- મમતા બેનરજીનું રાજકારણ સમજવું મુશ્કેલ
- પ્રસંગપટ
- કોઇ ગુનેગાર એમ કહે કે હું તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર છું તો તેની સામે કોઇ પગલાં લેવા નહી..
કેન્દ્ર સરકાર અને ભાજપ મમતા બેનરજીની સરકારને ભલે દેશ વિરોધી રાજ્ય સરકાર તરીકે ચીતરતા હોય પરંતુ તેમના રાજ્ય પ.બંગાળમાં તે વધુ લોકપ્રિય થઇ રહ્યા છે. શિક્ષકોની હડતાળના કેસમાં સુપ્રિમ કોર્ટે મમતા બેનરજી સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ભાજપ તાનમાં છે. ભાજપ તેને મમતાની મોટી હાર સમજે છે.
ભાજપ વાળા તો મમતાને જેલમાં ધકેલવા સુધીની વતા કરી રહ્યા છે. સામે છડે મમતા ભાજપની ધમકીનો ધોઇ પીવે એવા સાબિત થઇ કરહ્યા છે.
ભાજપ એ નથી સમજતું કે પ.બંગાળમાં તેમની પાસે પાયાના કાર્યકરોનો અભાવ છે. વાચકોને યાદ હશે કે ગત વિધાનસભાના જંગમાં સંદેશખલી વિસ્તારમાં મમતા બેનરજી જાહરેમાં શેખ શાહજહાં જેવા બળાત્કારીનો બચાવ કરીને પોતાના રાજ્યમાં વધુ લોકપ્રિય થઇ રહ્યા છે.
સંદેશખલી બાબતે પ.બંગાળમાં સ્થાનિક સ્તરે એટલો મોટો હોબાળો ઉભો થયો હતો કે લોકો એમ માનતા થઇ ગયા હતા કે મમતા બેનર્જી ફરી ચૂંટાય એમ લાગતું નથી. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે મમતા આસાનીથી ફરી બહુમતી સાથે ચૂંટાયા હતા.
બિહારની ચૂંટણીમાં હજુ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ નક્કી થયું નથી.
જો આ જોડાણ નહી થાય તો પ.બંગાળમાં મમતા પણ કોગેસ સાથે જોડાણ નહીં કરે. દેશના સૌથી જુના રાજકીય પક્ષને ચૂંટણી જંગ લડવા પ્રાદેશિક પક્ષનો ટેકા માટે પ્રયાસ કરવા પડે તે કમનસીબી કહી શકાય.
હડતાળ પર ઉતરેલા શિક્ષકોના પગારનો મુદ્દો ભાજપના મોઢામાં હસતાં હસતાં આવેલા પતાસા સમાન છે.
મમતા બેનરજી જ્યારે પહેલી ટર્મ માટે મુખ્ય પ્રધાન બન્યા ત્યારનો એક કિસ્સો બહુ જાણીતો છે. જેમાં તેમની તૃણમૂલ કોંગ્રેસનો એક કાર્યકર કોઇ ગુના હેઠળ પોલીસના સકંજામાં આવી ગયો હતો. તેણે પોલીસોને દમ માર્યો હતો કે મને છોડી દો નહીંતર મુખ્ય પ્રધાનને કહીને બદલી કરાવી દઇશ. સાવ ફાલતુ દેખાતા આ માણસને જ્યારે પોલીસ સ્ટેશને લઇ આવવામાં આવ્યો ત્યારે તણમૂલ કોંગ્રેસના અન્ય કાર્યકરોએ મમતાને જાણ કરી હતી.
થોડીવારમાંજ પોલીસ સ્ટેશને મુખ્યપ્રધાન મમતા બેનરજી ખુદ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ અધિકારીઓને લાઇનમાં ઉભા રાખીને ખખડાવ્યા હતા.
પકડેલા કાર્યકરને પૂછ્યું કે તે પોલીસને કહ્યું હતું કે તું તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર છે? પેલાએ કહ્યું કે મેં તેમને વારવાર કહ્યું હતું પણ મારૃં કોઇ સાંભળતું નહોતું. મમતાએ તરત આદેશ આપીને દરેક પોલીસ અધિકારીને સૂચના આપી હતી કે કોઇ ગુનેગાર એમ કહે કે હું તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર છું તો તેની સામે કોઇ પગલાં લેવા નહી અને તેને પકડવો પણ નહીં.
મમતા બેનરજીની આ નિતીના કારણે ભૂતકાળના ડાબેરી શાસકો સાથે સંકળાયેલા ગુંડાઓ તૃણમૂલ કોંગ્રેસમાં આવી ગયા હતા અને લોકો પર ત્રાસ ફેલાવતા થયા હતા. મમતાની ગુનેગારોને રક્ષણ આપવાની નિતીના કારણે સંદેશખાલીમાં શાહજહાં જેવા બળાત્કારીઓ ઉભા થયા હતા અને ત્રાસ ફેલાવતા હતા.
મમતા બેનરજીના રાજકારણને કોંગ્રેસ કે ભાજપ ઓળખી શક્યું નથી. તેની કામ કરવાની સ્ટાઇલ ઉત્તરપ્રદેશના ભૂપૂર્વ મુખ્યપ્રધાન માયાવતી જેવી છે. પ.બંગાળનો આગામી વિધાન સભાનો જંગ ખરાખરીના ખેલ સમાન જોવા મળશે.


