- ઓસ્ટ્રેલિયાએ લીધેલું પગલું ઉત્તમ છે..
- પ્રસંગપટ
- ઇન્ટરનેટના પગલે છોકરાઓના મનમાં પ્રવેશતા દૂષણો ગંભીર પરિણામો લાવી શકે છે
ગાઝિયાબાદની ત્રણ બહેનોએ નવમા માળેથી કૂદીને આપધાત કર્યો તે વાત હજુ લોકોના મનમાં તાજી જ છે. કોરિયન ઓનલાઇન ગેમના વ્યસને તેમનો ભોગ લીધો હોવાનું કહેવાયું હતું. અનેક રાજ્યો ઓનલાઇનના કેટલાક દૂષણોને નાથવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ માત્ર કર્ણાટક અને ગોવાની સરકારે ૧૬ વર્ષની અંદરની બાળકો માટે સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ માટે વિચાર્યું છે. ઓસ્ટ્રેિોલયાએ ૧૬ વર્ર્ષની અંદરના સોશ્યલ નેટવર્ક જોઇ ના શકે તે માટે પ્રતિબંધની તલવાર ઉગામી છે.
ગાઝિયાબાદની ઘટના બની તેના કેટલાક મહિના પહેલાં કર્ણાટકની કોંગ્રેસ સરકારે ૧૬ વર્ષની અંદરના છોકરાઓને શોશ્યલ નેટવર્કથી દૂર રાખવા તેના પર પ્રતિબંધ મુકવા વિચાર્યું હતું. ગોવાની સરકારે પણ કહ્યું છે કે અમે ટૂંક સમયમાં ૧૬ વર્ષની અંદરના છોકરાઓ માટે સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ મુકી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા ઇન્સટાગ્રામ, ફેસબુક, એક્સ પર પ્રતિબંધ મુકી રહ્યું છે. કર્ણાટક પણ ઓસ્ટ્રેલિયાએ અપનાવેલા માર્ગ પર આગળ ચાલવા માંગે છે.
૧૬ વર્ષની અંદરના છેકરાઓ સોશ્યલ નેટવર્ક પર ખૂંપેલા રહે છે અને શિક્ષણ પ્રત્યે ધ્યાન નથી આપતા તેવી ફરિયાદો તેમજ સોશ્યલ નેટવર્ક સાથે કેટલાક દૂષણોની અસર છોકરાઓના મગજ પર વહેલી થતી હોય છે. તેમની મુગ્ધા વસ્થાનો ઉપયોગ સોશ્યલ નેટવર્ક પરના ખલનાયકો કરતા હોય છે અને કેટલીક વાર તે આખો દિવસ સોશ્યલ નેટવર્ક પર બેસી રહીને મહત્વના એવા શિક્ષણ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે.
એક તરફ ડિજીટલ ડિટોક્સની વાત ચાલે છે પરંતુ અહીંતો ૧૬ વર્ષથી નીચેના માટે ઇન્ટરનેટ જોવા પર પ્રતિબંધની તૈયારી કરવામાં આવી રહી છે. ડિજીટલ ડિટોક્સમાં કેટલાક સમય માટે ડિજીટલ દુનિયાથી દૂર રહેવાની શિખામણ આપવામાં આવે છે. ડિજીટલ ડિટોક્સ માટે વારંવાર સલાહ આપવામાં આવે છે. જેમાં ડિજીટલ ઉપકરણોથી કેટલોક સમય દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તેના કારણે માનસિક આરામ પણ મળે છે અને અન્ય પ્રવૃત્તિ તરફ ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે. લોકો આઉટડોર ગેમ્સ રમતા થાય તેવા પ્રયાસો ડિજીટલ ડિટોક્સના પગલે જોવા મળે છે.
ગાઝિયાબાદની આઘાતજનક ઘટનાએ દરેક રાજ્યને સોશ્યલ નેટવર્કની સાથે ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ મુકવા માટે વિચારતા કરી દીધા છે. ઇન્ટરનેટના પગલે છોકરાઓના મનમાં પ્રવેશતા દૂષણો ગંભીર પરિણામો લાવી શકે છે. છોકરાઓ ઇન્ટરનેટ પર જોવા મળતા અનેક દૂષણોનો ભોગ બને છે. યુટયબ પરની સેકસી ફિલ્મો, વોટ્સએપ પરના મેસેજો એને સેક્સી રીલ તેમના મગજમાં ગલગલીયાં કરાવે છે અને તે વધુ જાણવા મથે છે. છોકરાઓ ડેટીંગ સાઇટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં પોતે ૨૧ વર્ષથી વધુ ઉંમરના હોવાની ખાતરી એક ટીક કરીને આપી દે છે.
છેલ્લા કેટલાક સમયથી ટીનેજર્સ દ્વારા બળાત્કાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. બળાત્કાર અને સેક્સસંબંધી વાતો તે ઓનલાઇન પર ફરતી પોસ્ટમાંથી શીખે છે.તેમના વાલીઓ પોતાની મસ્તીમાં હોય છે. પોતાના સંતાનો મોબાઇલમાં શું જુવે છે તેનું વાલીઓ ૨૪ કલાક ધ્યાનરાખી શકતા નથી. હવે જ્યારે ઓનલાઇન શિક્ષણ વધવા લાગ્યું છે ત્યારે તેનો મોબાઇલ પણ લઇ શકાતો નથી. ઓસ્ટ્રેલિયાએ લીધેલું પગલું ઉત્તમ છે. પોતાના દેશના યુવાધનને ઇન્ટરનેટ પરની બદીઓથી બચાવવા સરકાર હાથ જોડીને બેસી રહે તે ચલાવી શકાય નહીં. ગોવા અને કર્ણાટકના આઇડયા સાથે ગુજરાતે પણ જોડાવાની જરૂર છે.


