- પ્રસંગપટ
- ત્વરિત ડિજિટલ ટ્રેકિંગને કારણે નાણાંની રિકવરી વધી
- હૂગલી પોલીસે કાર્યક્ષમ સાયબર ડેસ્ક ઊભું કરીને દેશનાં અન્ય રાજ્યોને અનુકરણીય માર્ગ બતાવ્યો છે
પોલીસ ધારેતો સાયબર ક્રિમિનલને ગણત્રીના કલાકોમાં પકડી શકે છે. પરંતુ પોલીસ પાસે કામ પુષ્કળ છે અને તેમની પાસે બહાનાંનો ખજાનો હોય છે. પહેલાંના જમાનામાં જ્યારે લૂંટારા ત્રાટકતા હતા ત્યારે આવતી પોલીસ તેનું પગેરૂં શોધીને પાછળ પડતી હતી. સંભવિત આરોપીઓનાં રહેવા-ખાવાનાં સ્થળો, રસ્તામાં તાપણાં કર્યા ં હોય તો તેની જગ્યાઓને પણ ધ્યાનમાં લેવાતા હતા.
સાયબર ક્રાઇમના ગુનેગારો ઓળખી શકાતા નથી. તેમના પૈસા આંચકી લેવાનો ટ્રેક સત્તાવાર બેંક સાથે જોડાયેલો હોવા છતાં પણ પકડી શકાતા નથી. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળની હૂગલી પોલીસે સાયબર ડેસ્ક ઊભું કરીને દેશની અન્ય સાયબર પોલીસને અનુકરણીય માર્ગ બતાવ્યો છે. સાયબર ક્ષેત્રે કામકરતી પોલીસને કેવીરીતે આધુનિક બનાવી શકાય તે હૂગલી પોલીસે અપનાવેલી વ્યૂહરચના પરથી જાણી શકાય છે.
પશ્ચિમ બંગાળમાં જીલ્લા સ્તરે સાયબર પોલીસે કરેલા પરિવર્તનથી સાયબર ચોરોેએ આંચકી લીધેલા પૈસાની રિકવરી થઇ રહી છે. ુપશ્ચિમ બંગાળના વહીવટની અનેક સ્તરે ટીકા થઇ રહી છે, પરંતુ તેના સાયબર પોલીસ તંત્રની પ્રશંસા કરવી જાઇએ.હૂગલીના રૂરલ પોલીસ અધિકારીએ તેમના હાથ નીચે આવતાં તમામ ૧૬ પોલીસ સ્ટેશનો પર સાયબર હેલ્પ ડેસ્ક તૈયાર કર્યા હતા, જેને સૌથી મોટું સાયબર પોલીસ પરિવર્તન કહેવાયું હતું.
સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓમાં સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરાઇ રહ્યા છે. પોલીસના નામે તેમને ધમકાવાય છે અને જેલમાં સબડવું પડશે એમ કહીને તેમની બચતને આંચકી લેવાય છે. આવી આંચકેલી રકમ કરોડોમાં હોય છે. ડરી ગયેલો સિનિયર સિટીઝન માંડ હિંમત એેકઠી કરીને ફરિયાદ કરે છે ત્યાં સુધીમાં તો તેની આંચકી લેવાયેલી રકમ કેટલાય બેંક ખાતાં કૂદાવીને અદ્રશ્ય થઇ ગઇ હોય છે.
ઓનલાઇન છેતરપીંડી કરનારા પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવે છે ત્યારે ખરેખ તો ભારતની શિડયૂલ બેંકમાં જ પૈસા જમા હોય છે, તેથી લોકો માની લે છે કે વહેલાં મોડાં તેમનું ુપગરૂ શોધીને તેમને પકડી શકાશે, પરંતુ આવા ટ્રેક ક્યારેય પકડી શકાતા નથી. સાયબર પોલીસ ગોથાં ખાતી જોવા મળી છે.
