Get The App

ચોમેરથી ફસાઈ રહેલું પાકિસ્તાન આંતરવિગ્રહના વિસ્ફોટ તરફ

Updated: Jan 12th, 2023

GS TEAM


Google News
Google News
ચોમેરથી ફસાઈ રહેલું પાકિસ્તાન આંતરવિગ્રહના વિસ્ફોટ તરફ 1 - image


- પાકિસ્તાનનો વધુ એક ટુકડો થવા જઇ રહ્યો છે...

- પ્રસંગપટ

- પાકિસ્તાનને મદદ કરતા અમેરિકાની બેધારી નીતિને  ભારતે જાહેરમાં ટીકા કરીને ખુલ્લી પાડી છે

પાકિસ્તાન આર્થિક રીતે તૂટી ગયું છે. આ મુદ્દે પાકિસ્તાન કે ભારતમાં રહેતા પાકિસ્તાનના સમર્થકો આપણા દેશ તરફ આંગળી ચીંધી શકે એમ નથી, પરંતુ અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોને ભારત આડકતરી મદદ કરી રહ્યું છે એવો ગણગણાટ અમેરિકાના અખબારોમાં થઇ રહ્યો છે. ત્રણ મુદ્દે ભારત સામે આંગળી ચીંધાય છે. એક છે, ભારત પાકિસ્તાનનો વધુ એક ટુકડો કરવા માંગે છે અને તે માટે એ અફઘાનિસ્તાનને મદદ કરી રહ્યું છે. બીજો મુદ્દો એ છે કે ભારત લોહીનું એક પણ ટીપું રેડયા વિના પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (ઁર્ંણ)લઇ લેવાની વ્યૂહરચનામાં આગળ વધી રહ્યું છે. ત્રીજો મુદ્દો બલૂચિસ્તાનનો છે.  વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને ત્રાસવાદના સમર્થક ચીતરવામાં ભારતે કોઇ કચાશ નથી છોડી. પાકિસ્તાનને મદદ કરતા અમેરિકાની બેધારી નીતિને પણ ભારતે જાહેરમાં ટીકા કરીને ખુલ્લી પાડી છે. ચીનની મદદ લેનાર પાકિસ્તાનનેા તેના જ દેશમાં વિરોધ થઇ રહ્યો છે. 

પાક્સ્તિાનનો વધુ એક ટુકડો કરવા ભારત પ્રયાસ કરી રહ્યું છે એવું પાકિસ્તાનના શાસકોને એટલા માટે લાગી રહ્યું છે કે અફઘાનિસ્તાનના તાલિબાની શાસકો હવે પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી રહ્યા છે કે અમારી સરહદેે આવેલા પ્રાંત પર અમે કબજો જમાવી દઇશું. પીઓકે એક સળગતી સમસ્યા છે. કાશ્મીરમાંથી જ્યારે ૩૭૦મી કલમ હટાવાઇ અને તેને વિકાસના ટ્રેક પર લાવવામાં આવ્યું ત્યારથી પીઓકેના લોકો પાકિસ્તાનના શાસકો સામે બળવો પોકારી રહ્યા છે. પાકિસ્તાનમાંથી છૂટું પડવા બલૂચિસ્તાન ક્યારનુંય તલપાપડ છે. ભારતના વડાપ્રધાન  મોદીએ કહ્યું હતું કે કાશ્મીરમાં એવો વિકાસ કરીશું કે તે જોઇને પીઓકેના લોકો કાશ્મીર સાથે જોડાવામાં ગૌૈરવ અનુભવશે. પાકિતાનના ટુકડા થાય તે ભારત માટે લાભદાયી છે, પરંતુ ભારત કહે છે કે પાકિસ્તાને તેના પગ પર જ કુહાડો માર્યો છે. વિશ્વના પ્રોગ્રેસ સાથે કદમ મિલાવવાના બદલે પાકિસ્તાન ત્રાસવાદીઓ તૈયાર કરતી ફેક્ટરી સમાન બની ગયું. પાકિસ્તાનના દરેક શાસકે કાશ્મીર પર કબજો જમાવવા ત્રાસવાદનો સહારો લીધો હતો. પાકિસ્તાનના રાજકાણીઓએ કાશ્મીરના મુદ્દાના જોરે ચૂંટણીઓ જીતી હતી, પરંતુ દેશનો વિકાસ કરવામાં માર ખાઇ ગયા હતા.

