Get The App

વિશ્વના પહેલાં ટ્રિલિયોનર બનવાની દિશામાં ટેસ્લાના ઇલોન મસ્ક મોખરે

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વના પહેલાં ટ્રિલિયોનર બનવાની દિશામાં ટેસ્લાના ઇલોન મસ્ક મોખરે 1 - image

- અબજોપતિ નંબર વનનો તાજ કલાકોમાં જ ફરી મસ્ક પાસે 

- પ્રસંગપટ

- થોડી કલાકો માટે ઓરેકલના ચેરમેન લેરી એલિસન દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા 

 - ઇલોન મસ્ક અને લેરી એલિસન

વિશ્વના સૌથી વધુ પૈસાદાર બનવાનો તાજ ઓરેકલના લેરી એલિસન પાસે થોડા કલાકો માટે રહ્યો પછી તરત જ પાછો ટેસ્લાના માલિક ઇલોન મસ્ક પાસે આવી ગયો હતો. આખી રમત સૈાથી વધુ સંપત્તિ કોની પાસે છે તેની છે. બુધવારે થોડા કલાકો માટે ઓરેકલના ચેરમેનનું નામ વિશ્વના સૌથી વધુ પૈસાદાર તરીકે ગાજતું થયું હતું, પરંતુ મસ્કની સંપત્તિ ફરી ૩૮૪.૨ અબજ થતાં તે એલિસનની સંપત્તિ કરતા એક અબજ વધી ગઇ હતી.

 લેરી એલિસન ૮૧ વર્ષના છે. જે રીતે ટેસ્લાનું બોર્ડ મસ્કને અપાતા વેતનમાં વધારો કરવાનો પ્લાન કરી રહી છે તે જોતાં એમ કહી શકાય કે ઇલોન મસ્ક વિશ્વના પહેલા ટ્રિલિયોનેર(૧ લાખ કરોડ ડોલરના માલિક) તરીકે પોતાનું સ્થાન બનાવી રાખશે. વિશ્વના સૌથી વધુ પૈસાદાર તરીકે, ભલે થોડી વાર માટે તો થોડી વાર માટે, પણ  ઇલોન મસ્કને બાજુ પર રાખીને ઓરેકલના લેરી એલિસનનું નામ ઉપસે એટલે આખી દુનિયાનું ધ્યાન તો જાય જ. ઓરેકલ કોર્પોરેશન એક જ દિવસમાં ૧૦૧ અબજ ડોલરની સંપત્તિ ઊભી કરીને આર્થિક બજારમાં મોટી  ઉથલ પાથલ કરી બતાવી છે.  કંપનીના ત્રિમાસિક પરિણામોમાં ઉછાળો થતા કંપનીના શેર્સના ભાવો પણ ઉછળ્યા હતા. જોૉકે થોડી કલાકોમાં જ તાજ પાછો મસ્કના શિરે મૂકાઈ ગયો હતો. 

લેરી એલિસન ઓરેકલ કંપનીના ચેરમેન ઉપરાંત ચીફ ટેકનોલોજી ઓફિસર પણ  છે. તેમની મોટાભાગની સંપત્તિ સોફ્ટવેર કંપની સાથે સંકળાયેલી છે. લેરી એલિસન કંપનીના સાથી ફાઉન્ડર છે. વિશ્વના સૌથી વધુ પૈસાદાર તરીકે પહેલીવાર તેમનું નામ ચમક્યું છે. તાજેતરના વર્ષોમાં ઇલોન મસ્ક પાસેથી કોઇ એમનું સૌથી વધુ પૈસાદાર હોવાનું ટાઇટલ ઝૂંટવી શકશે નહીં, પરંતુ લેરી એલીસનની સંપત્તિમાં એક જ દિવસમાં થયેલા ૧૦૧ અબજ ડોલરના વધારાએ તેમને વિશ્વના સૌથી વધુ પૈસાદાર માણસ બનાવી દીધા હતા.

