Get The App

આર્થિક અટપટા મુદ્દા સમજવા લોકો ગુગલનો સહારો લઇ લે છે

Updated: Mar 12th, 2025

GS TEAM

Google News
Google News
આર્થિક અટપટા મુદ્દા સમજવા લોકો ગુગલનો સહારો લઇ લે છે 1 - image

- બજેટની દરખાસ્તો પણ અંગ્રેજીમાં હોય છે 

- પ્રસંગપટ

- ફુગાવો, સીપીઆઇ ઇન્ફલેશન, ટ્રેડ ડેફીસીટ જેવા મહત્વના મુદ્દા લોકો જાહેરમાં ચર્ચતા થયા છે

જ્યારથી અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે, ભારતમાં નાણાપ્રધાને બજેટમાં ૧૨ લાખ સુધીની ટેક્ષ છૂટ આપી છે તેમજ નવા ટેક્ષ બીલની વાત શરૂ થઇ છે ત્યારથી ટેરિફ, જીડીપી જેવા છ આર્થિક મુદ્દે લોકોમાં ચર્ચા વધી છે. છેલ્લા ૩૦ દિવસમાં ગુગલ પર પણ સૌથી વધુ સર્ચ ઉપરોક્ત આર્થિક મુદ્દાઓ પર થઇ હતી. ફુગાવો, સીપીઆઇ ઇન્ફલેશન, ટ્રેડ ડેફીશીટ જેવા મહત્વના મુદ્દા લોકો જાહેરમાં ચર્ચતા થયા છે પરંતુ તેના ખરા અર્થ શોધવા ગુગલનો સહારો લેતા હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જ્યારે રેપોરેટમાં ૨૫ બેઝીસ પોઇન્ટનો (bps) ઘટાડો કર્યો ત્યારે તે સમજવા લાખો લોકોએ ગુગલ નો સહારો લીધો હતો. ૨૦૨૫ના બજેટ પછી આર્થિક મુવમેન્ટમાં વધારો થયો છે.

 આર્થિક ક્ષેત્રના મોટાભાગના મુદ્દા અંગ્રેજી સાથે સંકળાયેલા છે. બજેટની દરખાસ્તો પણ અંગ્રેજીમાં હોય છે જેને ટ્રાન્સલેટ કરવી પડે છે.

સંસદમાં જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે સાસંદો તેને સરળતાથી સમજી શકે એટેલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તેને પાંચથી છ પ્રાદેશિક ભાષામાં ટ્રાન્સલેટ કરીને તેમના ડેસ્ક પર મુકે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ બજેટનો સમય બદલ્યો પણ બજેટની દરખાસ્તો અંગ્રેજીમાં આપવાની ચાલુ રહેવા દીધી હતી. 

જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે દરેક ટીવી ચેનલ લાઇવ બતાવતી વખતે પણ તેની પ્રદેશિક ભાષામાં સમજ આપે છે. ખરખર, આર્થિક તંત્રની કેટલીક ટર્મ બહુ અટપટી અને અનેક લોકોને સરળતાથી ખબર ના પડે એવી હોય છે. આવા લોકોની વહારે ગુગલ આવે છે.

ફાયનાન્સ સાથે સંકળાયેલી જે પાંચ ટર્મને લોકો ગુગલ પર શોધે છે તેમાં જીડીપી, ઇન્ફલેશન, કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ, રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયા, ટ્રેડ, રેસીપ્રોકલ ટેરિફ નો સમાવેશ થાય છે.

રેસિપ્રકોલ ટેરિફ એ જેવા સાથે તેવાની નીતિ  સાથે સંકળાયેલી વાત છે. અમેરિકાના પ્રમુખ જાહેરમાં કહે છે કે જો કોઇ અમેરિકાના માલ સામાન પર ડયૂટી નાખશે તો અમે પણ વળતો પ્રહાર કરી શું તેને રેસિપ્રોકલ ડયૂટી સાથે સરખાવાય છે.

જીડીપીના ડેટા સમજવો લોકો માટે મુશ્કેલ છે કેમકે તે ટકાવારી પર આવે છે જેમકે જુલાઇ સપ્ટેમ્બર-૨૦૨૫ના ત્રિમાસિક ગાળા માટે ૫.૪ ટકાના દરે જોવા મળતી હતી તો રિઝર્વ બેંકના હાથ નીચે કામ કરતી મોનેટરી પોલીસીએ નાણા વર્ષ ૨૦૨૬માં જીડીપી ગ્રોથ ૮.૧ ટકા રહેવાની ધારણા છે.

એવીજ રીતે ઇન્ફલેશન શબ્દ માટે પણ બહુ સર્ચ કરવામાં આવે છે. ગત ડિસેમ્બરમાં જે ઇન્ફલેશન ૫.૨૨ ટકા હતું તે ઘટીને જાન્યુઆરીમાં ૪.૩૧ ટકા પર હતું. એવીજ રીતે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે ઇન્ફલેશન પર આધારીત હોય છે.તે જાન્યુઆરીમાં ઘટીને  ૨.૩૧ ટકા પર આવી ગયો હતો.

એવીજ રીતેે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ને સમજવા ગુગલનો સહારો લેવાઇ રહ્યો છે. સામાન્ય પ્રજાને આ ટકાવારીની વાતો કરતા તેમને કેટલા વધુ પૈસા ચૂકવવા પડશે તેમાં રસ હોય છે. પ્રજાના મતે ભાવો વધે એટલે મોંઘવારી વધી કહેવાય પરંતુ એવું નથી હોતું તે માટે ઓવરઓલ ગણતરી કરાતી હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી શું છે અને તેનું નેટવર્ક કેવું છે તે માટે પણ લોકો ગુગલનો સહારો લેતા હોય છે. એવીજ રીતે ટ્રેડ ડેફીસીટ વિશે પણ લોકો જાણવા મથતા હોય છે.