વિશ્વના દરેક ફિલ્મ ઉદ્યોગ સેક્સ બાબતે ખરડાયેલા છે
- કાસ્ટીંગ કાઉચ બોલીવુડમાં ગાજતો શબ્દ છે
- પ્રસંગપટ
- મલયાલમ ફિલ્મ ક્ષેત્રે ચાલતા સેક્સ કૌભાંડ એટલે #MeToo movement 2.0.
વિશ્વના ફિલ્મ ઉદ્યોગ વિવિધ નામે ઓળખાય છે. જેમકે બોલીવૂડ, ટોલી વૂડ,પોલીવૂડ, હોલીવૂડ વગેરે,વગેરે . આ દરેક નામ તેમના પ્રદેશ સાથે સંકળાયેલા છે. પરંતુ આ બધા વચ્ચે સામ્ય એ છે કે સેક્સ બાબતે આ દરેક એક માળાના મણકા સમાન છે. આ દરેક નામો ફિલ્મ મનોરંજન સાથે સંકળાયેલા છે. દરેકના પ્રદેશ અલગ છે, દરેકની ભાષા વચ્ચે પણ કોઇ સામ્ય નથી પરંતુ એક મુદ્દે દરેક એક માળના મણકા સમાન છે. દરેક સેક્સની બાબતે ખરડાયેલા છે. ઝાકમઝોળ ભરેલો ફિલ્મ ઉદ્યોગ તેની મેલી મૂરાદનો કારણે બદમાન થયેલો છે.
અમેરિકાના ફિલ્મ ઉદ્યોગને હોલીવૂડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના ફિલ્મ ઉદ્યોગ પર તે રાજ કરે છે.હોલીવૂડની ફિલ્મોેની ખાસિયત એ છે કે તે વિશ્વભરમાં લોકો જુવે છે અને સમજી શકે છે. જ્યારે બોલીવૂડની ફિલ્મો માત્ર હિન્દી બેલ્ટ સુધી મર્યાદીત છે તો મોલીવૂડ તરીકે ઓળખાતો મલયાલમ ફિલ્મ ઉદ્યોગ તે ભાષા જાણનારા સુધી મર્યાદીત રહે છે.
જ્યારે સેક્સની લોલુપતાની વાત આવે છે ત્યારે આ બધાજ ફિલ્મ ઉધ્યોગો ખરડાયેલા છે. દરેક પર આક્ષેપો થઇ ચૂક્યા છે. ફિલ્મ ઉદ્યોગ એટલે માત્ર અભિનેતા કે અભિનેત્રી કે કેમેરામેન નથી હોતું. તેમાં સ્ટુડીયાના લોકો,સ્ક્રીપ્ટ રાઇટીંગ કરતા લોકો, મેકઅપની ટીમ, ફિલ્મ બનાવનારનો મોટો રસાલો, ફિલ્મના ડાયરેક્ટરો, ગ્રાઉન્ડ સ્ટાફ, એકાઉન્ટનો સ્ટાફ વગરે મળીને ૪૦૦-૫૦૦ લોકો હોય છે. કોઇ કોર્પોરટે કંપની કામ કરતી હોય એમ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસ ગૃહ કામ કરતા હોય છે. તેમાં કામ કરનારામાં યુવતીઓનો પણ સમાવેશ થતો હોય છે. કેટલોક સ્ટાફ શૂટીંગ જોવા માટે ક્રૂ મેમ્બર તરીકે જોડાયો હોય છે. મનોરંજનની દુનિયા યુવતીઓ માટે લોહી ચુંબક સમાન હોય છે. કેટલાક એક્ટીંગ કોલેજ માં જઇને શીખે છે તો કેટલાક સ્વયંભૂ તૈયાર થયા હોય છે. ફિલ્મોમાં કોઇ પણ કામ કરવા માટે તૈયાર રહેતી યુવતીઓ આવી હોય છે હિરોઇનનો રોલ કરવા પરંતુ ફિલ્મોના ડાન્સ સોંગમાં ડાન્સરોના ટોળામાં અટવાઇ જાય છે. કામ નહીં મળતા કેટલીક યુવતીઓ મુંબઇના ડાન્સબારમાં જઇને પૈસા કમાતી હોય છે.
કાસ્ટીંગ કાઉચ બોલીવુડમાં ગાજતો શબ્દ છે. ફિલ્મોમાં કામ મેળવવા કેટલાંક ટોપના માથાને ખુશ કરવા પડે છે. આ ખુશ કરવાની વાતમાં સેક્સનો સમાવેશ થાય છે. જ્યારે બોલીવૂડ ઉદ્યોગ પર અંધારી આલમની પકડ હતી ત્યારે તે કહે તે અભિનેત્રીને ફિલ્મમાં લેવી પડતી હતી. તેના કારણે અંધારી આલમના અડ્ડાપર અભિનેત્રીઓને આંટા મારવા પડતા હતા. આજકાલ મલયાલમ ફિલ્મ ઉદ્યોગ સેક્સ કૌભાંડના વિવાદમાં ફસાયેલો છે. મોલીવૂડના દશ સ્ટાર્સ પર એફઆઇઆર થઇ ચૂકી છે. હેમા કમિટીનો રિપોર્ટ ખળભળાટ મચાવી રહ્યો છે. રિપોર્ટમાં લખ્યું છેકે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં યુવતીઓનું શોષણ કરાતું હતું અને તેમને કામ જોઇતું હોય તો સેક્સ માટે ફરજ પડાતી હતી.
મલયાલમ ફિલ્મ ક્ષેત્રે ચાલતા સેક્સ કૌભાંડ એ #MeToo movement 2.0. સાથે સરખાવી શકાય. કેટલીક અભિનેત્રીઓએ હેમા કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મોં ખોલ્યુ ંહતું. મલયાલમ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી મિનુ મુનીરે ગઇ ૨૮ ઓગષ્ટે મોલીવૂડના અનેક નામંકીત ચહેરાઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. એક અભિનેત્રીએ ફરિયાદમાં કહ્યું છે કે મેં જ્યારે પીઢ ડાયરેક્ટરને સેક્સ માટે ના પાડી ત્યારે તેણે મને ફિલ્મમાંથી પડતી મુકી હતી. મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં આવા અનેક કિસ્સા સપાટી પર આવ્યા છે.