારી સૂત્રો બતાવી રહ્યા છે. દેશમાં એપ્રિલ-૨૦૨૨થી જાન્યુઆરી -૨૦૨૩ દરમિયાનના ગાળામાં  કોલ, કોક વિ.ની આયાતમાં આશરે ૭૭થી ૭૮ ટકાની વૃદ્ધી થઈ છે. તથા આ ગાળામાં આવી આયાત વધી  ૪૩ અબજ ડોલરની સપાટી પાર કરી ગઈ છે.  દેશમાં વિવિધ ચીજોની જેકુલ આયાત થાય છે એ પૈકી જે  કોલ તથા કોકની આયાત આશરે ૭થી ૮ ટકા જેટલી થાય છે. દેશમાં  તાજેતરના મહનાઓમાં  વિજળીનો વપરાશ વધતાં વિજળીનાં ઉત્પાદનને  પહોંચી  વળવા ઘરઆંગણે  ખાસ કરીને થર્મલ કોલની આયાતમાં વિશેષ વૃદ્ધી જોવા મળી  છે. દેશમાં  આ પૂર્વે  ગયા વર્ષે  નવેમ્બર મહિનામાં  કોલસાની માઈન્સનું  ઓકશન  યોજવામાં આવ્યું હતું તથા  એ વખતે આવા ઓકશનમાં  આશરે  ૧૪૦થી ૧૪૧ કોલસાના ખાણો ઓક્શનમાં  મુકવામાં  આવી હતી.  આ ખાણોમાં કોલસાના આશરે  ૨૯થી ૩૦ જેટલા બ્લોકસ માટે ઓક્શનને સારો પ્રતિસાદ મળ્યો હતો.  તથા આ બ્લોકલમાં  કોલસાનો કુલ જથ્થો  આશરે ૯૦૯થી  ૯૧૦ લાખ ટનનો મનાય છે. દેશના કોલસાના કુલ વાર્ષિક  ઉત્પાદનમાં  આ જથ્થો આશરે ૧૦ ટકાનો મનાય છે. જો કે દેશમાં પ્રદુષણ ઘટાડવા હવે આગળ ઉપર સરકાર વૈકલ્પિક ઉર્જાના સાધનો તરફ વિશે આ લક્ષ આપી  રહી છે એ જોતાં  આગળ ઉપર સોલાર, હાઈડ્રોજન પાવર વિ.નો વપરાશ વધશે ત્યારે  કોલસાનો વપરાશ ઘટવાની શક્યતા  જાણકારો બતાવી  રહ્યા છે.

Gujarat