Get The App

માઓવાદના સફાયાના છેલ્લા દિવસો 130 લોકો શસ્ત્રો મૂકી શરણે આવ્યા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
માઓવાદના સફાયાના છેલ્લા દિવસો 130 લોકો શસ્ત્રો મૂકી શરણે આવ્યા 1 - image

- 31 એકે-47 રાઇફલ સહિત કુલ 124 શસ્ત્રો જમા કરાવ્યા

- પ્રસંગપટ

- 2001 થી 2025 સુધીમાં માઓવાદીઓ સામે 3404 એનકાઉન્ટર કરાયા હતાં

ગયા શનિવારે તેલંગાણાના મુખ્યપ્રધાનની હાજરીમાં ૧૩૦ માઓવાદીઓ તેમના હથિયારો સાથે શરણે આવતા માઓવાદની રહીસહી કરોડરજ્જૂ તૂટી ગઇ છે. મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડીએ દરેકને આવકાર્યા હતા અને દેશના મુખ્ય પ્રવાહમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. માઓવાદીઓમાં રહેલી વિવધ રેન્કના સભ્યોનો શરણે આવવામાં સમાવેશ થાય છે. તેમણે જે શસ્ત્રો જમા કરાવ્યા છે તેમાં ૩૧ એકે-૪૭ રાઇફલ સહીત કુલ ૧૨૪ શસ્ત્રો જમા કરાવ્યા હતા. 

જે રીતે ૧૩૦ માઓવાદીઓ શરણે આવ્યા તે જોતાં એમ લાગે છેકે સરકારે માર્ચ-૨૦૨૬ પહેલાં માઓવાદ ખતમ કરવા આપેલું પ્રોમીસ પાળી શકાશે. સરંડર થયેલા માઓવાદીઓમાં ૩ સ્ટેટ કમિટી મેમ્બર, ૧ રિજીયોનલ કમિટી મેમ્બર,૧૦ ડિવિઝનલ કમિટી મેમ્બર, ૪૬, એરિયા કમિટી મેમ્બર, ૭૦ પાર્ટી મેમ્બર વગેરેનો સમાવેશ થાય છે.

માઓવાદીઓ જંગલમાં પોતાની મીની સરકાર ચલાવતા હતા અને ગામડાના લોકોને દેશ વિરૂધ્ધ ઉશ્કેરતા હતા. સામાન્ય રીતે દેશ વિરોધી ઝુંબેશ ચલાવનારાઓને દેશના દુશ્મનો શોધતા હોય છે અને તેમને આર્થિક મદદ કરીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે. માઓવાદીઓ સાથે જોડાનારા યુવાનોની સંખ્યા પણ ઘટી ગઇ હતી.

સરકારો દેશમાંથી માઓવાદને ખતમ કરવાની ડેડ લાઇન ૩૧ માર્ચ ૨૦૨૬ની આપી છે. તેલંગાણા ખાતે જે  ૧૩૦ માઓવાદીઆએેે સરંડર કર્યું તે દર્શાવે છેકે માઓવાદીઓ ડરી રહ્યા છે અને તેમને મળતી આર્થિક સહાય આપનારા અને તેમનું પ્રોટેક્શન કરનારાનો અંત આવી ગયો છે.

સરકારે શરણે આવતા માઓવાદીઓ પાસેથી તેમને આર્થિક સહાય આપનારા, શસ્ત્રો મોકલનારા અને તેની તાલીમ આપનારાઓના નામ જાણી લીધા હતા. ત્યારબાદ સરકારે  દેશ વિરોધી તત્વોનેા ખાત્મો બોલાવી દીધો છે એમ કહી શકાય. લેફ્ટ વીંગ એક્સટ્રીમિઝમના નામે ઓળખાતું સંગઠન પણ હવે ધોવાઇ ગયું છે. માઓવાદને બહારથી જંગલો સુધી મદદ પહોંચાડતા લોકોને પણ સરકારે પકડી પાડયા હતા.

માઓવાદીઓને પૈસા મોકલનારા અને તેમને જેલમાંથી છોડાવનારા સરકારના કડક પગલાં જોઇને રફૂચક્કર થઇ ગયા હતા. માઓવાદીઓના અને નક્સલવાદીઓના અડ્ડાઓ પરથી એક તબક્કે રોકેટ લોંચર્સ પણ મળી આવતા હતા. રોકેટ લોંચર્સ જંગલમાં કેવી રીતે પહોંચ્યા અને તે ઓપરેટ કરવાની તાલીમ કોણે આપી તેની તપાસ કરતાં તેના તાર દુશ્મન દેશો સુધી પહોંચતા સરકાર સ્તબ્ધ થઇ ગઇ હતી.

માઓવાદીઓને શરણે આવવા અને લઘુ ઉદ્યોગ જેવી પ્રવૃત્તિ કરવા સમજાવાતા હતા. કેન્દ્રની મોદી સરકારે માઓવાદને ખતમ કરવાનું નક્કી કર્યું હતું.  છત્તીસગઢના બસ્તરના જંગલાને રેડ કોરીડોર નામ અપાયું હતું. જંગલોમાં રહીને માઓવાદીઓ શહેરીજનોને ટાર્ગેટ બનાવતા હતા. તેમનો આશય અરાજકતા ઉભી કરવાનો હતો. જોકે દેશ વિરોધી તત્વોના હાથા બનીને તેમણે દેશની પાલીસ સામે હથિયારોનો ઉપયોગ કરવો શરૂ કર્યો હતો.

માઓવાદ અને નક્ષલવાદ વચ્ચે મા-માસી જેવો સંબંધ છે. બંનેનો હતુ એક છે. બંને લોકેાને દેશ વિરૂધ્ધ ઉશ્કેરતા હતા. નક્ષલવાદ ૧૯૬૭માં પ.બંગાળના નક્સલબારી ખાતેથી શરૂ થયો હતો. તે શોષણખોરી સામે ્અવાજ ઉઠાવવા શરૂ કરાયો હતો. જ્યારે માઓવાદ સરહદ પરના ગામોના લોકોને ઉશ્કેરીને તોફાનો કરવાનો હતો.

માઓવાદીઓ એટલે માર્ક્સવાદી-લેનિનવાદી-માઓવાદીઓની વિચારધારા. જોકે ભારતના કેટલાક રાજકીય પક્ષો તેમના હેતુ સિધ્ધ કરવા તેમનો ઉપયોગ કરતા હતા. જોકે  દાયકાઓથી પરેશાન કરતા માઓવાદીઓની પ્રવૃત્તિ હવે અંત તરફ છે. 

સત્તાવાર આંકડા અનુસાર ૨૦૦૧ થી ૨૦૨૫ સુધીમાં માઓવાદીઓ સામે ૩૪૦૪ એનકાઉન્ટર કરાયા હતા જેમાં ૧૫૪૧ માઓવાદીઓ માર્યા ગયા હતા.