Get The App

ક્રિક્ટ સેલિબ્રિટીને જોવાની ઝંખના 11ને મોતના મુખમાં ખેંચી ગઇ

Updated: Jun 10th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિક્ટ સેલિબ્રિટીને જોવાની ઝંખના 11ને મોતના મુખમાં ખેંચી ગઇ 1 - image

- પ્રસંગપટ

- સન્મુખ દર્શનનો ક્રેઝ બહુ મોટાપાયે હોય છે

- જાડી ચામડીના રાજ નતાઓના ખુલાસા અને હાથ અધ્ધર કરી દેવાની નીતિ  રોષ ઊભો કરી રહી છે

બોલીવૂડ સેલિબ્રિટી, ક્રિકેટ સેલેબ્રિટી,રણછોડરાય ભગવાનના મંગળાના દર્શન વગેરેનો ક્રેઝ સતત વઘતો રહે છે. પુષ્પા ટુ ફેઇમ અલ્લુ  ્અર્જુનને જોવા થયેલી ધક્કામુક્કીની ઘટના હજુ તાજી છે ત્યાં તો વિજેતા ક્રિક્ેટ ટીમને સન્માવના કાર્યક્રમે ૧૧નો ભોગ લીધો છે. અલ્લુ અર્જુનના કેસમાં ધક્કામુક્કીના કારણે  એક મહિલાનું મૃત્યુ થયું હતું. ત્યારે અભિનેતાને જેલની હવા પણ ખાવી પડી હતી. ત્યારે અલ્લુ અર્જુનને  જેલની તરફેણ કરનારા રાજકારણીઓ સ્ટેડીયમની બહારની ધક્કામુક્કીથી ૧૧ના મોત અંગે ચૂપ છે કેમકે તેમને કાયદો સ્પર્શી શકતો નથી.

દેશના દરેક સ્થળે ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. વિજેતા ક્રિકેટ ટીમનું સ્વાગત આવકારદાયક છે પરંતુ તે માટેનું મેનેજમેન્ટ કરનારા નિષ્ફળ ગયા હતા.જ્યાં ૩૫,૦૦૦ લોકોને સમાવવાની કેપેસીટી હતી ત્યાં બેથી ત્રણ લાખ લોકો આવે ત્યારે ધક્કામુક્કી સર્જાવાની હતી તે નક્કી હતું.

 વિજેતા ક્રિકેટ ટીમનું સન્માન થાય ત્યારે લોકો નજરે જોવા માટે ઉન્માદ સાથે પહોંચે તે પણ સ્વભાવિક છે પરંતુ ૧૧ ના મૃત્યુ પછી જાડી ચામડીના રાજ નતાઓના ખુલાસા અને હાથ અધ્ધર કરી દેવાની નિતી પણ લોકોમાં રોષ ઉભો કરી રહી છે.

આવી ટીકાઓ ભલે થતી રહે પણ નિર્દોષ લોકો વગર લેવેદેેવે જાન ગુમાવે છે. કર્ણાટકના મુખ્યપ્રધાને ૧૧ લોકોના મોતની ઘટનાને બહુ હળવાશથી લીધી હોય એમ લાગે છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ૧૧ લોકોના મોત એ બહુ દુખદ ઘટના છે પરંતુ ધક્કા મુક્કી ક્યાં નથી થતી? તેમણે કહ્યું કે કુંભના મેળામાં પણ આવુંજ થયું હતું. રાજકારણીઓને શિંગડાથી પકડો તો લાત મારે છે અને પગેથી પકડો તો શિંગડા મારે એવા હોય છે. તે ક્યારેય ભૂલ સ્વિકારતા નથી માટે લોકોએ પોતેજ સુધરવાની જરૂર છે અને જાહેર પ્રોગ્રામોથી દુર રહેવું જોઇએ. પોતાના કુટુંબના ટીનેજર્સને પણ  ભીડથી દુર રહેવાની સલાહ આપવી જોઇએ.

માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભીડમાં લોકો જ્યાં ધક્કા મુક્કી કરતા હતા તેની નીચે ગટર હતી. તેના ઉપર  ટેમ્પરરી સિમેન્ટનો એક સ્લેબ ગોઠવેલો હતો. તેને સિમેન્ટથી ફીટ નહોતો કરાયો. લોકો તેના પર ઉભા હોઇ તે હાલક ડોેલક થવા લાગતા લોકો ચીસો પાડીને ભાગ્યા હતા. 

કહે છે કે સ્લેબ અંતે તૂટી પડયો હતો અને તેેના ઉપર ઉભેલા પૈકી ્અડધો અડધ લોકો અંદર પડી ગયા હતા. સન્મુખ દર્શનનો ક્રેઝ એટલો મોટાપાયે હોય છે કે લોકો ભીડ કે ધક્કા મુક્કીની દરકાર કર્યા વગર ભીડમાં ધૂસે છે. લોકો પોતાના નાની ઉમરના સંતાનોને પણ સાથેે રાખે છે અને અંતે કરૂણ પરિણામો ભોગવે છે. આવી ધક્કામુક્કીમાં ટીનેજર વધુ ભોગ બને છે. ૫૦ વર્ષની ઉપરના તો ભાગ્યેજ આવી ભીડમાં જોવા મળે છે. 

ભીડમાં ધક્કામારનારાઓ અને ચીસો પાડનારો એક પ્રકારનો વિકૃત આનંદ લૂંટતા હોય છે. કોઇ પણ ભીડ શાંતિથી પસાર થઇ શકે છેે પરંતુ તેમાંના કેટલાક તત્ત્વો ધક્કામારીને તેમાં અરાજકતા ઉભી કરે છે. બહુ ઓછા લોકો ભીડમાં ઘૂસ મારે છે. કેમકે તે જાણે છે કે ભીડમાંના તોફાની તત્વોને કોઇને રોકી શકાતા નથી. વ્યવસ્થા તંત્રમાં ઊભી રખાતી પોલીસ અનેક વાર તાલીમ વિનાની નજરે પડે છે. તે ભીડને કાબુમાં કરવા દંડાનો ઉપયોગ કરે છે અને બાજી બગાડે છે.

જ્યારે મનોરંજનના સાધનો નહોતા ત્યારે લોકો રાજકીય નેતાઓના ભાષણોે વગેરે સાંભળવા લાખોની સંખ્યામાં ઉમટતા હતા. હવે ફોર-જીની સ્પીડ સાથે ડિજીટલ સાધનોમાં લાઇવ પ્રોગ્રામ જોવા મળે છે. ટીવી ચેનલો દરેક કાર્યક્રમો સાથે લાઇવ કોમેન્ટ્રી પણ આપીને દર્શકને પોતે સ્થળ પર હાજર હોય એવો અનુભવ કરે છે. પરંતુ દરેકને હાથ મિલાવવાનો કે જદુરથી પોતાના પ્રિય ક્રિકેટ સેલિબ્રિટીને જોવાની ઝંખના હોય છે આવી ઝંખના સંતોષવામાં જાન ગુમાવવાનો વારો પણ આવી શકે છે.