Get The App

ડિજીટલ પેમેન્ટમાં વધારા સાથે ફ્રોડમાં 108 ટકાનો વધારો થયો

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ડિજીટલ પેમેન્ટમાં વધારા સાથે ફ્રોડમાં 108 ટકાનો વધારો થયો 1 - image


- એક લાખ રૂપિયા કરતાં ઓછાની છેતરપીંડીની નોંધ નથી કરાતી

- પ્રસંગપટ

- ફ્રોડ કરનારની નજરમાં સર્ફીંગ કરનારા દરેક લાલચુ હોય છે : જ્યાં લાલચ છે ત્યાં  ધૂતારા છે..

ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોને જાગૃત કરવાના અનેક પગલાં લેવાયા છે અને સાયબર પોલીસ પણ લોકોને ચેતવે છે. બેંકો પણ તેના ગ્રાહકોને ફ્રોડ કરનારાઓથી ચેતવે છે છતાં લોકો મગતરાં જેમ પ્રકાશની દિશામાં જાય એમ ફ્રોડ કરનારાઓના ટ્રેપમાં ફસાઇને લોકો નાણા ગુમાવી રહ્યા છે. ફ્રોેડ થયાના કેટલાક સમય પછી આ પૈસા પાછા આવવાનું માંડી વાળવું પડે છે.

રોજના ૮૦૦ જેટલા ફ્યાનાન્સીયલ ફ્રોડ નોંધાય છે. નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પરથી મેળવેલા આ આંકડા છે. કેટલાક  ફ્રોડની નોંધ રેકોર્ડમાં નથી લેવાતી કેમકે તેમાં ગ્રાહકે સામેથી પૈસા મોકલ્યા હોય છે. આ ઉપરાંત એક લાખ રૂપિયા કરતાં ઓછાની છેતરપીંડીની નોંધ પણ નથી કરાતી. જો એક લાખની અંદરના ફ્રોડની નોંધ લેવાતી હોય તો સાયબર ફ્રોડની સંખ્યા દશ ગણી વધારે જોવા મળી શકત.

ઓનલાઇન ફ્રોેડ કરનારની ચાલાકી પકડી શકાતી નથી. આ લોકો શરૂઆતના ડીલીંગ તેમજ ટ્રાન્ઝેકશનમાં જેન્ટલમેન જણાય છે. જેવો વિશ્વાસ બેસે છે કે તરતજ પૈસો દબાવી દે છે. આવી છેતરપીંડી કરનારા પહેલાં વિશ્વાસ ઉભો કરે છે અને પછી નવા પાંચ લોકોને સાથે જોડવાની સ્કીમ ઉભી કરવા કહે છે. દરેકને કમાણીમાં રસ હોય છે. અંતે દરેકને ચૂનો ચોપડાય છે.

શેરબજારની લીંક મુકનારાના પ્રલોભનો પર નજર કરો તો રોજના બેથી પાંચ હજાર કમાવાની ખાતરી આપ્યા બાદ શરૂમાં તે કમાવી આપે છે. જેમ ગ્રાહક વધુ રોકાણ કરીને લાલચ બતાવે છે ત્યારે તેનું રોકાણ અદ્રશ્ય થઇ જાય છે.  ફ્રોડ કરનારા સીમ કાર્ડ બદલી નાખે છે કે ફોન બંધ કરી દે છે પરંતુ સીમ કાર્ડ તો હકીકતે તો ગુનેગારની કુંડળી સમાન હોય છે. સીમ કાર્ડ ઇસ્યુ કરનારાઓએ ગ્રાહક પાસેથી લીધેલા ડોક્યુમેન્ટનો રેકોર્ડ હોય છે. સીમ કાર્ડ લેનારાનો ફોટો પણ પાડવામાં આવે છે. આ બધું નિયમાનુસાર હોય છે. ગુનેગાર સીમ કાર્ડ ફેંકી દે તો પણ તેનો રેકોર્ડ રહેતો હોય છે. આ રેકોર્ડના આધારે ગુનેગાર નજીક પહોંચી શકાય છે પરંતુ આવા કોઇ પગલાં ભાગ્યેજ લોવાતા જોવા મળે છે.

સોશ્યલ નેટવર્ક પર પણ ફ્રોડ કરનારા બહુ એક્ટીવ હોય છે. શેરબજારમાં કમાણી કરી આપવાની ગેરંટી આપનારા ઢગલાબંધ સંખ્યામાં છે. તે દરેક ફ્રોડ નથી હોતા પરંતુ તે દરેકને પોલીસે શંકાની નજરેથી જોવા જોઇએ. પરંતુ વિવિધ વેબસાઇટો પર વોચ રાખવાની કોઇ સિસ્ટમ ઉભી કરાઇ હોય એમ દેખાતું નથી.  

એક આરટીઆઇમાં સરકારે ફ્રોડના આંકડા આપ્યા હતા. સાયબર પોલીસ એક્ટીવ છે પરંતુ તેનું ઇન્વેસ્ટીગેશન ફ્રોડ કરનારાને ડરાવી શકતું નથી. એટલેતો ફ્રોડના કેસો વધી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૩ સુધીમાં ઓનલાઇન ફ્રોડની ૨૧ લાખ ફરિયાદ નોંધાઇ છે.

એક સમય હતો કે જ્યારે માલવેર ઇમેલ મારફતે મોકલીને ફ્રોડ કરાતા હતા. હવે તેના સ્થાને  લીંક ડાઉનલોડીંગ આવ્યું છે. લીંંક ડાઉનલોડ કરનારા ફસાયા છે.

જ્યારે ગ્રાહક પોતાની સ્વેચ્છાએ નાણા અજાણી પાર્ટીને મોકલે છે ત્યારે તેમાં બંેક જવાબદાર નથી ગણાતી કેમકે તેમાં બેંકની સિસ્ટમ સાથે કોઇ છેતરપીંડી નથી કરાઇ હોતી. પરંતુ ફ્રોડના એકાઉન્ટ બેંકોમાં હોય છે તેની પુરી વિગતો બંકો પાસે નથી હોતી તે ભૂલવું નાજોઇએ. 

બેંકો જે રીતે પોતાની જવાબદારીના બદલે  હાથ ઉંચા કરી દે છે તે ચલાવી શકાય નહી. હવે જ્યારે ડિજીટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારે તેની સામે ફ્રોડની ઘટનાઓમાં પણ વધારો થયો છે. એક અહેવાલ અનુસાર ફ્રોડની ઘટનામાં ૧૦૯ ટકાનો વધારો થયો છે જ્યારે ફ્રોડની રકમમાં ૫૯ ટકાનો વધારો થયો હતો.

જ્યાં સુધી લોકો વધુ પૈસા કમાવાની લાલચ પર સ્વૈચ્છિક નિયંત્રણ નહીં લાવી શકે ત્યાં સુધી ફ્રોડ કરનારા માટે ફેવરેબલ પીચ રહેવાની છે. ફ્રોડ કરનારની નજરમાં સર્ફીંગ કરનારા દરેક લાલચુ હોય છે અને જ્યાં લાલચ છે ત્યાં  ધૂતારા છે તે સમજી લેવું જોઇએ.

Prasangpat

Google NewsGoogle News