ભારતના માર્કેટ પર કબ્જો કરવા ટોચની ટેક કંપનીઓ વચ્ચે હોડ

- એમેઝોન ભારતમાં 1.2 લાખ લોકોનો સ્ટાફ ધરાવે છે
- પ્રસંગપટ
- પહેલાં ગુગલ, પછી માઇક્રોસોફ્ટ, હવે એમેઝોન: આ વિરાટ કંપનીઓએ ભારત પર ભરોસો મુકીને ટીકાકારોને ચુપ કરી દીધા છે
રશિયાના પ્રમુખની ભારત મુલાકાત પછી બનેલી બે ઘટનાઓ તરફ વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. એક ઘટના અમેેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સાથે સંકળાયેલી છે, જ્યારે બીજી ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓેેએ ભારતમાં જંગી રોકાણ માટે કરેલી જાહેરાત બાબતે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખાની નિકાસ પર ટેરિફ લાદવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે જ ભારતમાં ચોખાના પ્રવેશ પર ટેરિફ વધારીને લગામ કસવાની વાત કરી છે.
ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, ગુગલ, એમેઝોન વચ્ચે ટેકનોલોજીના મામલે વર્ષોથી તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આ કંપનીઓેએ ભારતને પોતાની સ્પર્ધાનો તખ્તો બનાવી દીધો હોય એમ લાગી રહ્યું છે. માઇક્રોસોફ્ટે ભારતમાં ૧૭ અબજ ડોલરના રાકાણની જાહેરાત કરી તેના બીજા જ દિવસે એમેઝોને પણ ભારતમાં ૩૫ અબજ ડોલરના રોકાણની ઘોષણા કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્કેટ કબ્જે કરવા માટે આ વિરાટ કંપનીઓ વચ્ચે ચાલતી સ્પર્ધા લોકોની નજરમાં આવી ગઇ છે.
એમેઝોનની ખાસિયત એવી હોય છે કે જ્યાં માઇક્રોસોફટ રોકાણ કરેે ત્યાં તે પણ પહોંચી જાય છે. આ બંનેે નવું માર્કેટ શોધતા હોય છે. ભારત હવે વિશ્વનું ચોથા નંબરનું અને વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બનેલું છે. નવી ટેકનોલોજી અપનાવવા અને ખરીદશક્તિમાં પણ ભારતીયો મોખરે છે. ઇકોમર્સ જાયન્ટ એમેઝોને મહિનાની શરૂઆતમાં ભારતમાં ૧૨.૭ અબજ ડોલરના રાકણની જાહેરાત કરીને છૈં અને વેબ ટેકનોલેજીમાં ભારતની ક્ષમતા વધારવાના આશય પર ભાર મુક્યો હતો. તેલંગણા અને મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સનું એમેઝોન એેક્સપાન્શન કરશે. ૨૦૧૦થી અત્યાર સુધીમાં એમેઝોને ભારતમાં ૪૦ અબજ ડોલર જેટલું રોકાણ કર્યું છે. ભારતમાં એમેઝોનની કંપનીમાં કુલ ૧,૨૦,૦૦૦નો સ્ટાફ છે.
માઇક્રોસોફ્ટની વાત કરીએ તો તે ક્લાઉડ અને છૈં ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ૧૭.૫ અબજ ડોલર રોકશે. આ અગાઉ જાન્યુઆરીમાં કંપનીએ ૩ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. આ રકમ ૨૦૨૬ના વર્ષના અંત સુધીમાં ઉપયોગમાં લઈ લેવાશે. માઇક્રોસોફ્ટના ભારતની ઓફિસોમાં ૨૨,૦૦૦થી વધુ લોકો કામ કરે છે. કંપનીના ૨૦૩૦ સુધીમાં નવા રોકાણોની જાહેરાતથી કર્મચારીઓની સંખ્યા ૬૦,૦૦૦ સુધી પહોંચી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા ઓક્ટોબરમાં ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ૧૫ અબજ ડોલર રોકવાની જાહેરાત કરીને ત્યાં ડેટા સેન્ટર ઊભું કરવાની તૈયારી કરી હતી. વિશાખાપટ્ટનમને પાંચ વર્ષમાં છૈં હબ બનાવાશે એમ પણ ગુગલે કહ્યું હતું.
ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ ભારતમાં રોકાણ કરીને રોજગારી વધારવામાં સહાય કરશે અને વિદેશમાં માલ સપ્લાય કરશે, જેથી એક્સપોર્ટની માત્રામાં વધારો થશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનું ચક્ર શરૂ થઇ ગયું છે. ટેકનોલોજીમાં અગ્રેસર કરતી કંપનીઓે ભારત પર ભરોસો મુક્યો છે. અમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ ભારતમાં જંગી રોકાણ કરતી હોય ત્યારે તેમનાં પગલે અન્ય નાની કંપનીઓ પણ આગામી દિવસોમાં ભારતમાં રોકાણની જાહેરાત કરી શકે છે.
સત્ય નડેલાએ વડાપ્રધાનને મળ્યા બાદ ભારતની નીતિઓ, પ્રોગ્રામ, પ્રોત્સાહન, ટેકનોલોજીનું અમલીકરણ વગેરેની પ્રશંસા કરી હતી. સાયબર સિક્યોરિટી બાબતે તેમણે કહ્યું હતું કે વૈશ્વિક ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સાયબર વોર શરૂ કર્યા વગર છૂટકો નથી. અમેરિકાની નામાંકિત ટેકનોલોજી કંપનીઓ ભારતમાં અબજોના રોકાણની જાહેરાત કરી રહી છે તે બજારો માટે સારા સંકેત સમાન છે.
ગુરૂવારના શેરબજારમાં જોવા મળેલી તેજી પાછળનું મહત્ત્વનું એક કારણ ઇન્ટરનેટ જાયન્ટ્સ દ્વારા ભારતમાં રોકાણ વિશે થયેલી જાહેરાત પણ છે. ભારતના અર્થતંત્રને ફેંકાયેલું કહીને ટીકા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર આ મામલે સ્વાભાવિક રીતે જ ઠેકડી ઉડી રહી છે.