  ગઇકાલે સવારે ૧૦.૧૦ વાગે ન્યૂયોર્ક ખાતે લેરી એલિસનની સંપત્તિ ૩૯૩ અબજ ડોલર અંકાઇ હતી, જ્યારે ઇલોન મસ્કની સંપત્તિ તે સમયે ૩૮૫ અબજ ડોલર હતી. ઓરેકલ કંપનીના શેર્સ આ વર્ષે ૪૫ ટકા જેટલા વધ્યા હતા પરંતુ ગઇકાલે બુધવારે તે એક જ દિવસમાં ૪૧ ટકા વધતાં કંપનીના ચેરમેન લેરી એલિસન પણ વિશ્વના સૌથી વધુ પૈસાદાર બની ગયા હતો. ઇલોન મસ્ક પાસે ૨૦૨૧થી વિશ્વના સૌથી પૈસાદાર હોવાનો તાજ છે. આ તાજ પહેલાં એમેઝોનના જેફ બિસોઝ પાસે હતો. થોડા સમય માટે  બર્નાર્ડ એરનોલ્ટ પાસે હતો.

વિશ્વના ટોપ ૧૦ અબજોપતિની યાદીમાં સમાન્ય ફેરફારો થયા કરે છે, પરંતુ નંબર વન પર કોણ છે તે જાણવામાં દરેકને રસ હોય છે. આ યાદીમાં સામાન્ય રીતે અમેરિકનો  હોય છે. વિશ્વના નંબર વન  અબજોપતિની યાદીમાં જ્યારે કોઇનું નામ ચર્ચાય ત્યારે બિલ ગટ્સ અચૂક યાદ આવે છે. સૌથી નાની વયે વિશ્વના ટોપના અબજોપતિ બનેલા  બિલ ગેટ્સે દિલથી પણ અમીર છે. તે ડોનેશનમાં માને છે અને વિશ્વના અનેક પછાત દેશોમાં તેમણે આર્થિક મદદ પહોંચાડી છે.

માઇક્રોસોફ્ટ શરૂ કર્યા બાદ ૧૧ વર્ર્ષેે  તે વિશ્વના નંબર વન અબજોપતિ બન્યા ત્યારે તેમની ઉંમર ૩૧ વર્ષની હતી. અઢળક સંપત્તિ હતી તો પણ એ જ્યારે અઠવાડીયે ૮૦ કલાક કામ કરતા હતા. હાઇ નેટવર્થ ધરાવતા અન્ય લોકો માટે  તેઓ અનુકરણીય બની ગયા હતા. એવી જ રીતે સિદ્ધિ વોરન બફેની છે. ૧૧ વર્ષે શેર ખરીદનાર અને ૧૩ વર્ષની વયે ઇન્કમટેક્ષનું રીટર્ન ભરનારા વોરેન બફેનું પણ દુનિયાના સૌથી શ્રીમંતોની યાદીમાં રહ્યું છે. વિશ્વના સૌથી વધુ પૈસાદાર તરીકેનો તાજ તેમના શીરે ૨૦૦૮માં આવ્યો હતો. તેઓ સૌથી મોટા રોકાણકાર તરીકને ખ્યાતિ મળવી ચૂક્યા છે. તેઓ પોતાની સંપત્તિનું ૯૯ ટકા દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. 

૨૦૧૦માં બિલ ગેટ્સે અબજોપતિઓમાં ઝુંબેશ ચલાવી હતી કે દાન આપો. આ ઝૂંબેશને અનેક અબજોપતિને ટેકો આપ્યો હતો જેમાં મોખરે વોરેન બફે હતા. બિલ ગેટ્સ અને વોરન બફેએ વિશ્વના સૌથી વધુ પૈસાદાર તરીકે સંપત્તિ જરૂરીયાતમંદોને દાન કરીને સેવા કરી હતી. ઇલોન જોકે તેમની કંપનીઓના વિસ્તરણમાંાં વધુ રસ લઇ રહ્યા છે.