- પ્રસંગપટ
- ચોખા નહીં, કઠોળનું ઉત્પાદન વધારો
- છત્તીસગઢ રાજ્યમાંથી મળતા સમાચાર મુજબ રાજ્ય સરકાર પાસે સરપ્લસ ડાંગરનો આશરે ૩૦ લાખ ટનનો જથ્થો પડયો છે
દેશના અનાજ બજારોમાં સમીકરણો બદલાતા રહ્યા છે. દેશમાં આયાત થતા કઠોળ પરનો આધાર ઘટાડવા ઘરઆંગણે વિવિધ કઠોળનું ઉત્પાદન વધારવા માટે સરકારે ચોખાના બદલે કઠોળનું વાવેતર વધારવા માટે ખેડૂતોને હાકલ કર્યાના સમાચાર મળ્યા છે. ચોખાના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૫૦ લાખ હેકટર્સ જેટલો ઘટાડવાનો ટારગેટ સરકારે નક્કી કર્યો હોવાના સંકેતો કૃષી મંત્રાલય તરફથી મળ્યા છે. ચોખાના વાવેતરનો વિસ્તાર ઘટાડી તેના બદલે એ વિસ્તારમાં વિવિધ કઠોળ તથા વિવિધ તેલિબિંયાનું વાવેતર વધારવાની દિશામાં કૃષી મંત્રાલયે પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે ઓછા વાવેતરમાં ચોખાનું વધુ ઉત્પાદન મેળવવા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ આઈસીએઆર દ્વારા ચોખાના બિયારણની વિશિષ્ટ જાત વિકસાવવામાં આવી છે જેને જીનોમ એડીટેડ રાઈસ વેરાયટી તરીકે ઓળખવામાં આવે છે. આના પગલે દેશમાં ઓછા વાવેતરમાં આશરે ૧૦૦ લાખ ટન ચોખા વધુ પાકી શકે એવો દાવો કૃષી મંત્રાલયના સૂત્રો કરી રહ્યા હતા. ચોખાનું વાવેતર ઘટાડવા અને ઉત્પાદન વધારવાની યોજનાને સરકારે માઈનસ ફાઈવ એન્ડ પ્લસ ટેન જેવું રૂપકડું નામ આપ્યું છે. ભારતમાં ચોખાના વાવેતરનો વિસ્તાર ૨૦૨૪-૨૫ની મોસમ (જુલાઈથી જૂન)માં ૪૭૭થી ૪૭૮ લાખ હેકટર્સ નોંધાયું છે જે ૨૦૨૩-૨૪ની પાછલી મોસમમાં ૪૭૮થી ૪૭૯ લાખ હેકટર્સ નોંધાયું હતું. જો કે ચોખાનું ઉત્પાદન આ ગાળ ામાં ૧૨૭ ૮થી ૧૨૭૯ લાખ ટનથી વધી ૧૩૫૮થી ૧૩૫૯ લાખ ટન થયું છે!
દરમિયાન, દેશમાં કઠોળનું ઉત્પાદન ૨૦૨૪-૨૫માં ૨૩૦થી ૨૩૧ લાખ ટન ોનંધાયું છે. જે૨૦૨૩-૨૪માં ૨૨૧થી ૨૨૨ લાખ ટન થયું હતું. કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૫૩થી ૨૫૪ લાખ હેકટર્સથી વધી ૨૫૪થી ૨૫૫ લાખ હેકટર્સ થયો છે. દરમિયાન, જીનોમ એડીટેડ ચોખાના કારણે દેશમાં ચોખાની હેકટરદીઠ પેદાશ ઉંચી મળશે એવી આશા સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. કૃષી મંત્રાલયે વિવિધ છ મુદ્દાઓનો કાર્યક્રમ બનાવ્યો છે.
આમાં ખેતીમાં ઉત્પાદનનો ખર્ચ ઘટાડવો તથા ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી તથા પાકને નુકશાન થાય તો ખેડૂતોને સહાયતા કરવી તથા વિવિધ પાકોના ફેરબદલને ઉત્તેજન આપવું તથા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું, વિ. જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારી વિભાગ લક્ષ આપી રહ્યો છે, જીનોમ એડીટેડ ટેકનોલોજી તથા જેનીટીકલ મોડીફાઈડ જીએમ ટેકનોલોજી બન્નેમાં ઘણો ફરક હોવાનો દાવો સરકાર કરી રહી છે. દરમિયાન, છત્તીસગઢ રાજ્યમાંથી મળતા સમાચાર મુજબ રાજ્ય સરકાર પાસે સરપ્લસ ડાંગરનો આશરે ૩૦ લાખ ટનનો જથ્થો પડયો છે તથા આ જથ્થો ખરીદવા બાયરો ઓછા ભાવની માગણી કરી રહ્યા છે એ જોતાં આ જંગીજથ્થો હળવો કરવોે હોય તો રાજ્ય સરકારને આશરે રૂ.ત્રણ હજાર કરોડથી વધુનું નુકશાન થઈ શકે તેમ છે એવી ભીતિ સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. રાજ્ય સરકારે આ જથ્થો વેંચવા માટે રિઝર્વ ભાવ ક્વિ.દીઠ રૂ.૧૯૦૦થી ૨૧૦૦ જેટલા નક્કી કરવામાં આવ્યા છે. આ જથ્થામાં ચાર પ્રકારના ડાંગર (પેડી) હોવાનું અનાજ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં ચોખાના ભાવ જે તાજેતરમાં ઘટી નીચામાં બે વર્ષના તળિયે ઉતરી ગયા હતા તે હવે ફરી પ્રત્યાઘાતી ઉંચકાતા જોવા મળ્યા છે. થાઈલેન્ડ તથા પાકિસ્તાનના ચોખા જેની સપ્લાય વિશ્વ બજારમાં વધી હતી તે હવે ઘટતાં વૈશ્વિક ભાવ પ્રત્યાઘાતી વધતા જોવા મળ્યા છે. જો કે ભારતના અનાજ બજારોમાં ચોખાના ભાવ દબાણ હેઠળ દેખાયા છે અને આના માટે છત્તીસગઢ સરકારની વેચવાલીની ભીતિ જવાબદાર મનાઈ રહી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારે ઈથેનોલ પ્રોગ્રામ માટે ચોખાની ફાળવણી વધારી બાવન લાખ ટન કરવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા.


