For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભગવાન શિવને બિલીપત્ર પ્રિય દરેક વિધી પાછળ વૈજ્ઞાાનિક કારણ

Updated: Aug 10th, 2021

Article Content Image

- હિંડોળાના દર્શનનો એક વિશેષ લ્હાવો હોય છે

- પ્રસંગપટ

- શ્રાવણમાં આવતા તમામ તહેવારો છૂટક વેપારીઓ માટે તેેજીની મોસમ ખેંચી લાવતા હોય છે

શ્રાવણ માસનો આજે બીજો દિવસ છે. હિંડોળા દર્શન અને બિલ્વ (બિલી)પત્ર બંને ટોકીંગ પોઇન્ટ સમાન છે. દરેક વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા દર્શન એક હર્ષોલ્લાસ ભરેલા ઉત્સવ સમાન હોય છે. ગયા વર્ષે કોરોના કાળના કારણે શ્રધ્ધાળુઓ અટવાઇ ગયા હતા પરંતુ આ વખતે કોરોના લગભગ વિદાયના મૂડમાં છે અને સરકારી નિયંત્રણો પણ નહિવત હોઇ દરેક બે વર્ષનો ભેગો અભિષેક કરવાના મૂડમાં હોય એમ જણાઇ રહ્યું છે.

હિંડોળાના દર્શનનો એક વિશેષ લ્હાવો હોય છે. શ્રીનાથજીના મંદિરમાં હિંડોળાના દર્શન માટે  પડાપડી થાય છે. ત્યાં મોબાઇલ પર પ્રતિબંધ હોઇ ફોટા નથી પાડી શકાતા પરંતુ ડાકોર રણછોડરાયજી મંદિર અને અન્ય સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાના લાઇવ દર્શન કરી શકાય છે અને ફોટા પાડી શકાય છે. 

શ્રાવણ માસ સાથે બિલ્વ પત્ર જોડાયેલું છે. તે માત્ર ત્રણ પાંદડા નથી. તેનું વિશેષ  મહત્વ છે જે  સમજાવુ જરૂરી છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરનારાઓની સંખ્યા વધતી જાય છે. ગઇકાલથી શરૂ થયેલો શ્રાવણ માસ મહાદેવના દરેક મંદિરોના શિવલિંગો પર અભિષેક અને સાંજની મહાપૂજાથી છવાઇ જવાનો છે.

શ્રાવણના પ્રારંભથીજ અર્થ તંત્રમાં પણ નવી ચેતના જોવા મળશે. ફૂલ બજારથી માંડીને સ્વિટ માર્કેટ સુધીની ખરીદીમાં ૧૫થી ૨૦ ટકાનો સુધારો જોવા મળશે. બિલી પત્ર,પ્રસાદ વિતરણ માટેની ચીજો., પૂજાપાની ચીજો વગેરેના માર્કેટ છૂટો છવાયો ધંધો કરતા લોકોને પણ કમાવવાની તક ઉભી  થશે. 

નાના દુકાનદારો માટે તેજીની મોસમની શરૂઆત થશે. શ્રાવણમાં આવતા તમામ તહેવારો છૂટક વેપારીઓ માટે તેેજીની મોસમ ખેંચી લાવતા હોય છે. શ્રાવણના દરેક તહેવારને આર્થિક ઉન્નતિ સાથે વણી લેવામાં આવ્યા છે. 

આ વખતે શ્રાવણ માસ સોમવારે શરૂ થયો છે અને સોેમવારે પુરો થશે. જે લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ ના કરી શકે તે લોકોએ હવે બાકીના ચાર સોમવાર કરવા જોઇએ. અન્ય ધર્મોમાં વધી રહેલી ઉપવાસ કરવાની પ્રેરણા જેવું સનાતન ધર્મમાં પણ હોવું જોઇએ. શ્રાવણના ઉપવાસ શ્રધ્ધાળુઓ એક સમય જમીને કરતા હોય છે.

