Get The App

તાઇવાનને સમજાઈ ગયું છે કે ટ્રમ્પ આર્થિક રોકાણ અને શસ્ત્રખરીદીની ભાષા જ સમજે છે

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
તાઇવાનને સમજાઈ ગયું છે કે ટ્રમ્પ આર્થિક રોકાણ અને શસ્ત્રખરીદીની ભાષા જ સમજે છે 1 - image

- અમેરિકાની તાઇવાન નીતિમાં પરિવર્તન

- પ્રસંગપટ

- તાઇવાન સાથે શું કરવું તે શી જિનપિંગે નક્કી કરવાનું છે એવું ટ્રમ્પે કહ્યું એટલે તાઇવાનને ફાળ પડી છે

પ્રમુખ ટ્રમ્પે તાઇવાનની નીતિને નવો જ વળાંક આપી દીધો છે. વેનેઝુએલાના પ્રમુખને તેમના પેલેસમાંથી ઉઠાવી લીધા પછી ટ્રમ્પે ગ્રીનલૅન્ડથી શરૂ કરી યુરોપમાં માથાનો દુ:ખાવો વધારી દીધો છે. ઇરાન ઉપર પણ તેમની નજર છે તેવામાં તાઇવાન અંગે કરેલા નિવેદને તાઇવાનમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે કહી દીધું કે, 'તાઇવાન અંગે શું કરવું તેનો આધાર ચીનના પ્રમુખ શી-જિનપિંગ પર છે.'

ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેના ઈન્ટરવ્યુમાં જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું વેનેઝુએલા જેવી કાર્યવાહી ચીન તાઈવાન પર કરી શકે? ત્યારે તેમણે કહ્યું, 'શી જિનપિંગ તાઇવાનને ચીનનો ભાગ માને છે અને તે અંગે શું કરવું તે સંપૂર્ણ રીતે જિનપિંગ પર નિર્ભર છે. જોકે મેં તેમને કહ્યું છે કે, જો તેઓ તેમ કરશે (એટલે કે તાઇવાન પર કાર્યવાહી કરશે) તો મને ઘણું જ દુ:ખ થશે. તેથી હું આશા રાખું છું કે તેઓ તેમ નહીં કરે.'

વેનેઝુએલામાં અમેરિકાના શક્તિ પ્રદર્શન અંગે ધ્યાન દોરતા ટ્રમ્પે કહ્યું, 'આ બન્ને અલગ અલગ પરિસ્થિતિ છે. તાઇવાન ચીન માટે તેવો ખતરનો નથી જેવો ખતરો માદુરો યુએસ માટે હતા.'

ટ્રમ્પે ફરી તે જ વાત દોહરાવી હતી કે, 'હું જ્યાં સુધી અમેરિકાનો પ્રમુખ છું ત્યાં સુધી શી જિનપિંગ તેવું કશું નહીં કરે.'

 જિઓપોલિટિક્સના નિષ્ણાતો જોકે માને છે કે ટ્રમ્પે વેનેઝુએલામાં જે કાર્યવાહી કરી તેને લીધે તેવી આશંકા ઉપસ્થિત થાય છે કે રશિયા યુક્રેન ઉપર અને ચીન તાઇવાન ઉપર તેવી જ કાર્યવાહી કરી શકે છે. 

જાણકારો માને છે કે આ કોઈ સીધો નીતિગત ફેરફાર નથી, પરંતુ ટ્રમ્પને વાત અસ્પષ્ટ રાખવાની આદત છે. અત્યાર સુ૦ી અમેરિકન પ્રમુખો

હંમેશા તાઈવાનના રક્ષણ માટે કડક શબ્દોમાં વાત કરતા આવ્યા છે, પણ ટ્રમ્પનું એમ કહેવું કે 'તાઇવાનનું શું કરવું તે ચીને જોવાનું છે' એ થોડું નરમ નિવેદન લાગે છે, જેના કારણે તાઈવાનમાં ચિંતા પેદા થઈ ગઈ છે. 

