Get The App

વોટ્સએપનો ઇન્ડિયન વિકલ્પ 3 દિવસમાં 100 ગણો ઉછળ્યો

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપનો ઇન્ડિયન વિકલ્પ 3 દિવસમાં 100 ગણો ઉછળ્યો 1 - image

- અરટ્ટાઇઃ ઇન્ડિયાના વોટ્સએપનો કિલર

- પ્રસંગપટ

- લોકો સ્વદેશી એપ્લિકેશનો શોધતા હતા ત્યાં જ ઝોહોના અરટ્ટાઇએ એન્ટ્રી મારી છે

- શ્રીધર વેમ્બુ

ભારતની ઝોહો  મેસેજિંગ એપ સોિશિયલ નેટવર્કમાં  ટોકિંગ પોઇન્ટ સમાન છે. જ્યારથી ઇન્ટરનેટની શરૂઆત થઇ છે ત્યારથી ભારતીયો લોકો વિદેશી, ખાસ કરીને અમેરિકન કંપનીઓના સોફ્ટવેર વાપરતા આવ્યા છે. ભારતની કેટલીક કંપનીઓેએ પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કહી રહી હતી, પરંતુ વિદેશની કંપનીઓના પ્રર્ભાવ હેઠળ તે લોકો આગળ આવી શક્યા નહોતા. 

જોરે હવે સમય બદલાઇ રહ્યો છે.ઇન્ટરનેટ બ્રાઉઝર ક્ષેત્રે ભારતનું કોમેટ ધૂમ મચાવી રહ્યું છે, તો મેસેજિંગ એપ્લિકેશન્સની દુનિયામાં પર ભારતનું ઝોહો પ્રસરી રહ્યું છે. ઇન્ટરનેટ પર ઝુંબેશ ચાલી રહી છે અને લખાય છેકે ભારતીય બનો અને ઝાહોેનો ઉપયોગ કરો. લોકો ઝોહોના ઇમેલ આઇડી વાપરતા થયા છે. બ્રાઉઝર ક્ષેત્રે ભારતના ૮૦ ટકા લોકો ગુગલ ક્રોમ વાપરી રહ્યા છે.

ભારતના ઇન્ટરનેટ ટેકનોલોજી ક્ષેત્ર પર વિદેશીઓની નજર ઝોહોના કારણે છે.લોકોને વોટ્સએપનો ઉપયોગ  કોઠે પડી ગયો.  લોકો કંઇક નવું અને સ્વદેશી વિચારને મજબૂત બનાવતા સોફ્ટવેરની રાહ જોતા હતા. 

તેથી જ સ્વદેશી બનાવટનું ઝોહો જ્યારથી બજારમાં આવ્યું છે ત્યારથી તરંગો સર્જી રહ્યું છે. ભારતના ઇન્ફોર્મનેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન અશ્વિનીકુમારે બે દિવસ અગાઉ એવી જાહેરાત કરી હતી કે ભારતના લોકો હવે સ્વદેશી મેસેન્જર સર્વિસનો ઉપયોગ કરતા થશે અને આ નવી એપ્લિકેશન વર્ષો જુની વોટ્સએપ સામે ટકરાશે. 

વોટ્સેપ સામે ટકરાનાર અરટ્ટાઆઈની ખાસિયત એ છે કે વોટ્સેપના વિકલ્પ તરીકે તે ઉભરી આવ્યું છે. તે સ્વદેશી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફની તલવાર વિંઝ્યા બાદ સ્વદેશી ચીજો ના વપરાશ પર ભાર મુકાયો હતો. સોશ્યલ નેટવર્ક ક્ષેત્રે લોકો સ્વદેશી એપ્લિકેશનો શોધતા હતા ત્યાંજ ઝોહોએ એન્ટ્રી મારી હતી. ઝોહોની ચર્ચા અહીં એટલા માટે છેકે છેલ્લા ત્રણ દિવસમાં ઝોહોના અરટ્ટાઇનોટ્રાફિક ૧૦૦ ગણો વધી ગયો છે. એડલવાઇઝના સીઇઓ રાધિકા ગુપ્તાએ ઝોહોના સીઇઓ શ્રીધર વામ્બુને અભિનંદન આપતા કહ્યું છે કે મેઇડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ મને ગમે છે. તેમણે શ્રીધર વામ્બુને અરટ્ટાઇ સોશ્યલ મેલેજીંગ સર્વિસ માટે પણ અભિનંદન આપ્યા હતા. 

