Get The App

વૈશ્વિક સ્તરની નામાંકિત કંપનીઓના ટોચના હોદ્દા પર બે ભારતીય નિમાયા

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
વૈશ્વિક સ્તરની નામાંકિત કંપનીઓના ટોચના હોદ્દા પર બે ભારતીય નિમાયા 1 - image

- બેંક ઓફ અમેરિકાના ભારત ખાતેના સીઇઓ તરીકે વિક્રમ સાહુ

- પ્રસંગપટ

- અમર સુબ્રમણ્યમ ગુગલ અને માઇક્રોસોફ્ટ સાથે પણ કામ કરી ચૂક્યા છે, તે એેપલના વાઇસ પ્રેસિડેન્ટ નિમાયા

- અમર સુબ્રમણ્યમ

- વિક્રમ સાહુ

મૂળ ભારતીય હોય એવા બે લોકો વૈશ્વિક સ્તરની નામાંકિત કંપનીઓમાં ટોચના હોદ્દા પર નિમાયા છે. જેમાંની એક નિમણૂક  ફાયનાન્સ ક્ષેત્રે છે તો બીજી આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સી ક્ષેત્રની છે. અમેરિકાની ટોચની બેંક ઓફ અમેરિકાના ભારત ખાતેના સીઇઓ તરીકે વિક્રમ સાહુની નિમણૂક કરાઇ છે. તે નિમણૂકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રૂવલ આપી છે જ્યારે એપલે વાઇસ પ્રિસિડેન્ટ તરીકે બેંગલુરૂ સ્થિત છૈં નિષ્ણાત અમર સુબ્રમણ્યમ પર પસંદગી ઉતારી છે.

બેંક ઓફ અમેરિકાના અમેરિકા સ્થિત હેડ ક્વાર્ટરમાં ૧૫ વર્ષથી કામ કરતા સીઇઓ કકુ નકાથેની જગ્યા પર હવે વિક્રમ સાહુ કામ કરશે. વિક્રમ સાહુ અને અમર સુબ્રમણ્યમ બંને નામો ઇન્ડિયન છે. બે ભારતીયેાની ટોપની પોસ્ટ માટે પસંદ થાય તે ટોકિંગ પોઇંટ સમાન છે. સામાન્ય રીતે ટોપની પોસ્ટ પર વિદેશીઓ ખાસ કરીને અમેરિકનો પસંદ થાય ત્યાં ભારતીય ચહેરાઓે જોવા મળે ત્યારે ભારતીયોને ગૌરવ થાય તે સ્વભાવિક છે.

એક તરફ ભારતના એચ વન બી વિઝા પર અમેરિકામાં પ્રતિબંધનો વિવાદ ચાલે છે તો બીજી તર ભાતની ટેલેન્ટને ટોચની બેન્કિંગ અને ટેકનોલોજી કંપનીઓમાં પોસ્ટીંગ મળી રહ્યું છે. વિક્રમ સાહુ અને અમર સુબ્રમણ્યમ તેેનું લેટેસ્ટ ઉદાહરણ છે.

બેંક ઓફ અમેરિકાએ કરેલી વિક્રમ સાહુની નિમણૂકને  જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માન્ય કરી ત્યારે અમેરિકાના બેન્કિંગ ક્ષત્રને ખબર પડી હતી કે ટોપની પોસ્ટ પર ભારતીયની નિમણૂક થઇ છે. વિક્રમ સાહુએ એશિયા પેસિફીક બેંક ઓફ અમેેરિકાને રિપોર્ટ કરવાનો રહેશે. વિક્રમ સાહુએ કકુ નકાથેની જ્ગ્યાએ કામ કરવાનું છે. કકુ નકાથે ત્યાં ૧૫ વર્ષથી  કરતા હતા. બેક ઓફ અમેરિકા ઇન ઇન્ડિયામાં થતી નિમણૂકને રિઝર્વ બેંકના માન્યતા મેળવવી પડે છે.

જ્યારે વિક્રમ સાહુની નિમણૂકને માન્યતા આપવા રિઝર્વ બેંકને ફાઇલ મોકલાઇ તે સમય દરમ્યાન વતગાળાની વ્યવસ્થા તરીકે કકુ નકાથેએ વચગાળાના વહીવટકાર તરીકે કામ કરવાનું હતું. કકુ નકાથે હવે બોફા સિક્યોરીટીઝના ચેર પર્સન તરીકે કામ કરશે.

વિક્રમ સાહુને બેન્કિંગ ક્ષેત્રમાં લીડરશીપના મુદે ૨૫ વર્ષનો અનુભવ છે. દિલ્હીની સેન્ટ સ્ટિફન કોલેજમાં બેચરલ ડિગ્રી મેળવનાર વિક્રમ સાહુએ માસ્ટર ડિગ્રી અમેરિકામાં મેળવી હતી. અગાઉ તે હોંગકોંગ, અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ ક્ષત્રે મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે.

અમર સુબ્રમણ્યમની વાત કરીએ તો  છૈં ક્ષેત્રે શરૂ થયેલી છૈં રેસમાં અગ્રેસર રહેવા ટોચની કંપનીઓ નિષ્ણાતોને શોધી રહી છે. મોટી કંપનીઓ રેસમાં સક્રિય છે. ઇનોવેશન અને ક્રિએશન સાથે સંકળાયેલા લોકેાને કંપનીઓ ઊંચા પગારની ઓફર મેલ પર મોકલી રહ્યા છે. અમર સુબ્રમણ્યમ મશીન લર્નીંગ અને ફાઉન્ડેશન મોડેલ ક્ષેત્રે કામ કરી રહ્યા હતા અને છેલ્લે માઇક્રોસોફ્ટના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા.અમર સુબ્રમણ્યમ ઘણા સમયથી છૈં ની ગતિવિધી સાથે સંકળાયેલા છે.

બેંગલુરૂ સ્થિત અમર સુબ્રમણ્યમ પર પસંદગી ઉતારીને એપલે વિશ્વના ટેકનોલોજી ક્ષેત્રને જણાવી દીધું છેકે ભારતની ટેલેન્ટ પર અમને વધુ ભરોસો છે. અમર સુબ્રમણ્યમ ટેકનોલોજી ક્ષેત્રે ભલે બહુ સાયલન્ટ નામ હોય પણ તે ગુગલ અને માઇક્રોસોફ્ટ સાથે પણ કામ કરી ચૂક્યા છે.

અમર સુબ્રમણ્યમે એપલના સોફ્ટવેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટને રિપોર્ટીંગ કરવાનું રહેશે. માઇક્રોસોફ્ટમાં કામ કરતા પહેલાં અમર ગુગલ સાથે ૧૬ વર્ષ જોડાયેલા રહ્યા હતા.

બેંગલુરૂમાં ઇલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશનમાં એન્જીન્યર થનાર અમરે યુનિવર્સિટી ઓફ વોશિંગટનમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.ઇલેાન મસ્કે સાચેજ કહ્યું છે કે ભારતના બ્રેનનો અમેરિકાએ બહુ ઉપયોગ કર્યો છે.