વિદેશમાં વસતા પાકિસ્તાનીઓ પણ કહી રહ્યા છે કે અમારી વ્યક્તિગત ઇમેજમાં ઘટાડો થઇ રહ્યો છે. વિશ્વના મેઇનસ્ટ્રીમમાં નહીં જોડાઇને પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. ચીનના સમર્થનથી કૂદતું પાકિસ્તાન વિશ્વમાં એકલુંઅટૂલું પડી ગયું છે. અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોની ખુલ્લી ધમકીનો જવાબ પણ પાકિસ્તાન આપી શકતું નથી. તાલિબાનોને છંછેડીને પાકિસ્તાને ભૂલ કરી છે. પકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ મોકલી શકે છેે, પરંતુ અફઘાનિસ્તાનમાં એવું પગલું ભરી શકે એમ નથી. પાકિસ્તાનના લોકો વર્તમાન શાસકોથી કંટાળ્યા છે. રોજીંદી ચીજોના ભાવોમાં સખત વધારો આંતરવિગ્રહની દિશામાં દેશને ખેંચી જશે. સત્તા છોડયા પછી ઇમરાન ખાન જંપીને બેઠા નથી. તે વર્તમાન સરકારને ઉથલાવવા માંગે છેે. વર્તમાન સરકાર જાહેરમાં કહે છે કે પાકિસ્તાનને દેવાના ડુંગર નીચે ધકેલી દેનાર ઇમરાન ખાન છે.

બીજી તરફ ઇમરાન ખાન સરકાર-વિરોધી રેલીઓ કરીને સરકાર-વિરોધી તત્ત્વોને ભેગા કરી રહ્યા છે. કમનસીબી એ છે કે ઇમરાન ખાન જ્યારે સત્તા પર હતા ત્યારે ભારત-વિરોધી વાતો કરતા હતા અને હવે જ્યારે સત્તા પરથી ફેંકાઇ ગયા છે ત્યારે ભારતની પ્રશંસા કરી રહ્યા છે. 

પાકિસ્તાનમાં મોંઘવારી-વિરોધી આંદોલન થશે તો તે ખૂનામરકીમાં પરિણમશે. શ્રીલંકામાં ભારતે બિગ બ્રધરની ભુમિકા ભજવી હતી, પરંતુ મોદીરાજમાં તે શક્ય નથી. ભારત સરકાર જાણે છે કે પાકિસ્તાનનો વધુ એક ટુકડો જ કાશ્મીર સરહદે કાયમી શાંતિ લાવી શકે છે. પાકિસ્તાન ભારતનો સામનો કરી શકે એમ નથી. તેની પાસે રહેલો ત્રાસવાદીઓનો સ્ટોક પણ લગભગ ખલાસ થઇ ગયો છે. ત્રાસવાદને તે પોષી શકે એમ નથી, કેમ કે દેશ દેવાળીયો થઇ ગયો છે. કાશ્મીરમાં ઘૂસતા ત્રાસવાદીઓને પતાવી નાખવાની ભારતની નીતિ કામ કરી ગઇ હોય એમ લાગે છે. પાકિસ્તાનના કેસમાં ભારતની હાથીચાલ છે.

કહે છે કે ભારત ૨૦૨૩ પાકિસ્તાનના ટુકડા કરાવીને રહેશે. ભારત જાણે છે કે ત્રાસવાદનો સમર્થન કરતો દેશ તેના ભારથી જ તૂટી પડવાનો છે. પાકિસ્તાનનો પતંગ લોટી રહ્યો છે...   

Tags :