અરટ્ટાઇને ગ્રોથ આંખો પહોળી કરી નાખે એવો છે.૩૦૦૦ લોકો તેનો ઉપયોગ કરતા હતા તે આંક ત્રણ દિવસમાં ૩,૫૦,૦૦૦ સુધી પહેંાચી ગયો છે. અરટ્ટઇ તમિળ શબ્દ છે. તેનો અર્થ થાય છે આકસ્મિક વાતચીત. વાચકોને રસ એમાં છે કે વોટ્સએપને પડકારનાર કોઇ ભારતીય એપ  આખરે બજારમાં આવી ખરી અને છવાઇ પણ ગઈ. 

આમતો, ૨૦૨૧માં શરૂ કરાયેલ અરટ્ટાઇને અચાનક શા માટે સપાટી પર આવી ગયું છે તે પણ મોટો પ્રશ્ન છે. શરૂઆતમાં લોકો તેને પ્રાયોગિક સ્તરનો અખતરો  સમજતા હતા. પરંતુ તેનું પ્રાયોગિક સ્ટેજ પુરૃં થતાંજ તે સ્પાયવેર ફ્રી,મેઇડ ઇન ઇન્ડિયા મેસેન્જર સર્વિસ તરીકે ઉભરી આવી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન  ધર્મેન્દ્ર પ્રધાને જાહેરમાં લોકોને કહ્યું હતું કે અરટ્ટાઇનો ઉપયોગ કરો ત્યારે લોકોને તેની મહત્ત્વ બરાબર સમજાય છે.  

બીજી તરફ ભારતીય ટેકનોલોજીસ્ટોએ અરટ્ટાઇને  ઇન્ડિયાસ વોટસએ્પ કીલર તરીકે નવાજતાં વોટ્સએપનો વિકલ્પ શોધનારા તે તરફ વળવા લાગ્યા હતા. તેના ફીચર્સમાં વન-ટુ-વન અને ગ્રુપ ચેટ, વોઇસ નોટ્સ,મિડીયા શેરીંગ, વોઇસ અને વિડિયો કોલ વગેરેનો સમાવેશ થાય છે. તે ડેસ્કટોપ અને એન્ડ્રોઇટ ટીવીને પણ સપોર્ટ કરે છે. અચાનકજ તેના પર ટ્રાફિક વધતાં સર્વર પર લોડ વધ્યો હતો.

એપ સ્ટોર્સ પર ઝોહોનું અરટ્ટાઇ સોશ્યલ નેટવર્ક કેટેગરીમાં ટોપ પર છે. ઝોહોના ચીફ સાયન્ટીસ્ટ અને સહાયક ફાઉન્ડર શ્રીધર વેમ્બુની વાહ વાહ થઇ રહી છે. વોટ્સએપની સામે કોઇ ભારતીય સોફ્ટવેર એન્જિનીયર પોતાની પ્રોડક્ટ મુકાય તેમ સૌ ઇચ્છચા હતા. તમિળનાડુના બ્રાહ્મણ પરિવારમાં ૧૯૬૮માં જન્મેલા શ્રીધર આઇઆઇટીમાંથી ઇલેકટ્રોનિક એન્જિનીયર થયા બાદ અમેરિકા ગયા હતા. પરંતુ પોતાને ઇનોવેશન કરવું છે તેવા ધ્યેય સાથે ભારત આવીને કામ શરૂ કર્યું હતું. જંગી સફળતા બાદ પણ તેમણે તમિળ પરિવારમાં પહેરાતી પરંપરાગત ધોતી, શર્ટ અને કપાળે તિલક કરવાનું ચાલુ રાખ્યું છે.