કેટલાક લોકો મીઠા વિનાનું જમતા હોય છે. ઉપવાસ કેટલા કડક કરાય છે તે મહત્વનું નથી પણ ઉપવાસ કરીને પર્વનો લાભ ઉઠાવવાની જરૂર છે. જે લોકોના મન પર નાસ્તિકતાનો વાઇરસ ચઢેલો હોય છે એવા લોકોેે ડાયટીંગના નામે પણ શ્રાવણ માસનો સમય ગાળાનો ઉપયોગ કરી શકે છે.

સુષુપ્ત અવસ્થામાં પડેલી ઉપવાસની ભાવનાને જાગૃત કરવાની જરૂર છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં ઘેર ઘેર શ્રધ્ધાળુઓ વિવિધ ઉપવાસ અને અનુષ્ઠાનો કરતા હતા. ક્યાંક નવો જમાનો આગળ આવે છે તો ક્યાંક કેટલીક ગેરસમજો આગળ આવે છે. હિન્દુ ધર્મમાંજ રહેલા  કેટલાક ટિકાકાર હિન્દુઓ શ્રાવણ માસની પરંપરાની ટીકાઓ કરતા જોવા મળે છે.

આવી ટિકાઓ શિવલિંગ પર ચઢાવાતા દૂધના અભિષેકને બગાડ કહેવા  સુધી પહેંાચી છે. જાણે અજાણે આવા લોકો પોતાના કુટુંબની અને ધર્મની પરંપરાને તોડવામાં ગૌરવ અનુભવતા હોય છે. આવા લોકો ડાબેરી વિચાર વાળા તરીકે અને લિબ્રાન્ડુ તરીકે ઓળખાય છે.

આધુનિક વિચારસરણીના નામે આવા લોકો સડેલી કેરી જેવા હોય છે જે આખા ટોપલાને બગાડતા હોય છે. હિન્દુ સંગઠનોએ રાજકારણની વાતોમાં વધુ રસ લેવાના બદલે  તેની ધર્મ પ્રચાર પ્રસારની વાતેા વધુ મજબૂતાઇથી રજૂ કરવાની જરૂર છે.

આધુનિક સમાજમાં ઓસરતી જતી ધર્મ ભાવનાને પુન: સ્થાપિત કરવા વિશેષ ટૂલકીટ ઉભી કરવાની જવાબદારી આવા સંગઠનોની છે તે ભૂલવું ના જોઇએ. હિન્દુ સંસ્કૃતિ પ્રાચીન છે, આ સંસ્કૃતિજ ભારતની તાકાત છે. ધાર્મિક વિધિઓ તરફથી લોકોનું ધ્યાન દુર થઇ રહ્યું છે. કેમકે તેમને સાચી સમજ આપનારાઓ દેખાતા નથી. એટલેજ મંદિરોની જવાબદારી વધી જાય છે.  

દરેક મંદિરોએ વધુને વધુ લોકો શ્રાવણના ઉપવાસ કરે એવી ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. મંદિરના સંચાલકોએ યાદ રાખવું પડશે કે નવી પેઢીમાં ઉપવાસનો પવન ફૂંકવો હશે તો તેમને નવા જમાના પ્રમાણેની ટેકનોલોજીની સાથે એટલેકે ડિજીટલ સિસ્ટમ સાથે ચાલવું પડશે.    ધર્માંધતાને થોડી  ડાયલ્યૂટ કરીને નવી પેઠીને સમજાવવી પડશે.

દરેક વિધિ પાછળનું સાયન્ટિફીક રહસ્ય અને તેનાથી થતી જીવન સુધારણા વિધિ પાછળનું સાયન્ટિફીક રહસ્ય પણ સમજાવવા પડશે. આજે શ્રાવણનો બીજો દિવસ છે. આ તબક્કે હેપી શ્રાવણ..

Gujarat