બેંકના જે ખાતામાં સિનિયર સિટીઝનના પૈસા ટ્રાન્સફર થયા હોય તે ખાતું ફ્રોડ કરનારે કોઇ બીજા નામે ખોલાવ્યું હોય છે. ખાતાનું નામ ગમે ેતે હોય, પરંતુ તેના ઘર સુધી એડ્રેસ મારફતે પહોંચી શકાય છે. જેના નામે ખાતું ખોલાવ્યું હોય તે હાથ અધ્ધર કરી દે ચાલી શકે નહીં. બોગસ ખાતું ખોલનાર બેંકનો સ્ટાફ પણ જવાબદાર છે, છતાં સાયબર પોલીસ બેંકોને કોઇ ચમત્કાર બતાવી શકી નથી.
સાયબર પોલીસ પાસે ભલે કોઇ જાદુઇ લાકડી ના હોય પણ બેંકો અને સાયબર ગુનેગારોની સાંઠગાંઠ તોડવાની હોંશિયારીનો પણ અભાવ જોવા મળે છે. કેટલીક બેંકોે ખોલેલા બોગસ ખાતાનું કૌભાંડ પકડાયું છે, પરંતુ કરોડો રૂપિયાની છેતરપીંડી સામે માંડ છ લોકોને સસ્પેન્ડ કરાયા છે. હૂગલી પોલીસનું આ એક સંયુક્ત કામગીરીનું ડેસ્ક હતું જેના કારણે સાયબર ગુનેગારોેએ બેંક ખાતામાંથી આંચકી લીધેલા પૈસાને રીકવર કરી શકાતા હતા.અનેક રાજ્યોમાં એવી સ્થિતિ છે કે સાયબર ફ્રોડની ફરિયાદને ઓછું મહત્ત્વ મળે છે. અન્ય કેસીસમાંથી સમય મળે ત્યારે સાયબર છેતરપીંડીની ફરિયાદ પર ધ્યાન અપાય છે.
હૂગલી પોલીસે ઉભા કરલા હેલ્પ ડેસ્કની કામગીરી એવી છે કે તે ભોગ બનેલી વ્યક્તિના ઘેર સામેથી જાય છે, તેથી ફરિયાદ કરવામાં બહુ મોડું ના થાય. આ હેલ્પ ડેસ્ક સંભાળતા પોલીસ કર્મચારીને ડિજિટલ સિસ્ટમ્સથી બહુ માહિતગાર બનાવાયા હોય છે. જેવી સાયબર ફ્રોડની ખબર પડેકે તરત જ સંબંધિત બેંકોનો સંપર્ક કરવાનું તેમજ નાણાનો ટ્રેક શોધવાનું કામ તેઓ શરૂ કરી દેતા હતા.
ફોર્ડ કરનારનો ડિજિટલ ટ્રેક ત્વરિત શોધવાના કારણે રિકવરીમાં મોટો ઉછાળો આવ્યો હતો. જોકે હૂગલી રૂરલે ઊભી કરેલી ઇકો સિસ્ટમ હેઠળ ૨૦૨૨માં ૪૪ લાખ તો ૨૦૨૩માં ૬૧ લાખ રૂપિયા રીકવર થઈ શકાયા હતા. ૨૦૨૪માં ૯૫,૪૮,૫૯૨ રૂપિયાની રિકવરી કરી હતી. ૧૪૫૨ જેટલા ચોરાયેલા મોબાઇલ ફોનનું પગેરૂં શોધીને તે પરત મેળવ્યા હતા. ગયા સપ્ટેમ્બર મહિનામાં ૨ કરોડ ૨૬ લાખની રિકવરી કરાઇ હતી જ્યારે ૨૧૨૩ મોબાઇલ પણ નાગરિકોને પરત લાવી અપાયા હતા.હૂગલીના પોલીસ સ્ટેશનો પરના હેલ્પ ડેસ્ક એકબીજાને કનેક્ટેડ હોય છે. જેવી એક સ્ટેશન પર ફરિયાદ મળે કે તેનું ડિજિટલ ટ્રેકિંગ શરૂ થતું હોય છે.