ટ્રમ્પની નીતિ હંમેશા ટ્રાન્ઝેક્શનલ એટલે કે લેણ-દેણ આધારિત રહી છે. તેઓ ઈચ્છે છે કે તાઈવાન રક્ષણ માટે અમેરિકાને વધુ પૈસા આપે અથવા વધુ શો ખરીદે.

ટ્રમ્પના આ નિવેદનની શી અસરો થઈ તે જાણવા જેવું છે. ચીને આ નિવેદનને વધાવી લેતા કહ્યું કે તાઈવાન અમારો આંતરિક મામલો છે અને તે અંગે નિર્ણય લેવાનો અમને (એટલે કે ચીનને) સાર્વભૌમ અધિકાર છે.

તાઈવાનના રક્ષણ માટેના અમેરિકાના નિવેદન  પર હવે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, ટ્રમ્પ પ્રશાસને ગયા વર્ષે જ તાઈવાનને ૧૧ અબજ ડોલરના હથિયારો વેચવાની મંજૂરી આપી હતી, જે દર્શાવે છે કે લશ્કરી મદદ ચાલુ છે. ઘણા વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ માત્ર શી જિનપિંગ સાથે સારા સંબંધો જાળવવા અને યુદ્ધ ટાળવા માટે આવાં નિવેદનો આપે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ તાઈવાન પર ચીનનો કબજો સહેલાઈથી સ્વીકારશે નહીં.

ટૂંકમાં, ટ્રમ્પની નીતિ બદલાઈ નથી, પરંતુ તે વધુ અનપ્રેડિક્ટિબિલ (અનુમાન ન લગાવી શકાય તેવી) બની ગઈ છે. તેઓ તાઇવાનના રક્ષણની ગેરંટી આપવાને બદલે શી જિનપિંગ સાથેના અંગત સંબંધો અને ડીલ પર વધુ ભાર મૂકી રહ્યા છે.

ટ્રમ્પના આ નિવેદન પછી તાઈવાનની સરકાર અને ત્યાંના રાજકીય વર્તુળોમાં મિશ્ર અને ગંભીર પ્રતિક્રિયાઓ જોવા મળી છે. તાઈવાને અત્યંત સાવધાનીપૂર્વક પણ સ્પષ્ટ શબ્દોમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તાઈવાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નામનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળતા એક સત્તાવાર નિવેદન બહાર પાડયું હતું કે, તાઈવાન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તેના ભવિષ્યનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર તાઈવાનની જનતા પાસે છે, કોઈ અન્ય દેશના નેતાને નહીં. તાઈવાને ભારપૂર્વક કહ્યું કે તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લોકશાહીનો મજબૂત ગઢ છે અને અમેરિકા સાથેના તેના સંબંધો સમાન મૂલ્યો પર આધારિત છે.

તાઈવાનના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે તાઈવાન પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, તાઈવાન પોતાની સુરક્ષા માટે માત્ર બીજા દેશોનાં વચનો પર નિર્ભર રહી શકે નહીં.

ટ્રમ્પના નિવેદનથી તાઈવાનના સામાન્ય લોકોમાં થોડો ફાળો પડયો છે એ તો નક્કી. લોકોમાં એવી ચર્ચા છે કે જો ચીન કોઈ મોટી આથક ડીલ ઓફર કરે, તો શું ટ્રમ્પ તાઈવાનને એકલું છોડી દેશે? તાઈવાનના સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર ટ્રમ્પના કડક વલણને કારણે ચિંતા ે છે.

આ ઘટના પછી તાઈવાન હવજાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથેના સંબંધો વધુ મજબૂત કરી રૈહ્યું  છે કે જેથી અમેરિકા પરની નિર્ભરતા થોડી ઓછી કરી શકાય.

ટૂંરમાં, તાઈવાન સમજે છે કે ટ્રમ્પ સાથે વ્યવહાર કરવા માટે તેમણે વધુ શોની ખરીદી અને આથક રોકાણ જેવી ભાષામાં જ વાત કરવી પડશે. તાઈવાન હાર માનવાને બદલે હવે અમેરિકાને સાબિત કરવા માંગે છે કે તાઈવાનની સુરક્ષા એ અમેરિકાના પોતાના આથક હિતમાં છે.